સોમનાથ મહાદેવના સાનિધ્યમાં મહાશિવરાત્રિ મહોત્સવની ઉજવણી કરવામાં આવશે. જેમાં ત્રિ-દિવસીય ‘સોમનાથ મહોત્સવ’નો પ્રારંભ થશે. જેનો આજે CM ભૂપેન્દ્ર પટેલ મહોત્સવનો પ્રારંભ કરાવશે. તેમજ આ પ્રોગામમાં પદ્મશ્રી, પદ્મભૂષણ, પદ્મવિભૂષણ સન્માનિત જોડાશે.
-> વિવિધ કાર્યક્રમનું આયોજન :- 24 થી 26 ફેબ્રુઆરી સુધી કલા દ્વારા આ આરાધનાનો અલૌકિક ઉત્સવ ઉજવવામાં આવશે. ત્રિવેણી ઘાટે દરરોજ સાંજે સંગમ આરતી, વાઘમ-નાદસ્ય યાત્રા ઉપર પ્રદર્શન પણ યોજાશે. તેમજ રાજ્યમાં સૌ પ્રથમ વાર યોજાનાર સોમનાથ મહોત્સવમાં પદ્મશ્રી, પદ્મભૂષણ અને પદ્મવિભૂષણ સન્માનિત ભારતીય કલાકારો દ્વારા નૃત્ય-સંગીત મહોત્સવ મનાવવામાં આવશે.
-> વિશેષ બસ દોડશે :- આ ત્રિ-દિવસીય મહોત્સવ દરમ્યાન ગુજરાત રાજય માર્ગ વાહન વ્યવહાર નિગમ, જૂનાગઢ વિભાગ દ્રારા યાત્રિકોને વેરાવળ બસ સ્ટેશનથી સોમનાથ મહાશીવરાત્રી મહોત્સવ સ્થળ (સમુદ્ર દર્શન પથ પાસેનું મેદાન) સુધી જવા તેમજ પરત આવવા માટે એક્સ્ટ્રા બસ સર્વિસનું આયોજન કરવામાં આવ્યું છે.








