કચ્છમાં 41 વર્ષ આવ્યો ચૂકાદો, તત્કાલીન SP કુલદીપ શર્માને કોર્ટે ફટકારી સજા, સામાજિક કાર્યકરને માર્યો હતો માર

B INDIA કચ્છ : કચ્છમાં સામાજિક કાર્યકરને માર મારવાના કેસમાં કોર્ટે 41 વર્ષે ચૂકાદો આપ્યો છે. તત્કાલીન SP કુલદીપ શર્માને સજા ફટકારવામાં આવી છે. ભુજ કોર્ટે 41 વર્ષે આ ચૂકાદો આપ્યો છે,સાથે-સાથે વર્ષ 1984માં ગુનો નોંધવામાં આવ્યો હતો જે કેસમાં ભુજ કોર્ટે ચૂકાદો આપ્યો છે,કુલદીપ શર્મા અને ગીરીશ વસાવડાને કોર્ટે 3 મહિનાની સજા ફટકારી છે ભુજ કોર્ટે ચૂકાદો આપ્યો 41 વર્ષ પહેલાં કોંગ્રેસના નેતાને માર મારવાના કેસમાં આજે કોર્ટે મોટો ચૂકાદો સંભળાવ્યો છે.

1984માં કોંગ્રેસના રાજકીય નેતા અબ્દુલા હાજી ઇબ્રાહીમ માર મારવાના કેસમાં પૂર્વ ડીજીપી કુલદીપ શર્માને કોર્ટે દોષી જાહેર કર્યા છે અને 3 મહિનાની જેલની સજા ફટકારી છે.આ સમગ્ર કેસમાં મુખ્ય ફરિયાદી ઇબ્રાહિમ શેઠનું મોત થઈ ચૂક્યું છે, તો ઇભલા શેઠના પરિવારજનોએ ચૂકાદાને આવકાર્યો છે અને રોડ પર ફટાકડા ફોડીને ઉજવણી કરી છે અને એકબીજાને મો મીઠું કરાવ્યું છે.

6 મે 1984ના રોજ નલિયાના એક કેસ બાબતે કોંગ્રેસના નેતા અબ્દુલ્લા હાજી ઇબ્રાહીમ તત્કાલિન ઓફિસર કુલદીપ શર્માને મળવા ગયા હતા, જ્યાં તેમનું અપમાન કરવામાં આવ્યું હતું. આ દરમિયાન ઉગ્ર બોલાચાલી થતાં મામલો ગરમાયો હતો. આ દરમિયાન તત્કાલિન ઓફિસર કુલદીપ શર્માએ તેમના સાથી અધિકારીઓને બોલાવીને માર માર્યો હતો. આ ઘટનાની ફરિયાદ કોર્ટમાં થતાં 41 વર્ષ ચૂકાદો આવ્યો છે.

Related Posts

Gujarat : થાર ગાડીમાંથી દારૂ ઝડપાયો: મધ્યપ્રદેશથી ધોળકા લવાતો ₹18 લાખનો મુદ્દામાલ જપ્ત Illegal Liquor Haul

Gujarat મિત્રોને બર્થડે પાર્ટી આપવા માટે લઈ જવાતો દારૂ થારમાંથી પકડાયો: મધ્યપ્રદેશથી ધોળકા બોટલો લઈને જતો શખ્સ દબોચાયો, 18 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત અમદાવાદ: Gujaratમાં દારૂબંધી હોવા છતાં અન્ય રાજ્યોમાંથી ગેરકાયદેસર રીતે દારૂનો જથ્થો ગુજરાતમાં લાવવાના પ્રયાસો સતત સામે આવી રહ્યા છે. ત્યારે અમદાવાદ જિલ્લામાં પોલીસે વધુ એક કાર્યવાહી કરીને થાર ગાડીમાંથી વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપી પાડ્યો હોવાની માહિતી સામે આવી છે. અહેવાલ મુજબ, મધ્યપ્રદેશમાંથી દારૂની બોટલો લઈને ધોળકા તરફ જઈ રહેલા એક શખ્સને પોલીસે ઝડપી પાડ્યો છે. આરોપી આ દારૂ પોતાના મિત્રોની બર્થડે પાર્ટીમાં આપવા માટે લઈ જતો હોવાની પ્રાથમિક માહિતી સામે આવી છે.પોલીસે થાર ગાડીમાંથી દારૂનો જથ્થો ઝડપી પાડવા ઉપરાંત વાહન સહિત કુલ 18 લાખ રૂપિયાથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો હોવાનું જાણવા મળ્યું…

પૂર્વ CM શંકરસિંહ વાઘેલાની 9 વર્ષ બાદ Congressમાં ઘરવાપસીની તૈયારી! અમિત ચાવડાએ કરી પુષ્ટિ…..

B INDIA ગાંધીનગર : ગુજરાતના રાજકારણમાં 2027ની વિધાનસભા ચૂંટણી પહેલાં ફરી એક વખત મોટી રાજકીય ચર્ચાએ જોર પકડ્યું છે. ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી અને વરિષ્ઠ નેતા શંકરસિંહ વાઘેલા એટલે કે ‘બાપુ’ની Congressમાં સંભવિત ઘરવાપસી અંગે રાજકીય વર્તુળોમાં ચર્ચા તેજ બની છે. ગુજરાત Congress પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ શંકરસિંહ વાઘેલા સાથે કોંગ્રેસમાં જોડાણ અંગે હાઈકમાન્ડ સ્તરે ચર્ચા ચાલી રહી હોવાના સંકેત આપ્યા છે. બીજી તરફ, શંકરસિંહ વાઘેલાએ પણ આ વાતને લઈને ‘હા, સાચી વાત’ કહી હોવાના અહેવાલો છે. જોકે, હાલની સ્થિતિમાં શંકરસિંહ વાઘેલા સત્તાવાર રીતે કોંગ્રેસમાં જોડાઈ ગયા છે એવી જાહેરાત થઈ નથી. તેથી તેમની ‘ઘરવાપસી’ને હાલ ચર્ચા અને વાટાઘાટોના તબક્કામાં જોવામાં આવી રહી છે. અમિત ચાવડાના નિવેદનથી રાજકારણ ગરમાયું કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાના નિવેદન બાદ શંકરસિંહ…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *