રાજકોટમાં આવકવેરા વિભાગનો સપાટો, 500થી વધુ લોકોને ફટકારી નોટિસ

B INDIA રાજકોટ : રાજકોટમાં આવક વેરા વિભાગે 500થી વધુ લોકોને નોટિસ ફટકારી છે. લોકોએ રીર્ટન ભરતી વખતે દર્શાવેલ માહિતીના આધાર પર વિભાગ દ્વારા કાર્યવાહી હાથ ધરાવામાં આવી હતી. એકસાથે 500થી વધુ લોકોને નોટિસ ફટકારતા વેપારી અને બિલ્ડર લોબીમાં ફફડાટ જોવા મળ્યો છે.2019-2020ના રીટર્નની માહિતીની ચકાસણીમાં 3 ગણો ખર્ચ વિભાગના ધ્યાનમાં આવ્યો છે. રીટર્નમાં કેટલાક લોકોએ તેમની આવક કરતાં ત્રણ ગણો ખર્ચ બતાવ્યો હતો. આ લોકોએ સોનું, પ્રોપર્ટી અને અન્ય લક્ઝરી વસ્તુઓની ખરીદી કરી હતી. આ તમામની કેટલી ખરીદી થઈ હોવાના આંકડા રીટર્નમાં સામે આવ્યા હતા. જેના આધાર પર આ ખર્ચની તેમની આવક સાથે સરખામણી કરતાં અનિશ્ચિતતા સામે આવી હતી.

દર વર્ષે વેપારી હોય કે બિલ્ડર અથવા તો પછી નોકરી કરનારા તમામ નાગરિકો દ્વારા રિટર્ન ભરવામાં આવતું હોય છે. રીટર્નમાં આવક દર્શાવવામાં આવે છે. સોની વેપારીઓ અને બિલ્ડરો મોટાભાગે રોકડમાં વ્યવહારો કરે છે. આપણે જ્યારે સોનું, પ્રોપર્ટી કે લકઝરી વસ્તુઓની ખરીદી કરતા હોઈએ છીએ. ત્યારે આપણે બિલ લઈએ છીએ. આ બિલમાં વસ્તુની ખરીદી મુજબ ટેક્સ લાગતો હોય છે. તેમજ પ્રોપર્ટીમાં રજીસ્ટ્રેશન કરાતું હોય છે.સરકારે વર્ષ 2015માં આવકવેરાના કાયદાની કલમમાં કેટલાક ફેરફાર કર્યા હતા. કલમ 269SS, 269T, 271D અને 271E માં કરેલ ફેરફાર મુજબ કોઈપણ વ્યક્તિ 19,999 રૂપિયા સુધીના જ રોકડ વ્યવહાર કરી શકે છે. અને જો આ નિયમનું પાલન ના કરવામાં આવે તો વિભાગ તરફથી નોટીસ મળે છે.

પ્રોપર્ટી રજીસ્ટ્રેશનની માહિતી તેમજ સોના જેવી કિમતી વસ્તુઓ ખરીદીના બીલની માહિતી પરથી આવક વિભાગ તમારી વિગતો મેળવે છે. સોનું, પ્રોપર્ટી અને અન્ય લક્ઝરી વસ્તુઓની ખરીદીમાં લાગતા ટેક્સ પરથી સરકારને જે – તે વ્યક્તિએ કરેલ વસ્તુની ખરીદીની વિગતો મળી રહે છે. અને જ્યારે રીટર્ન ભરવામાં આવે ત્યારે આ ખર્ચ બતાવવામાં આવતો નથી. આથી જ હાલમાં આવક વેરા વિભાગ દ્વારા 2019-2020ના રીટર્નની ચકાસણી કરવામાં આવી ત્યારે અનેક લોકોના આવક કરતાં ખર્ચ વધુ જોવા મળ્યો. આથી વિભાગે 500થી વધુ લોકોને નોટિસ ફટકારી જવાબ આપવા કહ્યું. નોટિસ મળતા લક્ઝરી લાઇફ જીવતા લોકોમાં ફફડાટ ફેલાઇ ગયો છે.

Related Posts

ગુજરાતમાં એપ્રિલમાં પણ માવઠું યથાવત્: ગાજવીજ સાથે વરસાદની આગાહી

ગુજરાતમાં ઉનાળાની શરૂઆત છતાં માવઠું હજુ યથાવત્ રહેવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. હવામાન વિભાગ મુજબ 2 એપ્રિલથી નવું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થવાના કારણે રાજ્યના અનેક વિસ્તારોમાં ગાજવીજ સાથે કમોસમી…

મોરબી જિલ્લામાં શોક: કોંગ્રેસ પ્રમુખ કિશોરભાઈ ચીખલિયાનું હાર્ટ એટેકથી નિધન

મોરબી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ કિશોરભાઈ ચીખલિયા રાત્રી દરમિયાન હાર્ટ એટેકના કારણે નિધન પામ્યા. હાલ તેમના પાર્થિવ દેહને મોરબી સિવિલ હોસ્પિટલમાં લઈ જવાયું છે, જ્યાં મોટી સંખ્યામાં કાર્યકરો ઉપસ્થિત રહ્યા છે.…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *