પરિણીતાને તાલિબાની સજા! દાહોદમાં અર્ધનગ્ન હાલતમાં કાઢ્યું સરઘસ

B INDIA દાહોદ : દાહોદમાં પરિણીતાને તાલિબાની સજા અપાઈ હતી. સંજેલી તાલુકાના ઢાલસીમળ ગામમાં પરિણીતાને અર્ધનગ્ન કરીને સરઘસ કાઢવામાં આવ્યું છે. તાલિબાની સજાનો આ વીડિયો વાઇરલ થતાં ખળભળાટ મચી ગયો છે.દાહોદના સંજેલી તાલુકામાં રહેતી 35 વર્ષની પરિણીતાને ગામમાં રહેતા ગોવિંદ રાઠોડ સાથે સંબંધ હતો. તે 28મી જાન્યુઆરીના રોજ તેના પ્રેમી ગોવિંદનાં ઘેર મળવા ગઈ હતી. ત્યારે ઢાલસીમળ, સંતરામપુર, ગલાલપુરા અને રૂપાખેડા ગામના લોકો મળીને પ્રેમીના ઘરમાં ઘૂસી ગયા હતા.

ગુજરાતને શર્મસાર કરતી ઘટના! મહિલાને અર્ધનગ્ન કરીને વરઘોડો કાઢ્યો, હાથે  સાંકળ બાંધી આખા ગામમાં ફેરવી

જ્યાં પરિણીતાને પ્રેમીના ઘરમાંથી બહાર કાઢી ઢોર માર માર્યો હતો. જે બાદ પરિણીતાને અર્ધનગ્ન કરી બાઇક પાછળ સાંકળ સાથે બાંધી ઢાલસીમળ ગામે જાહેર રોડ પર ઘસડીને લઈ જવામાં આવી હતી.આ લોકોએ પરિણીતાને આવી જ અર્ધનગ્ન હાલતમાં સસરાના નવા મકાને લઈ જઈ ત્યાંથી તેના ઘરે લાવ્યા હતા. પરિણીતાને રોડ પર ઢસડતા ટોળામાંથી જ કેટલાક લોકોએ આ સમગ્ર ઘટનાનો વીડિયો પોતાના મોબાઇલમાં કેદ કર્યો હતો.

ગુજરાતને શર્મસાર કરતી ઘટના! મહિલાને અર્ધનગ્ન કરીને વરઘોડો કાઢ્યો, હાથે  સાંકળ બાંધી આખા ગામમાં ફેરવી

જે બાદ આ વીડિયોને સોશિયલ મીડિયામાં વાઇરલ કરી દીધો હતો.આ વીડિયો વાઇરલ થતાની સાથે જ દાહોદ પોલીસે તપાસ હાથ ધરી હતી. પોલીસ ભોગ બનનાર પીડિતા પાસે પણ પહોંચીને તેનું નિવેદન લીધું હતું. પોલીસે 15 લોકો સામે વિરુદ્ધ નામજોગ ગુનો નોંધ્યો હતો. અને આગળની તપાસ હાથ ધરી છે.

Related Posts

યુરોપના જંગલોમાં લાગેલી આગનો ફેલાવો: બચાવ કામગીરી શરૂ, હજારો લોકોનું સ્થળાંતર

યુરોપના અનેક દેશોમાં ઉનાળાની તીવ્ર ગરમી અને સૂકા હવામાન વચ્ચે જંગલની આગ (Wildfire) ગંભીર સ્વરૂપ ધારણ કરી રહી છે. ખાસ કરીને ફ્રાન્સ, સ્પેન અને અન્ય કેટલાક યુરોપીયન વિસ્તારોમાં વાઇલ્ડફાયર ઝડપથી…

દૈનિક જીવન અને કામમાં AI ના જાદુઈ ઉપયોગો: પ્રોડક્ટિવિટી વધારવાની નવી રીત

છેલ્લા કેટલાક વર્ષોમાં Artificial Intelligence (AI) ટેક્નોલોજીએ સમગ્ર વિશ્વમાં કામ કરવાની રીત બદલી નાખી છે. એક સમય હતો જ્યારે AI માત્ર વૈજ્ઞાનિકો અને મોટી ટેક કંપનીઓ સુધી મર્યાદિત હતું, પરંતુ…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *