ભાવનગરમાં સગીરા સાથે સામૂહિક દુષ્કર્મ, 2 આરોપી ધરપકડ,1 ફરાર

B INDIA ભાવનગર : ભાવનગરમાં નરાધમોએ સગીરા સામે સામૂહિક દુષ્કર્મ આચર્યું હોવાની ઘટના બની છે. બગદાણામાં 3 નરાધમોએ સગીરા પર દુષ્કર્મ આચર્યુ છે. એકલતાનો લાભ લઈ 3 મહિના સુધી દુષ્કર્મ કર્યુ હોવાની વાત સામે આવી છે.ત્યારે પોલીસે બે આરોપીની ધરપકડ કરી છે જયારે એક આરોપી ફરાર થયો છે. ત્યારે તેને શોધવા માટે પોલીસે તપાસ હાથ ધરી છે.

જો કે, પોલીસ આ બાબતે ફરિયાદ પણ લેતી ન હતી અને ફરિયાદીને સાંભળતી પણ ન હોવાની વાત સામે આવી હતી. જયારે પરિવાર દ્વારા આ સમગ્ર ઘટનાને લઈ ચાઈલ્ડ વેલ્ફેર કમિટીને રજૂઆત કરી હતી. અને કમિટીએ પોલીસને રજૂઆત કરી ત્યારબાદ પોલીસે ફરિયાદ નોંધી હતી. આ સમગ્ર ઘટનાને લઈ બગદાણા પોલીસે એક આરોપીની શોધખોળ અને બે આરોપીને જેલ હવાલે કર્યા છે.

-> પોલીસે લીધા નિવેદન :- પોલીસે ફરિયાદ નોંધતાની સાથે જ બાતમીના આધારે આરોપી ભરત દુધરેજીયા અને ઘનશ્યામને જેલ હવાલે કર્યા છે. પોલીસે સગીરાના તમામ રીપોર્ટ અને ઘટના સ્થળનું પંચનામુ કરી સગીરાના માતા-પિતાના પણ નિવેદન લીધા છે,ત્યારે સગીરા આરોપીઓના સંપર્કમાં કઈ રીતે આવી તેને લઈ પોલીસે પણ સગીરાની પૂછપરછ હાથધરી છે.ત્યારે અન્ય એક આરોપી ઝડપાય ત્યારે વધુ ખુલાસા થવાની શકયતાઓ રહેલી છે.બગદાણા પંથકમાં અલગ-અલગ જગ્યાએ આરોપીઓએ સગીરા સાથે દુષ્કર્મ આચર્યુ છે.

-> પોલીસ તપાસમાં ખુલાસો :- પોલીસની તપાસમાં ખુલાસો થયો હતો કે,10 વર્ષીય સગીરાના પિતા નોકરીની શોધમાં હતા ત્યારે દેગવડા ગામના ભરત દુધરેજીયાએ નોકરીની લાલચ આપી સગીરા તેના પિતા અને દાદીને આશ્રય આપ્યો હતો અને સગીરાની એકલતાનો લાભ લઈ ભરત દુધરેજીયાએ અનેક વખત દુષ્કર્મ આચર્યા બાદ મોટા ખૂંટવડાનો કાનો લાલજી મેર અને ઘનશ્યામ નામના શખ્સને દુષ્કર્મ આચરાયું હતુ.

Related Posts

ગુજરાતમાં એપ્રિલમાં પણ માવઠું યથાવત્: ગાજવીજ સાથે વરસાદની આગાહી

ગુજરાતમાં ઉનાળાની શરૂઆત છતાં માવઠું હજુ યથાવત્ રહેવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. હવામાન વિભાગ મુજબ 2 એપ્રિલથી નવું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થવાના કારણે રાજ્યના અનેક વિસ્તારોમાં ગાજવીજ સાથે કમોસમી…

મોરબી જિલ્લામાં શોક: કોંગ્રેસ પ્રમુખ કિશોરભાઈ ચીખલિયાનું હાર્ટ એટેકથી નિધન

મોરબી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ કિશોરભાઈ ચીખલિયા રાત્રી દરમિયાન હાર્ટ એટેકના કારણે નિધન પામ્યા. હાલ તેમના પાર્થિવ દેહને મોરબી સિવિલ હોસ્પિટલમાં લઈ જવાયું છે, જ્યાં મોટી સંખ્યામાં કાર્યકરો ઉપસ્થિત રહ્યા છે.…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *