સુરતમાં હીરા ઉદ્યોગ પરથી મંદીનું ગ્રહણ દૂર થશે. ઘણા સમયથી મંદીનો સામનો કરી રહેલ હિરા ઉદ્યોગ જાન્યુઆરી મહિનાથી માર્કેટ રિકવરી મોડમાં દેખાઈ રહ્યો છે. 12 પ્રકારના હીરાના ભાવમાં વધારો કરતા ઉદ્યોગકારો અને રત્ન કલાકારોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે.
–: હીરાના ભાવમાં કરાયો વધારો :-
હીરા ઉદ્યોગ છેલ્લા બે-અઢી વર્ષથી મંદીના માહોલમાં સપડાયો હતો. પરંતુ હાલમાં રેપાપોર્ટેના કેટલીક ચોક્કસ સાઈઝના હીરાના ભાવમાં વધારો કરતાં હીરા ઉદ્યોગને મંદીમાંથી બહાર નીકળવાનો માર્ગ મોકળો થયો છે. રેપાપોર્ટે રાઉન્ડ આકારના હીરાના ભાવમાં વધારો કરતા હીરા ઉદ્યોગને મોટી રાહત મળી છે. રેપાપોર્ટે 12 પ્રકારના હીરાના ભાવમાં વધારો કરતા હીરા ઉદ્યોગમાં ખુશીની લહેર જોવા મળી. રેપાપોર્ટે નિશ્ચિત પ્રકારના હીરામાં સાડા ત્રણથી સાડા દસ ટકા જેટલો વધારો કર્યો છે. ઉદ્યોગકારોને આ ઉપરાંત બીજી સાઈઝના હીરાના ભાવમાં વધારાની પણ આશા છે.
–: હીરા ઉદ્યોગમાં હીરા ઉદ્યોગમાં મંદીનું ગ્રહણ :-
નોંધનીય છે કે, હીરા ઉદ્યોગમાં મંદીનું ગ્રહણ લાગ્યું હતું. ઉદ્યોગ સાથે સંકળાયેલા લોકોનું માનવું છે કે દાયકાઓ બાદ હીરા ઉદ્યોગમાં આવી મંદી જોવા મળી હતી. 1966 એટલે કે 50 વર્ષ સુધીના વર્ષોના ગાળા બાદ મહામંદી જોવા મળી હતી. હીરા ઉદ્યોગમાં ચાલતી મંદીને લઈને વેપારીઓ ધંધા બદલવા લાગ્યા હતા તો અનેક રત્નકલાકારોએ જીવન ટૂંકાવ્યા હોવાના કિસ્સા સામે આવ્યા છે. તો કેટલાક લોકો લૂંટ અને ચોરી જેવા ગેરકાનૂની કામો કરવા લાગ્યા હતા.








