હવામાન વિભાગની નવી આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા અપાઈ સૂચના

ગુજરાતમાં હવામાન વિભાગે નવી આગાહી કરી છે. હવામાન વિભાગે જણાવ્યું હતું કે, આગામી 24 કલાક માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી રહી છે.જેમાં 45-55 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાતા માછીમારોને એલર્ટ રહેવા સૂચના આપવામાં આવી છે.

-> કયાં કેટલું તાપમાન ? :- હવામાન વિભાગની આગાહી પ્રમાણે વાત કરવામાં આવે, તો અમદાવાદમાં 15 ડિગ્રી, ગાંધીનગરમાં 14.2 ડિગ્રી તાપમાન નોંધાયું છે,આગામી 24 કલાકમાં અમદાવાદનું તાપમાન વધી શકે છે,અમદાવાદનું તાપમાન વધીને 16 ડિગ્રી રહેવાની શક્યતાઓ સેવાઈ રહી છે.દરિયા કિનારે 45 થી 55 km/hની ઝડપે પવન ફૂંકાવાની શકયતાઓ રહેલી છે.

-> ઠંડી સાથે માવઠાનું અનુમાન :- હવામાન વિભાગનું અનુમાન છે કે, ઉત્તર ગુજરાતના ભાગોમાં કમોસમી વરસાદનું સંકટ રહેશે. સાથે સાથે રાજસ્થાન પર સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થયું છે. જેના કારણે સાયક્લોનિક સર્ક્યુલેશનથી રહેશે. માવઠાની અસર સાથે સાથે આગામી સાત દિવસ વાતાવરણ શુષ્ક રહેશે. હાલ સાયક્લોનિક સર્કયુલેશન સિસ્ટમને લઈને અમદાવાદમાં વાદળછાયું વાતાવરણ રહેશે. અમદાવાદ લઘુત્તમ 17 ડિગ્રી તાપમાન નોંધાયું છે. સાથે સાથે આવતીકાલથી 2-4 ડિગ્રી ઘટશે સાથે ફેબ્રુઆરી મહિનામાં સૌરાષ્ટ્ર અને કચ્છમાં કેટલાક જિલ્લામાં છુટા છવાયા હળવા વરસાદની આગાહી રહી છે.

Related Posts

નિરમા યુનિ. પાસે NSUIનો વિરોધ, પોલીસ બંદોબસ્ત ખડકાયો: Clarity 2026

નિરમા યુનિ. પાસે NSUIનો વિરોધ, પોલીસ બંદોબસ્ત ખડકાયો: પ્રોફેસરનો વધુ એક વીડિયો વાયરલ  NSUI અમદાવાદની નિરમા યુનિવર્સિટીમાં પ્રોફેસર અને વિદ્યાર્થી વચ્ચેના વિવાદનો મામલો હવે વધુ ગરમાયો છે. સ્ટેન્ડ-અપ કોમેડી કાર્યક્રમ દરમિયાન પ્રોફેસરે વિદ્યાર્થીનો કોલર પકડ્યાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા બાદ NSUI દ્વારા આજે નિરમા યુનિવર્સિટી પાસે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. વિરોધને ધ્યાનમાં રાખીને યુનિવર્સિટી બહાર પોલીસનો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. સોશિયલ મીડિયા પર સામે આવેલા કેટલાક દાવા મુજબ વિરોધ દરમિયાન મોટી સંખ્યામાં NSUI કાર્યકર્તાઓને પોલીસે અટકાયતમાં લીધા હોવાની વાત સામે આવી છે. કેટલાક અહેવાલોમાં ત્રણ બસ ભરીને કાર્યકર્તાઓને લઈ જવામાં આવ્યા હોવાનો દાવો પણ કરવામાં આવ્યો છે. જોકે, આ ચોક્કસ આંકડાની સ્વતંત્ર પુષ્ટિ ઉપલબ્ધ અહેવાલોમાંથી થઈ શકી નથી.આ સમગ્ર વિવાદ વચ્ચે પ્રોફેસર એચ.કે.…

Ahmedabadમાં નકલી દારૂની મિની ફેક્ટરી ઝડપાઈ, ₹1.40 લાખનો મુદ્દામાલ જપ્ત… Illegal Liquor Haul

લઠ્ઠાકાંડ જેવી ઘટના બને તે પહેલા પોલીસ કાર્યવાહી, Ahmedabadમાં નકલી દારૂની મિની ફેક્ટરી ઝડપાઈ, ₹1.40 લાખનો મુદ્દામાલ જપ્ત Ahmedabadના ઠક્કરનગર વિસ્તારમાં નકલી દારૂ બનાવવાની પ્રવૃત્તિ સામે પોલીસ દ્વારા મોટી કાર્યવાહી કરવામાં આવી છે. ઝોન-5 લોકલ ક્રાઇમ બ્રાન્ચ (LCB) અને કૃષ્ણનગર પોલીસે સંયુક્ત ઓપરેશન હાથ ધરીને નકલી દારૂ બનાવવાની મિની ફેક્ટરીનો પર્દાફાશ કર્યો હોવાની માહિતી સામે આવી છે. પોલીસની કાર્યવાહીમાં અંદાજે ₹1.40 લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું છે. આ કાર્યવાહી બાદ વિસ્તારમાં દારૂના ગેરકાયદે નેટવર્કને લઈને પોલીસની કામગીરી ફરી ચર્ચામાં આવી છે. ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં ગેરકાયદે દારૂનું ઉત્પાદન અને વેચાણ થતું હોવાના બનાવો સમયાંતરે સામે આવતા રહે છે. ખાસ કરીને નકલી અથવા કેમિકલયુક્ત દારૂના કિસ્સામાં લોકોના સ્વાસ્થ્ય અને જીવને ગંભીર જોખમ ઊભું થઈ…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *