ગુજરાત સરકારનો મહત્ત્વનો નિર્ણય, હવે કાનૂની પ્રક્રિયા બનશે મજબૂત

B india અમદાવાદ :- ચેરીટીતંત્રના વહીવટમાં પારદર્શિતા લાવવાના હેતુથી ગુજરાત સરકાર દ્વારા મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. ગુજરાત સાર્વજનિક ટ્રસ્ટ અધિનિયમ ૧૯૫૦ની કલમ-૮ હેઠળ ચેરીટીતંત્રની કચેરીઓમાં થતી ન્યાયીક અને અર્ધન્યાયીક કામગીરીમાં થયેલા અંતિમ હુકમોની સંપૂર્ણ નકલ હવે સંબંધિત પક્ષકારોને વિનામૂલ્યે પ્રદાન કરવામાં આવશે. સાથો સાથ આ નકલ પક્ષકારોને રજીસ્ટર્ડ એ.ડી. પોસ્ટ દ્વારા પણ મોકલવામાં આવશે.

કાયદામંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે, અત્યાર સુધી હુકમોના માત્ર સારાંશની નકલ મોકલવામાં આવતી હતી, પરંતુ હાલની કાનૂની જરૂરિયાતોને અનુલક્ષીને હવેથી સમગ્ર હુકમની નકલ રજીસ્ટર્ડ એ.ડી. પોસ્ટ દ્વારા વિનામૂલ્યે મોકલવામાં આવશે.

આ નિયમ તાત્કાલિક અસરથી અમલમાં મુકવામાં આવ્યો છે. આ પહેલના અમલીથી ચેરીટીતંત્રના વહીવટમાં વધુ પારદર્શિતા આવશે તેમજ પક્ષકારો માટે ન્યાયની સુલભતા સુનિશ્ચિત થશે. પોતાના કેસની સંપૂર્ણ માહિતી સરળતાથી મેળવી નાગરિકોનો કાનૂની પ્રક્રિયામાં વધુ વિશ્વાસ મજબૂત થશે તેમ તેમણે ઉમેર્યું હતું. આ ઉપરાંત ચેરીટીતંત્રના અધિકારીઓને પોતાના હુકમમાં આ વ્યવસ્થાનો ઉલ્લેખ કરવાનું અચૂકપણે પાલન કરવાની સૂચના આપવામાં આવી છે.

Related Posts

નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અને અન્ય મંત્રીઓના PA-PS નિમણૂકની કરાઈ જાહેરાત, જુઓ યાદી

ગુજરાત સરકારના મંત્રીમંડળના વિસ્તરણ બાદ તમામ મંત્રીઓ માટે ખાતાની ફાળવણી બાદ હવે અંગત સચિવ (PA), અધિક અંગત સચિવ અને મદદનીશ સ્ટાફની નિમણૂક પણ કરી લેવામાં આવી છે. રાજ્યના નાયબ મુખ્યમંત્રી…

ગુજરાત બોર્ડે જાહેર કરી નવી પરીક્ષા તારીખો, ધૂળેટીના દિવસે યોજાનાર પેપરમાં મોટો ફેરફાર

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ (GSEB) દ્વારા ધોરણ 10 અને 12ની બોર્ડ પરીક્ષાની નવી તારીખોની જાહેરાત કરવામાં આવી છે. ધૂળેટીના દિવસે પરીક્ષા રાખવામાં આવતા વિદ્યાર્થીઓ અને વાલીઓએ વિરોધ…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *