મહારાષ્ટ્રમાં ઇવીએમ પર સવાલ ઉઠાવી તેને હિંસા સુધી પહોંચાડવાનું સમગ્ર ષડયંત્ર રચાયું હોવાનો ઘટસ્ફોટ

મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે તાજેતરમાં શહેરી નક્સલવાદ અને ઈવીએમ અંગે ગૃહને માહિતી આપતા કાઠમંડુમાં યોજાયેલી બેઠકનો ઉલ્લેખ કર્યો હતો. એક ખુબજ પ્રસિદ્ધ મીડિયા હાઉસ દ્વારા આ બેઠક વિશે વિશેષ માહિતી આપતો અહેવાલ રજુ કર્યો છે.
આ અહેવાલમાં દર્શાવ્યા મુજબ તેમને જે માહિતી પ્રાપ્ત થઇ છે તે અનુસાર, 12 અને 14 નવેમ્બર 2023 વચ્ચે કાઠમંડુના કાંતિપુર વિસ્તારમાં માઓવાદીઓની એક ઉચ્ચ સ્તરીય બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. આ બેઠક ખાસ કરીને માઓવાદીઓના ટોચના કમાન્ડરોની હતી. આ બેઠકમાં ભારત, નેપાળ, બાંગ્લાદેશ અને મણિપુરના માઓવાદી કમ્યુનિસ્ટ પાર્ટીના સભ્યોએ ભાગ લીધો હતો. આ બેઠકમાં મહત્વની રણનીતિઓ પર ચર્ચા કરવામાં આવી હતી.

-> મહારાષ્ટ્રના ચારથી પાંચ લોકો સામેલ છે :- આ બેઠકમાં મહારાષ્ટ્રના ઓછામાં ઓછા ચારથી પાંચ લોકો પણ હાજર હતા, જેમાં એક અગ્રણી બૌદ્ધિક પણ સામેલ હતા. આ બૌદ્ધિક ભારત જોડો અભિયાન સાથે સંકળાયેલા હતા અને કોંગ્રેસ અને રાહુલ ગાંધી દ્વારા આયોજિત આ અભિયાનનો સક્રિય ભાગ હતા. મહારાષ્ટ્ર ચૂંટણી દરમિયાન આ વ્યક્તિએ બંધારણની રક્ષાના મુદ્દા સાથે આંદોલન પણ કર્યું હતું અને સરકાર વિરોધી નારા લગાવ્યા હતા.

-> માઓવાદીઓએ ચોંકાવનારી સૂચનાઓ આપી હતી :- કાઠમંડુની બેઠક બાદ માઓવાદીઓને આગામી પગલાઓ માટે નવી સૂચનાઓ આપવામાં આવી હતી. ખાસ કરીને મહારાષ્ટ્ર અને સમગ્ર દેશમાં ઈવીએમ વિરુદ્ધ મોટું આંદોલન ચલાવવાની યોજના ઘડી કાઢવામાં આવી હતી. બેઠકમાં આ આંદોલનને ચાર તબક્કામાં વિભાજીત કરીને અમલમાં મૂકવા સૂચના આપવામાં આવી હતી.

-> પ્રથમ તબક્કો :- મીડિયા અને સમાજ દ્વારા ઈવીએમ પર શંકા પેદા કરીને આરોપો લગાવવામાં આવશે જેથી લોકોમાં શંકાનું વાતાવરણ સર્જાય.

-> બીજો તબક્કો :- મહારાષ્ટ્રની સાથે અન્ય રાજ્યો પણ ઈવીએમ સામે અવાજ ઉઠાવશે અને બેલેટ પેપર દ્વારા ચૂંટણી કરાવવાની માંગણી કરાશે.

-> ત્રીજો તબક્કો :- મહારાષ્ટ્રમાં, મહાગઠબંધન સરકારથી નારાજ સમાજના વિવિધ વર્ગો, ખાસ કરીને મુસ્લિમ, દલિત અને ઓબીસી સમુદાયોને શેરીઓમાં લઈને સરકાર વિરુદ્ધ વાતાવરણ બનાવવામાં આવશે.

-> ચોથો તબક્કો :- અંતે, યોજના હિંસક ચળવળમાં ફેરવવાની છે જેમાં સરકાર સામે શેરી લડાઈ શરૂ કરવામાં આવશે, અને અરાજકતાની સ્થિતિનો આક્ષેપ કરવામાં આવશે.

-> માઓવાદીઓએ મોટું ષડયંત્ર રચ્યું હતું :- કાઠમંડુમાં આયોજિત આ બેઠક બાદ માઓવાદીઓના ટોચના કમાન્ડરોએ તેમના કેડરોને આ વ્યૂહાત્મક સૂચનાઓ લાગુ કરવા જણાવ્યું છે. આનાથી સ્પષ્ટ થાય છે કે આગામી સમયમાં મહારાષ્ટ્ર અને દેશના રાજકીય વાતાવરણને પ્રભાવિત કરવા માઓવાદીઓ દ્વારા મોટા પાયે ષડયંત્ર રચવામાં આવી રહ્યું છે.

Related Posts

2026 : ઉપવાસ માટે પરફેક્ટ: પૌષ્ટિક અને હેલ્ધી મખાણા ખીર રેસિપી Rich & Creamy

Makhana Kheer Recipe in Gujarati: શ્રાવણના ઉપવાસ માટે હેલ્ધી, ટેસ્ટી અને એનર્જીથી ભરપૂર મખાણા ખીર બનાવવાની સરળ રીત શ્રાવણ માસ ભગવાન શિવની ભક્તિ, ઉપવાસ અને આધ્યાત્મિક સાધનાનો પવિત્ર સમય માનવામાં…

શ્રાવણ સ્પેશિયલ: માત્ર 15મિનિટમાં બનાવો નોન-સ્ટીકી સાબુદાણા ખીચડી Delicious

Sabudana Khichdi Recipe in Gujarati: શ્રાવણના ઉપવાસ માટે સરળ, સ્વાદિષ્ટ અને પૌષ્ટિક વાનગી શ્રાવણ માસ ભગવાન શિવની ભક્તિ અને ઉપવાસ માટે સૌથી પવિત્ર મહિનાઓમાંનો એક માનવામાં આવે છે. આ સમગ્ર…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *