કૈલાશ પર્વત પર પ્લેન કેમ નથી ઉડી શકતું? જાણો તે પાછળનું રહસ્ય..

તિબેટમાં આવેલું કૈલાશ પર્વત માત્ર એક પર્વત નથી, પણ આસ્થાનું જીવંત પ્રતિક છે. અનેક ધર્મોમાં પવિત્ર માનવામાં આવતું આ પર્વત ભગવાન શિવનો નિવાસસ્થાન કહેવાય છે. પણ એક રસપ્રદ વાત એ છે કે આજ સુધી કોઈ પણ વિમાન કૈલાશ પર્વતની ઉપરથી ઉડી ન શક્યું. એવું કેમ?

 

કૈલાશ પર્વતનું વિસ્તાર એ વિસ્તાર છે જ્યાં વિમાન ઉડાડવું ખૂબ જ જોખમભર્યું છે. અહીંનું હવામાન સતત બદલાતું રહે છે, ઓક્સિજનનું પ્રમાણ ખૂબ ઓછું હોય છે અને પર્વતની આસપાસના વાયોપ્રવાહ ખૂબ જ અનિયમિત હોય છે. એ બધાંને કારણે પ્લેનના ઈલેક્ટ્રોનિક સિસ્ટમ પર અસર થાય છે. કેટલીક વૈજ્ઞાનિક દલીલો એવી પણ કહે છે કે કૈલાશ પર્વત પાસે મજબૂત ચુંબકીય ખેંચ છે, જે પ્લેનના કંટ્રોલમાં અવરોધ ઊભો કરે છે.

સૈન્યના સ્તરે પણ આ વિસ્તારને “નો ફ્લાય ઝોન” માનવામાં આવે છે. ન માત્ર ચાઇના, પરંતુ ભારતે પણ આ વિસ્તાર પર પ્લેન ઉડાવવાનું ટાળ્યું છે. એટલું જ નહીં, ભક્તો અને સ્થાનિક લોકો માને છે કે આ પર્વત પાસે દેવી-દેવતાઓનો વાસ છે અને આકાશ માર્ગે અહીંથી પસાર થવું અધિક શક્તિઓને અસ્વીકાર્ય છે.

વિજ્ઞાન અને વિશ્વાસ વચ્ચેનું આ સમીકરણ કૈલાશ પર્વતને આજે પણ એક રહસ્યમય અને દિવ્ય સ્થાન બનાવે છે, જ્યાં માનવીની હદ ઓછી પડે છે અને શ્રદ્ધાની શક્તિ વધુ ઊભરી આવે છે.

Follow us On Social Media
YouTube : https://www.youtube.com/@BIndiaDigital
Website : https://bindia.co/
TWITTER : https://x.com/buletin_india
FOLLOW ON WHATSAPP  https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I

Related Posts

B INDIA કૃષિ રત્ન એવોર્ડ – 2026 : “ખેતરથી ખ્યાતિ સુધીની સફરનું સન્માન”

એક જ મંચ… પાંચ દિગ્ગજ… અને ગુજરાતના ખેડૂતોનું સન્માન કૃષિ ક્રાંતિના આ પ્રેરણાદાયી નેતાઓની ગરિમામય ઉપસ્થિતિમાં, યોજાશે કૃષિ રત્નોનો સન્માન સમારોહ.. 25 માર્ચ 2026ના રોજ પ્રસંગ પાર્ટી પ્લોટ, અમદાવાદ સાંજે…

“મારી ખેતી મારૂ ગર્વ” – “B-India કૃષિ રત્ન એવોર્ડ – 2026” | PROMO

ગુજરાતના ખમિરવંતા ખેડૂતોના પરિશ્રમને પારિતોષીત કરવા માટેની B-India Newsની અનોખી પહેલ…. અમે કરી રહ્યા છીએ ગુજરાતના પ્રગતિશીલ અને નવીનતા લાવનાર ખેડૂતોને વિશેષ રીતે સન્માનીત કરવાનો વિનમ્ર પ્રયાસ…“B-India કૃષિ રત્ન એવોર્ડ…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *