ગુજરાતમાં સતત બે દિવસથી ગરમીથી આંશિક રાહત, તાપમાન 2 ડિગ્રી સુધી ઘટ્યું

ગુજરાતમાં સતત બે દિવસથી ગરમીથી આંશિક રાહત મળી છે. જ્યારે આજથી ગરમીમાં ઘટાડો નોંધાશે તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. મોટાભાગના જિલ્લામાં તાપમાન 2 ડિગ્રી ઘટ્યું છે. સૌથી વધુ સુરેન્દ્રનગરમાં 38.3 ડિગ્રી તાપમાન નોંધાયું છે. હજી પણ આગામી સમયમાં થોડું તાપમાન ઘટશે અને ત્યારબાદ ગરમી જોર પકડશે તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે.

હવામાન વિભાગની આગાહી મુજબ, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થવાને કારણે રાજ્યને હવામાનના બેવડા પ્રકોપનો સામનો કરવો પડશે. અમરેલી અને તાપી સહિત ઘણા જિલ્લાઓમાં તાપમાન 41 ડિગ્રી રહેવાની શક્યતા છે. તો બીજી તરફ હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે માર્ચ મહિનામાં ગુજરાતનું વાતાવરણ બદલાતું રહે તેવી શક્યતા વ્યક્ત કરી છે. 27 મે સુધી આંધી વંટોળની શક્યતા દેખાઈ રહી છે. તો આ વર્ષે અમદાવાદ, વડોદરા, પંચમહાલમાં આકરી ગરમીની શક્યતા તેમણે દર્શાવી છે. આ વર્ષે દક્ષિણ ગુજરાતમાં પણ ગરમી વધશે.

કયાં કેટલું તાપમાન નોંધાયું?:- હવામાન વિભાગની આગાહી પ્રમાણે વાત કરવામાં આવે તો રાજકોટમાં 38.1 ડિગ્રી, અમરેલીમાં 38 ડિગ્રી,અમદાવાદમાં 38.2 ડિગ્રી, ગાંધીનગરમાં 37.4 ડિગ્રી,ડીસામાં 37.6 ડિગ્રી, વલ્લભ વિદ્યાનગરમાં 36.1 ડિગ્રી,વડોદરામાં 37.2 ડિગ્રી, સુરતમાં 35.2 ડિગ્રી,ભુજમાં 37.2 ડિગ્રી, નલિયામાં 32.5 ડિગ્રી,પોરબંદરમાં 31.4 ડિગ્રી, ભાવનગરમાં 34.9 ડિગ્રી,મહુવામાં 36.6 ડિગ્રી, કેશોદમાં 34.6 ડિગ્રી તાપમાન નોંધાયું છે.

Related Posts

શાપર ગામમાં માનવ સેવા માટે નવી એમ્બ્યુલન્સનું લોકાર્પણ: ગ્રામજનોને મળશે ૨૪ કલાક ઝડપી આરોગ્ય સેવા

શાપર: માનવ સેવા એ જ પ્રભુ સેવાના મંત્રને સાર્થક કરતા રાજકોટના શાપર ગામમાં આરોગ્ય ક્ષેત્રે એક મહત્વપૂર્ણ સુવિધાનો ઉમેરો થયો છે. ગ્રામજનોને આકસ્મિક સમયે ત્વરિત સારવાર મળી રહે તે હેતુથી…

કંડલા પોર્ટ પર મોટી દુર્ઘટના, ઝેરી ગેસની અસરથી 3 શ્રમિકોના મોત

કંડલા પોર્ટ ખાતે ગંભીર દુર્ઘટનાની ઘટના સામે આવી છે. કંડલા પોર્ટની જેટી નંબર 13 પર ઉભેલા જહાજમાં ઝેરી ગેસની અસરથી ત્રણ શ્રમિકોના મોત થયા હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે.…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *