સરકાર રાજકીય કારણોસર વાયનાડના પીડિતોને યોગ્ય સહાયથી વંચિત રાખી રહી છેઃ પ્રિયંકા ગાંધી

સંસદનું શિયાળુ સત્ર ચાલી રહ્યું છે, આ વખતે સત્ર અત્યાર સુધી ખૂબ જ ઘોંઘાટભર્યું રહ્યું છે. સંસદની કાર્યવાહી આજે ફરી શરૂ થઈ. સત્રની કાર્યવાહી શરૂ થતાં જ કોંગ્રેસ સાંસદ પ્રિયંકા ગાંધીએ લોકસભામાં પ્રશ્ન પૂછ્યો હતો. પ્રિયંકા ગાંધીએ તેમના સંસદીય મતવિસ્તાર વાયનાડમાં માણસો અને પ્રાણીઓ વચ્ચે વધી રહેલા સંઘર્ષ અંગે પ્રશ્નો ઉઠાવ્યા હતા. પ્રિયંકા ગાંધીએ લોકસભામાં પૂછ્યું કે એક વર્ષમાં 90થી વધુ લોકો પ્રાણીઓના હુમલાથી પ્રભાવિત થયા છે. ગઈકાલે જ કોઈ પર જંગલી પ્રાણીઓ, એક જંગલી હાથી દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો. તેથી હું એ પણ પૂછવા માંગુ છું કે આ સંઘર્ષથી પ્રભાવિત ખેડૂતો અને સામાન્ય લોકો માટે વળતરની શું વ્યવસ્થા છે.

પ્રિયંકાના સવાલનો શું હતો જવાબ? :- પર્યાવરણ, વન અને જળવાયુ પરિવર્તન મંત્રી ભૂપેન્દ્ર યાદવે પ્રિયંકા ગાંધી વાડ્રાના પ્રશ્નનો જવાબ આપતા કહ્યું કે હું પોતે વાયનાડ પ્રદેશના ત્રણ તાલુકા વિસ્તારોમાં ગયા હતા, અમે એક આખી ટીમ બનાવી હતી. વહીવટીતંત્ર અને વન વિભાગ સાથે મળીને કામગીરી કરવામાં આવી હતી. આ જે વિસ્તાર છે તે કેરલ, તમિલનાડુ અને કર્ણાટકનો મોટો એરિયા છે, સંયુક્ત ક્ષેત્ર અંતર્ગત આ વિસ્તાર આવે છે..અમારી સરકાર દ્વારા જે કાર્ય કરવામાં આવ્યા છે, તેની કોપી હું પ્રોવાઇડ કરીશ

વાયનાડ માટે રાહત પેકેજની માંગ :- અગાઉ, કોંગ્રેસના મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રા અને કેરળના અન્ય કેટલાક સાંસદોએ શનિવારે સંસદ સંકુલમાં વાયનાડ ભૂસ્ખલન દુર્ઘટનાના પીડિતો માટે રાહત પેકેજની માંગ સાથે પ્રદર્શન કર્યું હતું. પ્રિયંકા ગાંધી અને અન્ય કેટલાક સાંસદો સંસદ ભવનના ‘મકર ગેટ’ પાસે એકઠા થયા અને ‘વાયનાડ સામે ભેદભાવ બંધ કરો’ના નારા લગાવ્યા. વાયનાડના લોકસભા સભ્ય પ્રિયંકા ગાંધીએ પત્રકારોને કહ્યું હતું કે, “સરકાર વાયનાડને વિશેષ પેકેજ આપવાનો ઇનકાર કરી રહી છે. અમે ગૃહ પ્રધાનને વિનંતી કરી છે અને વડા પ્રધાનને પત્ર લખ્યો છે. એ જ રીતે, હિમાચલ પ્રદેશમાં મોટાપાયે વિનાશ થયો છે અને તેઓ પણ કેન્દ્ર પાસેથી મદદ માંગી રહ્યા છે.

તેમણે આરોપ લગાવ્યો કે આ બંને કેસમાં કેન્દ્ર સરકાર રાજકીય કારણોસર પીડિતોને યોગ્ય સહાયથી વંચિત રાખી રહી છે. પ્રિયંકા ગાંધીએ કહ્યું હતું કે, “ભારતના નાગરિકો તરીકે, દરેક વ્યક્તિ સમાન વ્યવહારને પાત્ર છે અને કુદરતી આફતો અંગે કોઈ ભેદભાવ ન હોવો જોઈએ.

Related Posts

ઇસ્તંબુલમાં મુસ્લિમ દેશોની મહત્વપૂર્ણ બેઠક: ગાઝા યુદ્ધવિરામ અને યુદ્ધ પછીના માળખા પર ચર્ચા

વિશ્વના મુખ્ય મુસ્લિમ દેશોના વિદેશ પ્રધાનો ગાઝાની હાલત અને યુદ્ધવિરામ બાદની પરિસ્થિતિની સમીક્ષા કરવા માટે તુર્કીના ઇસ્તંબુલમાં એક મહત્વપૂર્ણ બેઠક માટે એકત્ર થયા. બેઠકમાં ગાઝામાં ચાલતા હુમલાઓ, શાંતિ પ્રક્રિયામાં વિલંબ,…

દિલ્હીના સાંસદોના ફ્લેટમાં ભીષણ આગ, છ ફાયર બ્રિગેડ વાહનો દ્વારા કાબુમાં લેવામાં આવી આગ

દિલ્હીના ડૉ. બિશંબર દાસ માર્ગ પર બ્રહ્મપુત્ર એપાર્ટમેન્ટમાં બુધવારે બપોરે આગ લાગી. સંસદ ભવનની નજીક હોવાથી, ગભરાટ ફેલાયો. છ ફાયર એન્જિન ઘટનાસ્થળે પહોંચ્યા અને લગભગ અડધા કલાક પછી આગને કાબુમાં…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *