ગુજરાતમાં ભર ઉનાળે હવામાનમાં ફેરફાર: રાજ્યમાં 5 એપ્રિલ સુધી વરસાદી માહોલની આગાહી

ગુજરાતમાં ગરમી વચ્ચે અચાનક હવામાન બદલાઈ રહ્યું છે. હવામાન વિભાગની આગાહી અનુસાર રાજ્યમાં આગામી 5 એપ્રિલ સુધી વાતાવરણમાં પલટો રહેવાની શક્યતા છે, જેના કારણે અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ સર્જાઈ શકે છે.

ક્યાં ક્યાં વરસાદની શક્યતા:
હવામાન વિભાગના ડાયરેક્ટર એ.કે. દાસે જણાવ્યું કે, ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર-કચ્છમાં હળવા થી મધ્યમ વરસાદ સાથે ગાજવીજની શક્યતા છે. મધ્ય ગુજરાતમાં વાદળછાયું વાતાવરણ રહેશે.

વેફરાંહાની પાછળનું કારણ:
રાજ્યમાં આ હવામાન ફેરફાર પાછળ મુખ્ય કારણ સાયક્લોનિક અને ઇન્ડ્યુઝ્ડ સર્ક્યુલેશન સિસ્ટમ છે. ઉપરાંત, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય હોવાના કારણે પણ વરસાદી પરિસ્થિતિ ઊભી થઈ રહી છે.

કેટલાક વિસ્તારોમાં આજે વરસાદની આગાહી:
બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, અમદાવાદ, દાહોદ, મહીસાગર, ડાંગ, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી, સુરેન્દ્રનગર, જામનગર, પોરબંદર, મોરબી, દ્વારકા, કચ્છ.

જાગૃતિની સલાહ:
આ અનિશ્ચિત હવામાનને ધ્યાનમાં રાખીને ખેડૂતો અને નાગરિકોને જરૂરી પૂર્વતૈયારી અને સાવચેતી રાખવાની સલાહ આપવામાં આવી છે.

 

Follow us On Social Media
YouTube : https://www.youtube.com/@BIndiaDigital
Website : https://bindia.co/
TWITTER : https://x.com/bindia276
FOLLOW ON WHATSAPP  https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I
Instagram:  bindia.in 

Related Posts

ઈલેક્ટ્રોનિક્સ ઉદ્યોગને સરકારનો કડક સંદેશ, ટેક્નોલોજી અને ડિઝાઈન પર કોઈ સમાધાન નહીં

કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે ઈલેક્ટ્રોનિક્સ ઉદ્યોગને સ્પષ્ટ ચેતવણી આપતા જણાવ્યું છે કે પ્રોડક્ટ ડિઝાઈન અને ટેક્નોલોજીમાં યોગ્ય રોકાણ ન કરનાર કંપનીઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. તેમણે કહ્યું કે ઈલેક્ટ્રોનિક્સ…

રશિયાના ગોલ્ડ રિઝર્વમાં ઘટાડો: યુદ્ધ ખર્ચને પહોંચી વળવા સોનું વેચવાનો મોટો નિર્ણય

રશિયા અને યુક્રેન વચ્ચે ચાલતા લાંબા યુદ્ધના કારણે રશિયાના અર્થતંત્ર પર ભારે દબાણ આવી રહ્યું છે. વધતા લશ્કરી ખર્ચને પહોંચી વળવા માટે રશિયા હવે પોતાના સોનાના ભંડારમાંથી મોટા પાયે સોનું…