સુરતમાં ફરી શર્મસાર કરતી ઘટના, 4 વર્ષની બાળકીને નરાધમે બનાવી હવસનો ભોગ

B INDIA સુરત : સુરતમાં પલસાણાના એક ગામમાં શર્મસાર કરતી ઘટના બની છે. નરાધમે બાળકીને ઉઠાવી જઈને દુષ્કર્મ આચર્યું હતું. માતા-પિતા નોકરી ગયા હતા. આ સમય દરમિયાન ઘટના બની હોવાની પ્રાથમિક માહિતી સામે આવી છે. ત્યારે આ સમગ્ર ઘટનામાં પોલીસે દુષ્કર્મનો ગુનોં નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.

-> બાળકી પર દુષ્કર્મ :- મળતી માહિતી મુજબ, 4 વર્ષની બાળકી ઘર આંગણે રમતી હતી. આ દરમિયાન નરાધમ આવે છે અને બાળકીને કોઈ લાલચ આપીને લઈ જાય છે. દુષ્કર્મનો ભોગ બન્યા બાદ બાળકી રડતા-રડતા ઘરે આવે છે અને સમગ્ર ઘટના તેના માતા-પિતાને કહે છે. બાળકીને ગુપ્તાંગ ભાગેથી લોહી પણ નીકળ્યું હતુ. અને તેને તાત્કાલિક સારવાર હેઠળ હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. કડોદરા પોલીસ, એલસીબી પોલીસ અને એસઓજી સહિતનો પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચીને તપાસ કરી રહ્યો છે.

પરિવારજનો તરત કડોદરા જીઆઈડીસી પોલીસ મથક ખાતે દોડી ગયા હતા. ઘટનાને ગંભીરતાથી લઇને કડોદરા જીઆઈડીસી પોલીસ સાથે-સાથે સુરત જિલ્લા એલસીબીની ટીમ પણ તપાસના જોડાઈ હતી. પોલીસે આરોપી સામે પોક્સો એક્ટ હેઠળ ગુનો નોંધી સીસીટીવીના આધારે ગણતરીની કલાકોમાં જ આરોપીને ઝડપી પાડ્યો હતો. અને કડક પૂછપરછ હાથ ધરી છે.

Related Posts

Sola સિવિલમાં એક જ દિવસમાં 13 જટિલ ઓર્થોપેડિક સર્જરી સફળ, PMJAY-MA હેઠળ દર્દીઓને વિનામૂલ્યે સારવાર

Sola સિવિલમાં એક જ દિવસમાં 13 જટિલ ઓર્થોપેડિક સર્જરી સફળ, PMJAY-MA હેઠળ દર્દીઓને વિનામૂલ્યે સારવાર અમદાવાદની  Sola GMERS મેડિકલ કોલેજ અને Sola સિવિલ હોસ્પિટલ ખાતે તબીબી ક્ષેત્રે વધુ એક નોંધપાત્ર કામગીરી સામે આવી છે. હોસ્પિટલના ઓર્થોપેડિક વિભાગ દ્વારા 23 સપ્ટેમ્બર 2026ના રોજ એક જ દિવસમાં કુલ 13 જેટલી જટિલ ઓર્થોપેડિક સર્જરી સફળતાપૂર્વક કરવામાં આવી હતી. આ તમામ સર્જરીઓ દરમિયાન દર્દીઓની સલામતી, સારવારની ગુણવત્તા અને આધુનિક તબીબી પદ્ધતિઓને પ્રાથમિકતા આપવામાં આવી હતી. Sola સિવિલ હોસ્પિટલમાં થયેલી આ સર્જરીઓમાં વિવિધ પ્રકારની જટિલ અને પડકારજનક ઓર્થોપેડિક પ્રક્રિયાઓનો સમાવેશ થાય છે. જેમાં 3 ટોટલ ની-રિપ્લેસમેન્ટ, 1 યુનિકોન્ડાઇલર ની-રિપ્લેસમેન્ટ, સ્કેફોઇડ નોન-યુનિયન માટે બોન ગ્રાફ્ટ તથા ફિક્સેશન ઉપરાંત વિવિધ પ્રકારની ગંભીર ટ્રોમા સર્જરી કરવામાં આવી હતી. -> PMJAY-MA યોજના હેઠળ વિનામૂલ્યે સારવાર : આ…

ગાંધીનગરમાં શ્રમ-રોજગાર મંત્રી Kunvarjiબાવળિયાની અધ્યક્ષતામાં કાર્યક્રમ યોજાયો;

ગાંધીનગરમાં શ્રમ-રોજગાર મંત્રી Kunvarjiબાવળિયાની અધ્યક્ષતામાં કાર્યક્રમ યોજાયો; ઉદ્યોગો અને શ્રમિકો વચ્ચે વિશ્વાસ, સંવાદ અને સહયોગથી ઔદ્યોગિક શાંતિ જાળવવા અપીલ ગાંધીનગર ખાતે રાજ્યના ઉદ્યોગો અને શ્રમિકો માટે મહત્વપૂર્ણ એવો નવા શ્રમ કાયદાઓ અંગે જાગૃતિ કાર્યક્રમ યોજાયો હતો. શ્રમ અને રોજગાર મંત્રી Kunvarji બાવળિયાની અધ્યક્ષતામાં યોજાયેલા આ કાર્યક્રમમાં રાજ્ય મંત્રી કાંતિલાલ અમૃતિયાની વિશેષ ઉપસ્થિતિ રહી હતી. કાર્યક્રમનો મુખ્ય હેતુ નવા લેબર કોડ્સ અંગે ઉદ્યોગકારો, શ્રમિકો અને સંબંધિત પ્રતિનિધિઓમાં જાગૃતિ લાવવાનો હતો.કાર્યક્રમ દરમિયાન ઉદ્યોગોના સાતત્યપૂર્ણ વિકાસ સાથે શ્રમિકોના સર્વાંગી કલ્યાણને સુનિશ્ચિત કરવા અંગે ચર્ચા કરવામાં આવી હતી. મંત્રી કુંવરજીભાઈ બાવળિયાએ ઉદ્યોગ અને શ્રમિકો વચ્ચે પરસ્પર વિશ્વાસ તથા સહયોગને ઔદ્યોગિક વિકાસ માટે મહત્વપૂર્ણ ગણાવ્યો હતો. -> Kunvarji :  ચાર નવા શ્રમ કાયદાઓ અંગે જાગૃતિ : શ્રમ અને રોજગાર મંત્રી Kunvarji…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *