વંદે ભારત એક્સપ્રેસ હવે જમ્મુ-શ્રીનગર વચ્ચે દોડશે, 5 કલાકથી ઓછા સમયમાં પૂર્ણ કરશે અંતર

ઉત્તર રેલવેએ જમ્મુ અને કાશ્મીર વચ્ચે રેલ કનેક્ટિવિટીને વધુ મજબૂત બનાવતા એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. ઉત્તર રેલ્વે દ્વારા શ્રી માતા વૈષ્ણો દેવી કટરા રેલ્વે સ્ટેશન-શ્રીનગર વચ્ચે દોડતી વંદે ભારત એક્સપ્રેસને હવે જમ્મુ સુધી લંબાવવામાં આવી છે. આ પગલાથી મુસાફરોને હવે જમ્મુથી સીધી શ્રીનગર સુધી ઝડપી અને આરામદાયક મુસાફરીનો વિકલ્પ મળશે.

લાંબા સમયથી ચાલી આવતી લોકમાગને ધ્યાનમાં રાખીને લેવામાં આવેલા આ નિર્ણયથી હજારો મુસાફરોને લાભ મળશે. નવી વ્યવસ્થા મુજબ ટ્રેન સેવા 1 માર્ચથી શરૂ થશે.

ટ્રેન નંબર અને રૂટ વિગતો

ટ્રેન નં. 26401 – જમ્મુ તાવી-શ્રીનગર વંદે ભારત એક્સપ્રેસ
– સવારે 6:15 વાગ્યે જમ્મુ તાવીથી પ્રસ્થાન કરશે.
– શ્રી માતા વૈષ્ણો દેવી કટરા – સવારે 8:08 વાગ્યે
– રિયાસી – સવારે 8:28 વાગ્યે
– બનિહાલ – સવારે 9:56 વાગ્યે
-શ્રીનગર – અંતિમ સ્ટેશન

ટ્રેન નં. 26402 – શ્રીનગર-જમ્મુ તાવી વંદે ભારત એક્સપ્રેસ
– બપોરે 2:00 વાગ્યે શ્રીનગરથી પ્રસ્થાન કરશે.
– બનિહાલ – બપોરે 2:58 વાગ્યે
– રિયાસી – સાંજે 4:34 વાગ્યે
– શ્રી માતા વૈષ્ણો દેવી કટરા – સાંજે 5:00 વાગ્યે
– જમ્મુ તાવી – સાંજે 6:50 વાગ્યે

મુસાફરો માટે મોટો લાભ
આ વિસ્તરણ સાથે હવે જમ્મુ અને શ્રીનગર વચ્ચેનું અંતર પાંચ કલાકથી ઓછા સમયમાં પૂર્ણ થશે. માર્ગ દ્વારા મુસાફરી કરતા મુસાફરોને ઘણીવાર ભૂસ્ખલન, ભારે હિમવર્ષા અને ખરાબ હવામાન જેવી સમસ્યાઓનો સામનો કરવો પડે છે. વંદે ભારત એક્સપ્રેસ સેવા દરેક હવામાનમાં વધુ વિશ્વસનીય, સુરક્ષિત અને સમયસર મુસાફરીનો વિકલ્પ પૂરું પાડશે.

Follow us On Social Media
YouTube : https://www.youtube.com/@BIndiaDigital
Website : https://bindia.co/
TWITTER : https://x.com/bindia276
FOLLOW ON WHATSAPP  https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I
Instagram:  bindia.in 

Related Posts

ગુજરાત બાર કાઉન્સિલની ચૂંટણી પહેલા વકીલોમાં રોષ, મતદાન મથકને લઇ વિરોધ

આગામી 6 માર્ચ, 2026ના રોજ ગુજરાત બાર કાઉન્સીલની ચૂંટણી યોજાવાની છે. હાઈકોર્ટ સિવાયના વકીલો માટે મતદાન મથક યુનિવર્સિટી કેમ્પસમાં રાખવામાં આવ્યું છે, જેને લઈને વકીલોમાં રોષ ફેલાયો છે. વકીલોની ફરિયાદ…

T20 વર્લ્ડકપ પહેલાં રિંકૂ સિંહ પરિવારિક ઈમરજન્સી ઘરે પરત ફર્યો, જાણો શું છે કારણ

ભારતીય ટીમનો સ્ટાર બેટર રિંકૂ સિંહ પરિવારની ગંભીર સ્થિતિને કારણે ટીમ ઈન્ડિયાનો કેમ્પ છોડીને ઘર પરત ફર્યો છે. પ્રાથમિક માહિતી મુજબ, રિંકૂના પિતાની તબિયત અચાનક બગડી છે અને તેમને ગ્રેટર…