અબજોપતિ ઇલોન મસ્કે 2100 સુધીમાં ભારત અને ચીનની વસ્તીમાં અંદાજિત ઘટાડા અંગે ચિંતા વ્યક્ત કરી છે. મસ્કના X હેન્ડલ પરથી ગ્રાફની તસવીર પોસ્ટ કરવામાં આવી છે, જે વિશ્વના મુખ્ય દેશોની વસ્તીમાં સંભવિત ફેરફાર દર્શાવે છે. મસ્કે તેને માનવતા માટે સૌથી મોટો ખતરો ગણાવ્યો છે. આ અનુમાન મુજબ, 2100 સુધીમાં, ભારતની વસ્તી ઘટીને 110 કરોડ થઇ જવાનું અનુમાન છે. આ અંદાજે રૂ. 40 કરોડનો ઘટાડો દર્શાવે છે.. હાલમાં વિશ્વમાં સૌથી વધુ વસ્તી ધરાવતો દેશ હોવા છતાં, ભારતની વસ્તીમાં આ ઘટાડો ચિંતાજનક હોઈ શકે છે.ચીનની વસ્તીમાં પણ ધરખમ ઘટાડો થવાનો અંદાજ છે. 2100 સુધીમાં, ચીનની વસ્તી ઘટીને 74 કરોડ થઇ જશે , આ વસ્તીમાં મોટો ઘટાડો સૂચવે છે, જે દેશના સામાજિક અને આર્થિક માળખાને અસર કરી શકે છે.
-> નાઇજીરીયા બીજા નંબરનો સૌથી વધુ વસ્તી ધરાવતો દેશ બનશે :- સદીના અંત સુધીમાં, નાઇજીરીયાની વસ્તી 790.1 મિલિયન સુધી પહોંચવાનો અંદાજ છે, જે તેને વિશ્વનો બીજા નંબરનો સૌથી વધુ વસ્તી ધરાવતો દેશ બનાવશે. તો બીજી તરફ અમેરિકા વિશ્વનો ચોથો સૌથી વધુ વસ્તી ધરાવતો દેશ બનશે, જ્યારે ઇન્ડોનેશિયા અને પાકિસ્તાનમાં વસ્તીમાં થોડો ઘટાડો જોવા મળશે. આ અનુમાન અનુસાર કેનેડા અને ઓસ્ટ્રેલિયામાં વસ્તીનું પ્રમાણ સ્થિર રહેશે.
-> વસ્તીમાં ઘટાડાનું કારણ બનેલા પરિબળો :
-પ્રજનન દરમાં ઘટાડોઃ વિકસિત દેશોમાં પ્રજનન દરમાં ઘટાડો જોવા મળી રહ્યો છે, જે વસ્તીમાં ઘટાડો થવાનું મુખ્ય કારણ છે.
-સ્થળાંતર: લોકો વધુ સારી તકોની શોધમાં એક દેશમાંથી બીજા દેશમાં સ્થળાંતર કરી રહ્યા છે, જેના કારણે વસ્તી અસંતુલન થાય છે.
-વૃદ્ધ વસ્તી: ઘણા દેશોમાં, યુવાનોની વસ્તીનો અભાવ અને વૃદ્ધ લોકોની વધતી સંખ્યા વસ્તીના ઘટાડાને વેગ આપી રહી છે.
-> નિષ્ણાતોના અભિપ્રાય :- વોશિંગ્ટન યુનિવર્સિટીના શિક્ષણવિદો દ્વારા 2020ના અભ્યાસ મુજબ, વસ્તીમાં ઘટાડો અગાઉના વિચાર કરતાં વધુ ઝડપથી થઈ શકે છે, ખાસ કરીને ચીન અને ભારતમાં. આ ઘટાડો વૈશ્વિક સ્તરે આર્થિક અને સામાજિક પડકારો લાવી શકે છે.








