ભાવનગરમાં દીપડાની દહેશત, નવા સાંગણા ગામે દીપડાએ ખેતરમાં ઘુસીને વાછરડીનું કર્યુ મારણ

B INDIA ભાવનગર : ભાવનગરમાં દીપડાએ આતંક મચાવ્યો છે. તળાજા તાલુકાના નવા સાંગણા ગામે મોડી રાત્રીના સમયે દીપડાએ ખેતરમાં ઘુસીને વાછરડીનું મારણ કર્યુ છે. દીપડાના આતંકથી ખેડૂતો ત્રાહિમામ થઈ ગયા છે. અને અનેકવાર રજૂઆત કરવા છતાં ફોરેસ્ટ વિભાગ ઘોર નિદ્રામાં દેખાઈ રહ્યું છે. ખેડૂતોના માલઢોર ઉપર છાશવારે દીપડો હુમલો કરી રહ્યો છે.

જેને લઈને આસપાસના વિસ્તારમાં ભયનો માહોલ છવાયો છે. તો બીજી તરફ ગ્રામજનો આક્ષેપ કરી રહ્યા છે કે, વન વિભાગને પણ આ વાતની જાણ છે તેમ છત્તા વન વિભાગ દીપડાને પકડવાનું કામ નથી કરી રહ્યું, ,આ વાત એક વખતની નથી લાંબા સમયથી છે. દીપડાએ અનેક વાર વાડામાં જંપલાવીને મારણ કરતો હોય છે.

-> દીપડાએ કર્યુ પશુનું મારણ :- મહિસાગર જિલ્લાના વિરપુર તાલુકામાં જંગલમાં આવેલા કદમખંડી વિસ્તારમાં દીપડાએ દેખા દીધી છે. કદમખંડી વિસ્તારમાં રહેતા મોહનભાઈ સરદારભાઈ બારિયાના ઘર આગળ બાંધેલા વાછરડાંનું દીપડાએ મારણ કર્યું હતું. દીપડાએ મારણ કર્યું હોવાની વાતથી ગામની આસપાસના પંથકમાં ભયનો માહોલ ફેલાયો છે. વિરપુર તાલુકાના રસુલપુર ગામ ખાતે આવેલા કદમખંડી વિસ્તારમાં શિકારની શોધમાં નીકળેલો દીપડો ઘર સુધી પહોંચી ગયો હતો. જ્યાં ઘરની સામે બાંધેલા વાછરડાને લઈને જંગલ વિસ્તારમાં ભાગી ગયો હતો પછી વાછરડાનું મારણ કરી આહાર કર્યો હતો.

Related Posts

ચૈત્ર નવરાત્રી 2026: આજ નવરાત્રીનો બીજો દિવસ, કરો માતા બ્રહ્મચારિણીની ઉપાસના, જાણો પૂજન વિધિ

ચૈત્ર નવરાત્રી નવ દિવસોનું પવિત્ર હિંદુ તહેવાર છે, જેમાં મા દુર્ગાના અલગ-અલગ સ્વરૂપોની પૂજા કરવામાં આવે છે. દરેક દિવસ દેવીના એક વિશેષ સ્વરૂપને સમર્પિત હોય છે. નવરાત્રી 2026 ના બીજા…

નવવર્ષ 2083: ઘર-પરિવારમાં ખુશહાલી લાવવાના સરળ ઉપાય, જાણો શું કરવું શુભ

આજે ચૈત્ર માસના શુક્લ પક્ષની પ્રતિપદા તિથિ છે. આજથી હિંદુ નવવર્ષની શરૂઆત થઈ ગઈ છે. આ વિક్రమ સંવત 2083 છે, જે 07 એપ્રિલ 2027 સુધી ચાલશે. આજ મહારાષ્ટ્રમાં ગુડી પડવા…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *