રોપ-વે પ્રોજેક્ટના વિરોધમાં વૈષ્ણોદેવી સંઘર્ષ સમિતિ દ્વારા યાત્રાધામમાં આજથી 3 દિવસ બંધનું એલાન

વૈષ્ણોદેવી સંઘર્ષ સમિતિએ મુસાફરોની સુવિધા માટે બનાવવામાં આવી રહેલા રોપવે પ્રોજેક્ટના વિરોધમાં 25 ડિસેમ્બરથી ત્રણ દિવસ માટે કટરાને સંપૂર્ણ બંધ રાખવાની જાહેરાત કરી છે જેના કારણે ભક્તોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.ઉલ્લેખનીય છે કે અગાઉ મંગળવારે વૈષ્ણોદેવી સંઘર્ષ સમિતિ અને વહીવટીતંત્ર વચ્ચે વાતચીત થઈ હતી જે સફળ રહી હતી, વહીવટીતંત્રે ખાતરી આપી હતી કે આ પ્રોજેક્ટ બંધ કરવામાં આવશે, પરંતુ વૈષ્ણોદેવી સંઘર્ષ સમિતિ વહીવટીતંત્ર પાસેથી લેખિતમાં આ ખાતરી ઈચ્છે છે. હાલ વૈષ્ણોદેવી શ્રાઈન બોર્ડ દ્વારા બનાવવામાં આવી રહેલા રોપ-વેનું કામ બંધ કરી દેવામાં આવ્યું છે.

-> હડતાળ દરમિયાન શું બંધ ? :- આજે બંધના પ્રથમ દિવસે, કટરામાં તમામ દુકાનો અને વ્યવસાયિક સંસ્થાઓ બંધ રહી છે, આ સાથે, 14 કિમી પેસેન્જર ટ્રેક પર કાર્ટ ડ્રાઇવરો અને પાલખીવાળા પણ હડતાળમાં જોડાયા હતા અને વિરોધ કર્યો હતો. જેથી મુસાફરોને બીજુ બધુ તો ઠીક પાલખી સુદ્ધા નથી મળી શકી રહી.

-> વૈષ્ણોદેવી રોપવે પ્રોજેક્ટ શું છે? :- કટરાથી મંદિરનું અંતર 14 કિલોમીટર હોવાનું કહેવાય છે, જો આ રોપ-વે બનાવવામાં આવે તો વૈષ્ણો દેવી મંદિર સુધીની યાત્રા 1 કલાકમાં પૂર્ણ થઈ જશે, આ પ્રોજેક્ટને બનાવવામાં લગભગ 300 કરોડ રૂપિયાનો ખર્ચ થશે. આશા છે કે આનાથી ભક્તોને ઘણો ફાયદો થશે, એવું કહેવામાં આવી રહ્યું છે કે એક સમયે આ રોપ-વેથી 1000 લોકોનું પરિવહન થઈ શકે છે.

આ બંધને કારણે દેશભરમાંથી શ્રી માતા વૈષ્ણો દેવી, કટરા પહોંચતા શ્રદ્ધાળુઓને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. માતાના દર્શન માટે અમૃતસરથી કટરા પહોંચેલા શ્રદ્ધાળુઓએ દાવો કર્યો હતો કે તેમને આ હડતાળ વિશે કોઈ માહિતી નથી અને હવે આ હડતાળને કારણે તેમને ન તો ખાવાનું મળી રહ્યું છે અને ન તો કોઈ પરિવહનની સુવિધા મળી રહી છે.

Related Posts

જામનગરમાં કાલાવાડ–ધોરાજી હાઇવે બંધ! વરસાદે ધોયું ડાયવર્ઝન, વાહનચાલકો સાવધાન.

જામનગરમાં મેઘતાંડવ: ધોધમાર વરસાદે ધોયું કાલાવાડ–ધોરાજી હાઇવેનું ડાયવર્ઝન, વાહનવ્યવહાર ઠપ! જામનગર: જામનગર જિલ્લામાં છેલ્લા કેટલાક સમયથી વરસી રહેલા અવિરત અને ધોધમાર વરસાદે જનજીવનને ભારે અસર પહોંચાડી છે. આ વરસાદી માહોલ…

મેઘરાજાનો બીજો રાઉન્ડ: IMDએ કરી આગાહી, આગામી ૩ દિવસ ગુજરાત માટે રહેશે ભારે.

ગુજરાતમાં મેઘતાંડવનું એલર્ટ: એકસાથે અનેક વરસાદી સિસ્ટમ સક્રિય, IMDની મોટી આગાહી! ગાંધીનગર: ગુજરાત પર ફરી એકવાર મેઘરાજા મહેરબાન થવાના એંધાણ વર્તાઈ રહ્યા છે. હવામાન વિભાગ (IMD) દ્વારા રાજ્યભરમાં આગામી થોડા…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *