રાજ્યમાં IT વિભાગ એક્શનમાં, અમદાવાદ, જામનગર, મોરબીમાંથી 150 કરોડની કરચોરી પકડાઈ

B INDIA અમદાવાદ : રાજ્યમાં IT વિભાગ એક્શનમાં આવી ગઈ છે. અને અમદાવાદ, જામનગર, મોરબીમાંથી 150 કરોડની કરચોરી પકડાઈ છે. ઈન્કમેટક્સ વિભાગ દ્વારા મીઠા અને હોટલના ધંધા સાથે સંકળાયેલા દેવ ગ્રુપ અને તેની સાથે સંકળાયેલાઓના અમદાવાદ, જામનગર, મોરબી અને માળિયામાં 20 જેટલા સ્થળે પાડવામાં આવેલા દરોડામાં કરોડોના બિનહિસાબી વ્યવહારો મળી આવ્યા છે અને રૂ. 150 કરોડની કરચોરી પકડાઈ છે અને રૂ. 3.5 કરોડની રોકડ રકમ મળી છે તથા અઢી કિલો સોનું જપ્ત કરાયું છે.

આવકવેરા વિભાગ દ્વારા 16 બેંક લોકર સીઝ કરાયા હતા અને તે પૈકી 3 બેંક લોકર ઓપરેટ કરવામાં આવ્યા છે. ઈન્કમટેક્સ વિભાગ દ્વારા જમીન ખરીદીના વ્યવહારો મળ્યા છે અને રૂ. 150 કરોડનું જમીન રોકાણ કરવામાં આવ્યું હોવાનું જોવા મળ્યું છે. ઈન્મકટેક્સ વિભાગની અત્યાર સુધીની તપાસમાં રૂ.150 કરોડની કરચોરીની કબૂલાત કરવામાં આવી છે. આવકવેરા વિભાગ દ્વારા દેવ ગ્રુપ પરની કેટલીક પ્રિમાસીસમાં સર્ચ અને દરોડાની કાર્યવાહી પૂરી કરવામાં આવી છે. જોકે, અમદાવાદ સહિત કેટલાંક સ્થળે હજુ પણ દરોડાની કાર્યવાહી ચાલી રહી છે.

અને તપાસના અંતે કરચોરીનો આંક વધવાની શક્યતા છે. સૂત્રોના જણાવ્યાનુસાર, લગભગ 30 વર્ષથી સોલ્ટના વ્યવસાય સાથે સંકળાયેલ દેવ ગ્રુપ સોલ્ટ પ્રાઇવેટ લી. ઉપરાંત મૈત્રી ડેવલપમેન્ટ, ડી.કે. એન્ટરપ્રાઇઝ, તથા અરહિંત અર્થમુવર્સ એન્ડ કોન્ટ્રાકટના ધંધા સાથે સંકળાયેલાં દેવેન્દ્ર ઝાલા, વિમલ કીર્તિભાઇ કામદાર, વિવેક સોમાણી, રૂપલ કિરણ વ્યાસ સહિત સંકળાયેલાઓ પર ઈન્કમટેક્સ વિભાગ સાગમટે દરોડા પાડયા હતા. જામનગર, મોરબી, માળીયા અને અમદાવાદમાં રાજપથ કલબ પાછળ આવેલા દેવ હાઉસ, આરોહી કલબ,

ઘુમા નજીક તેમજ શાંતિગ્રામ સ્થિત નોર્થ પાર્ક વિલા સહિત 15 સ્થળોએ સર્ચની કાર્યવાહીમાં અમદાવાદ, રાજકોટના 700 જેટલાં અધિકારીઓ સહિત કર્મચારીઓ જોડાયા છે અને બીજા દિવસે વધુ પાંચ પ્રિમાઈસીને દરોડામાં આવરી લેવામાં આવતાં આ ગ્રુપ પર પ્રિમાઈસીસ પર દરોડા અને સર્ચની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. IT વિભાગ દ્વારા કેટલીક જગ્યાએ તપાસની કામગીરી પૂરી કરી દેવામાં આવી છે. જોકે, હજુ કેટલાંક સ્થળે દરોડાની કાર્યવાહી ચાલી રહી છે. એક અંદાજ મુજબ આ ગ્રુપનું ટર્ન ઓવર રૂ. 200 કરોડથી વધુ હોવાનું જાણવા મળે છે. ઈન્કમટેક્સ વિભાગની દરોડા અને સર્ચની કામગીરીમાં બિનહિસાબી વ્યવહારો ધરાવાતા મોટાપાયે વાંધાજનક દસ્તાવેજો હાથ લાગ્યા છે.

Related Posts

Mecca પર હુમલાના એલર્ટથી સાઉદીમાં ખળભળાટ: હુથી ડ્રોનને હવાઈ સંરક્ષણએ તોડી પાડ્યાનો દાવો, Protected Sanctuary Shield 2026

Mecca પર હુમલાના એલર્ટથી સાઉદીમાં ખળભળાટ: હુથી ડ્રોનને હવાઈ સંરક્ષણએ તોડી પાડ્યાનો દાવો, રાતા સમુદ્રમાં વધતા તણાવથી તેલ સપ્લાય પર ચિંતા Mecca રિયાધ, 16 સપ્ટેમ્બર 2026: પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા વધતા સૈન્ય તણાવ વચ્ચે સાઉદી અરેબિયામાં Meccaસહિતના વિસ્તારોમાં સુરક્ષા એલર્ટથી ખળભળાટ મચ્યો છે. સાઉદી સત્તાવાળાઓના જણાવ્યા મુજબ મક્કા તરફ આગળ વધી રહેલા એક ડ્રોનને હવાઈ સંરક્ષણ તંત્રએ શહેરની પ્રતિબંધિત હવાઈ સીમામાં પ્રવેશ કરે તે પહેલાં જ અટકાવીને નષ્ટ કરી દીધો હતો. સાઉદી આગેવાની હેઠળના ગઠબંધને આ ડ્રોનને હુથીઓ સાથે જોડ્યું છે. જોકે, હુથીઓએ Meccaને નિશાન બનાવ્યાનો આરોપ નકારી કાઢ્યો છે. આ ઘટનાને પગલેMecca, જેદ્દાહ અને તાઇફ સહિતના વિસ્તારોમાં ટૂંકા સમય માટે સુરક્ષા ચેતવણી આપવામાં આવી હતી. મક્કા માટે આવું હવાઈ જોખમ એલર્ટ તાજેતરના સંઘર્ષ દરમિયાન પહેલીવાર…

Gandhinagar મનપા અને ઓખા-થરા નગરપાલિકાની ચૂંટણી જાહેર: 11 ઓક્ટોબરે મતદાન, 13મીએ મતગણતરી; Vibrant Civic Polls

Gandhinagar મનપા અને ઓખા-થરા નગરપાલિકાની ચૂંટણી જાહેર: 11 ઓક્ટોબરે મતદાન, 13મીએ મતગણતરી; આજથી આચારસંહિતા લાગુ Gandhinagar, 16 સપ્ટેમ્બર 2026: ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને મહત્વપૂર્ણ જાહેરાત કરવામાં આવી છે. Gandhinagar મહાનગરપાલિકા (GMC) તેમજ ઓખા અને થરા નગરપાલિકાની ચૂંટણીનો કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો છે. જાહેર કરાયેલા કાર્યક્રમ મુજબ 11 ઓક્ટોબર 2026ના રોજ મતદાન યોજાશે, જ્યારે 13 ઓક્ટોબરે મતગણતરી હાથ ધરવામાં આવશે. ચૂંટણી કાર્યક્રમ જાહેર થતાં જ સંબંધિત વિસ્તારોમાં આચારસંહિતા અમલમાં આવી ગઈ છે.Gandhinagar મહાનગરપાલિકાની ચૂંટણીમાં કુલ 11 વોર્ડની 44 બેઠકો માટે મતદાન થવાનું છે. ચૂંટણીની તારીખ જાહેર થતાં જ Gandhinagar સહિત સંબંધિત નગરપાલિકા વિસ્તારોમાં ચૂંટણીલક્ષી કામગીરીમાં તેજી આવશે. ઉમેદવારોની પસંદગી, પક્ષોની આંતરિક બેઠકો, ચૂંટણી પ્રચારનું આયોજન અને વોર્ડવાર સ્થાનિક મુદ્દાઓને લઈને રાજકીય પક્ષો સક્રિય થશે. -> 11 ઓક્ટોબરે…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *