સુરતમાં 31 વર્ષે ઝડપાયો હત્યાનો આરોપી, લાફો મારવા જેવી બાબતમાં કરી હતી હત્યા

B INDIA સુરત : સુરતમાં હત્યાનાં કેસમાં વોન્ટેડ આરોપીને ક્રાઈમ બ્રાન્ચ પોલીસે ઝડપી પાડ્યો છે. પોલીસે બાતમીદારોને કામે લગાડી આરોપીઓની શોધખોળ શરૂ કરી હતી. અને 31 વર્ષ બાદ રૂમ પાર્ટનરની હત્યા કરી ફરાર થનાર આરોપીને ઝડપી પાડ્યો છે.

ક્રાઈમ બ્રાંચની ટીમે 31 વર્ષ પહેલા એક શખ્સની હત્યા કરી ફરાર થનાર આરોપીને ઝડપી પાડ્યો છે. આ આરોપી ૧૯૯૪માં વરાછા પોલીસ સ્ટેશનના ચોપડે વોન્ટેડ હતો. આરોપી એક ઉડિયા યુવક છે જેણે લાફો મારવા જેવી સામાન્ય બાબતે બબાલ કરી એક શખ્સને મોતને ઘાટ ઉતાર્યો હતો.

મળતી માહિતી મુજબ, માથાકૂટ થયા બાદ ઉડિયા યુવક આરત દિવાકર બિસોઈએ લાફો મારનારને ચપ્પુથી રહેંસી નાખ્યો હતો. લાફો મારનારની હત્યા કર્યા બાદ થોડા સમય સુધી બિસોઇ, ઓરિસ્સા અને બંગાળમાં છુપાઈને રહેતો હતો. વારંવાર સ્થળાંતર કર્યા બાદ આખરે આરોપી સુરત આવી ગયો હતો. આરોપીને શોધવા પોલીસે પોતાના બાતમીદારો સક્રિય કર્યા અને ઉડિયા યુવકને 31 વર્ષે સુરતમાંથી જ ઝડપાયો છે.

આરોપીનું નામ આરત દિવાકર બિસોઈ હોવાનું સામે આવ્યું છે. પોલીસને બાતમી મળી હતી કે, આ ઉડિયા યુવક પુણા ગામ શાકમાર્કેટમાં કામ કરે છે. બાતમીના આધારે પોલીસે 1994માં વરાછા પોલીસ સ્ટેશન ચોપડે નોંધાયેલા હત્યાના આરોપી ઉડિયા યુવકની અટકાયત કરી.વરાછા પોલીસ હત્યાના ગુનાના આરોપી ઉડિયા યુવક વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.

Related Posts

Gujarat : થાર ગાડીમાંથી દારૂ ઝડપાયો: મધ્યપ્રદેશથી ધોળકા લવાતો ₹18 લાખનો મુદ્દામાલ જપ્ત Illegal Liquor Haul

Gujarat મિત્રોને બર્થડે પાર્ટી આપવા માટે લઈ જવાતો દારૂ થારમાંથી પકડાયો: મધ્યપ્રદેશથી ધોળકા બોટલો લઈને જતો શખ્સ દબોચાયો, 18 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત અમદાવાદ: Gujaratમાં દારૂબંધી હોવા છતાં અન્ય રાજ્યોમાંથી ગેરકાયદેસર રીતે દારૂનો જથ્થો ગુજરાતમાં લાવવાના પ્રયાસો સતત સામે આવી રહ્યા છે. ત્યારે અમદાવાદ જિલ્લામાં પોલીસે વધુ એક કાર્યવાહી કરીને થાર ગાડીમાંથી વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપી પાડ્યો હોવાની માહિતી સામે આવી છે. અહેવાલ મુજબ, મધ્યપ્રદેશમાંથી દારૂની બોટલો લઈને ધોળકા તરફ જઈ રહેલા એક શખ્સને પોલીસે ઝડપી પાડ્યો છે. આરોપી આ દારૂ પોતાના મિત્રોની બર્થડે પાર્ટીમાં આપવા માટે લઈ જતો હોવાની પ્રાથમિક માહિતી સામે આવી છે.પોલીસે થાર ગાડીમાંથી દારૂનો જથ્થો ઝડપી પાડવા ઉપરાંત વાહન સહિત કુલ 18 લાખ રૂપિયાથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો હોવાનું જાણવા મળ્યું…

પૂર્વ CM શંકરસિંહ વાઘેલાની 9 વર્ષ બાદ Congressમાં ઘરવાપસીની તૈયારી! અમિત ચાવડાએ કરી પુષ્ટિ…..

B INDIA ગાંધીનગર : ગુજરાતના રાજકારણમાં 2027ની વિધાનસભા ચૂંટણી પહેલાં ફરી એક વખત મોટી રાજકીય ચર્ચાએ જોર પકડ્યું છે. ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી અને વરિષ્ઠ નેતા શંકરસિંહ વાઘેલા એટલે કે ‘બાપુ’ની Congressમાં સંભવિત ઘરવાપસી અંગે રાજકીય વર્તુળોમાં ચર્ચા તેજ બની છે. ગુજરાત Congress પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ શંકરસિંહ વાઘેલા સાથે કોંગ્રેસમાં જોડાણ અંગે હાઈકમાન્ડ સ્તરે ચર્ચા ચાલી રહી હોવાના સંકેત આપ્યા છે. બીજી તરફ, શંકરસિંહ વાઘેલાએ પણ આ વાતને લઈને ‘હા, સાચી વાત’ કહી હોવાના અહેવાલો છે. જોકે, હાલની સ્થિતિમાં શંકરસિંહ વાઘેલા સત્તાવાર રીતે કોંગ્રેસમાં જોડાઈ ગયા છે એવી જાહેરાત થઈ નથી. તેથી તેમની ‘ઘરવાપસી’ને હાલ ચર્ચા અને વાટાઘાટોના તબક્કામાં જોવામાં આવી રહી છે. અમિત ચાવડાના નિવેદનથી રાજકારણ ગરમાયું કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાના નિવેદન બાદ શંકરસિંહ…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *