મહાકુંભ દુર્ઘટનાની ટ્રાવેલ્સ એજન્સીઓ પર અસર, અમદાવાદમાં બુકિંગ કરાયું બંધ

મહાકુંભમાં દુર્ઘટના બાદ અમદાવાદમાં ટ્રાવેલ એજન્સીઓએ બુકિંગ બંધ કર્યા છે. તેમજ દુર્ઘટનાના સમાચાર બાદ શ્રદ્ધાળુઓની ડિમાન્ડ પણ ઘટી છે. તેમજ પ્રયાગરાજ જવા માટે કરાવેલ બુકિંગ પણ કેટલાક યાત્રીઓએ કેન્સલ કરાવ્યા છે. 28 જાન્યુઆરીએ મોડી રાતે પ્રયાગરાજના સંગમ નોઝ પર થયેલી નાસભાગમાં 30થી વધુ લોકો માર્યાં હોવાનું મેળા પ્રશાસને જાહેર કર્યું છે. મહાકુંભ મેળા પ્રશાસને એવું પણ કહ્યું કે, નાસભાગમાં 60થી વધુ લોકો ઘાયલ થયાં છે. જોકે આતો સત્તાવાર આંકડો છે પરંતુ મોત તેનાથી પણ વધારે હોઈ શકે છે. પીએમ મોદી અને સીએમ યોગી આદિત્યનાથે આ દુર્ઘટના પર શોક વ્યક્ત કર્યો હતો.

મહાકુંભના ડીઆઈજી વૈભવ કૃષ્ણાએ નાસભાગ કેવી રીતે થઈ? તેનો આખો ચિતાર આપ્યો છે. તેમણે કહ્યું કે બ્રહ્મ મુહૂર્તમા અખરા માર્ગ પર મોટું ટોળું ભેગું થયું હતું. આ ટોળાને કારણે બીજી બાજુએ રહેલી બેરિકેડ તૂટી અને તેઓ બીજી બાજુએ સ્નાનની રાહ જોઈ રહેલા લોકો પર ફરી વળ્યાં હતા જેમાંથી 90 લોકોને હોસ્પિટલ લઈ જવાયાં અને 30 લોકોના મોત થયાં છે અને 60 ઘાયલ થયાં છે. 30માંથી 25 ઓળખ થઈ છે બાકીનાની ઓળખ ચાલુ છે જેમાં 4 કર્ણાટકના, 1 આસામ, 1 ગુજરાતનો છે.

-> અગાઉ પણ મહાકુંભમાં દુર્ઘટના ઘટી હતી :- ઉલ્લેખનીય છે કે મહાકુંભમાં આ બીજી મોટી દુર્ઘટના છે. આ પહેલા મહાકુંભ મેળામાં કેમ્પમાં મોટી આગ લાગી હતી જેમાં ઘણો સામાન બળીને ખાખ થઈ ગયો હતો જોકે સદનસીબે કોઈ જાનહાની થઈ નહોતી.

Related Posts

વિકાસનો મહાકુંભ: PM મોદી વાવ-થરાદથી ગુજરાતને ₹19,800 કરોડના વિકાસકાર્યોની આપશે ભેટ

વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી આગામી 31 માર્ચના રોજ ગુજરાતની મુલાકાતે, વાવ-થરાદ ખાતે ₹19,800 કરોડથી વધુના વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે * ભારત સરકારના ઊર્જા, માર્ગ-પરિવહન અને હાઇવે તેમજ રેલવે મંત્રાલયના…

સંસ્કૃતની સમૃદ્ધિ જ સંસ્કૃતિની સમૃદ્ધિ: ગાંધીનગરમાં શિક્ષણ મંત્રીની ઉપસ્થિતિમાં યોજાયો ભવ્ય ‘સંસ્કૃત સન્માન સમારોહ’

સંસ્કૃતની સમૃદ્ધિ જ સંસ્કૃતિની સમૃદ્ધિ …………. શિક્ષણ મંત્રી ડૉ. પ્રદ્યુમન વાજાની પ્રેરક ઉપસ્થિતિમાં લોકભવન, ગાંધીનગર ખાતે રાજ્યસ્તરીય ‘સંસ્કૃત સન્માન સમારોહ યોજાયો …………… “સંસ્કૃત ભાષા આપણા સાંસ્કૃતિક વારસાની આત્મા છે.” :…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *