અમરેલીમાં શ્વાનનો આતંક, છેલ્લા 24 કલાકમાં શ્વાને 15થી વધુ લોકોને ભર્યા બચકા

B INDIA અમરેલી : અમરેલીમાં રખડતા શ્વાનનો આતંક દિવસેને દિવસે વધી રહ્યો છે.છેલ્લા 24 કલાકમાં 15થી વધુ લોકોને શ્વાને બચકાં ભર્યા છે. રખડતા કૂતરાંએ બાળકી ઉપર હુમલો કર્યો હોય તેવા સીસીટીવી વાયરલ થયા છે. તો બ્રાહ્મણ સોસાયટી વિસ્તારમાં સૌથી વધારે શ્વાનનો આતંક વર્તાઈ આવ્યો છે.

બ્રાહ્મણ સોસાયટી વિસ્તારમાં શ્વાન કરડવાના બનાવો વધી રહ્યાં છે,જેમાં 24 કલાક દરમિયાન 15થી વધુ લોકો ઉપર શ્વાને હુમલો કરતા લોકોમાં ફફડાટ વ્યાપ્યો છે. સૌથી વધુ બાળકોને શ્વાન દ્વારા ટાર્ગેટ કરવામાં આવી રહ્યાં હોય તેમ લાગી રહ્યું છે. લોકો રોડ પરથી જઈ રહ્યાં હોય તો શ્વાન અચાનક આવીને બચકું ભરીને જતા રહેતા હોય છે. અમરેલી હોસ્પિટલમાં શ્વાન કરડવાને લઈ અલગ-અલગ કેસો નોંધાયા છે. 1 શ્વાનને હડકવા હોવાની આશંકા સેવાઈ રહી છે.

-> તંત્ર દ્વારા નથી કરતી કોઈ કામગીરી :- શહેરમાં શ્વાનનાં આતંકનાં પગલે સ્થાનિકોઓએ આક્ષેપ કર્યો છે કે, નગરપાલિકાને આ બાબતે જાણ છે તેમ છત્તા તે કામગીરી કરતી નથી અને શ્વાનને પાંજરે પૂરતી નથી,નગરપાલિકામાં સ્થાનિકોએ રજૂઆત કરી છે તેમ છત્તા કોઈ નિરાકરણ નહી આવ્યું હોવાની વાત સામે આવી છે.

Related Posts

USA દરિયામાં 9 મહિનાથી ફસાયેલા નૌસૈનિકોની હાલત શું ? Unbreakable Spirit

સવારે મારી આંખ ન ખુલે તો સારું…’: દરિયામાં કૂદવાનો પ્રયાસ, 9 મહિનાથી સમુદ્રમાં ફસાયેલા USA નૌસૈનિકોની હાલત શું?  9 મહિનાથી સમુદ્રમાં તૈનાત USA નૌસૈનિકો માનસિક અને શારીરિક મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા હોવાના અહેવાલો સામે આવ્યા છે. જાણો સમગ્ર મામલો. USA નૌસેનાને લઈને એક ગંભીર અને ચિંતાજનક અહેવાલ સામે આવ્યો છે. લાંબા સમયથી સમુદ્રમાં તૈનાત USA નૌસૈનિકો ભારે માનસિક અને શારીરિક દબાણનો સામનો કરી રહ્યા હોવાના દાવા કરવામાં આવ્યા છે. અહેવાલમાં કેટલાક નૌસૈનિકોની સ્થિતિ એટલી ગંભીર હોવાનું જણાવાયું છે કે તેમણે દરિયામાં કૂદવાનો પ્રયાસ કર્યો હોવાની વાત સામે આવી છે.લાંબા સમય સુધી પરિવારથી દૂર રહેવું, સતત દરિયામાં ફરજ બજાવવી, ઊંઘની અછત અને યુદ્ધ જેવી પરિસ્થિતિનું જોખમ નૌસૈનિકો માટે ગંભીર પડકાર બની શકે છે. 9 મહિનાથી સમુદ્રમાં તૈનાત…

IPO Action Strong Debut On August 14: શેરબજાર અને IPOમાં મોટો ધમાકો

August આજના IPO સમાચાર: Shiprocket અને BL Engineering IPO માટે આજે છેલ્લો દિવસ, LEAP Indiaનું લિસ્ટિંગ 14 ઓગસ્ટ 2026ના આજના IPO અને શેરબજારના સમાચાર જાણો. Shiprocket અને BL Engineering IPOની બિડિંગ આજે બંધ થશે, જ્યારે LEAP India અને Technocraft Venturesના શેરનું લિસ્ટિંગ થયું છે. ભારતીય શેરબજારમાં આજે એટલે કે 14 ઓગસ્ટ 2026ના રોજ IPO સેગમેન્ટમાં ખાસ હલચલ જોવા મળી રહી છે. રોકાણકારોની નજર ખાસ કરીને Shiprocket IPO અને BL Engineering IPO પર છે, કારણ કે બંને IPOમાં બિડિંગ કરવાનો આજે છેલ્લો દિવસ છે. બીજી તરફ શેરબજારમાં LEAP Indiaના શેરનું NSE અને BSE પર લિસ્ટિંગ થયું છે. આ ઉપરાંત Technocraft Venturesના શેરની પણ બજારમાં એન્ટ્રી થઈ છે. August Shiprocket IPO માટે આજે છેલ્લો દિવસ August Shiprocket IPO…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *