વડોદરા: સમતા વિસ્તારમાં ત્રણ માળની રહેણાંક ઇમારત ધરાશાયી , ચાર ઇજાગ્રસ્ત

શહેરના સમતા વિસ્તારમાં આજે સવારે ગુજરાત હાઉસિંગ બોર્ડની જુની રહેણાંક ઇમારત “સૂર્યકિરણ એપાર્ટમેન્ટ” અચાનક ધરાશાયી થતા ભયજનક સ્થિતિ સર્જાઈ છે. ત્રણ માળની આ જર્જરિત ઇમારતના કાટમાળ નીચે ઘણા લોકો દબાયા હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.

આ દુર્ઘટનામાં અત્યાર સુધી ચાર લોકોને ઇજાઓ પહોંચી હોવાનું જણાવ્યું છે, જ્યારે બચાવ દળો દ્વારા હજુ પણ કાટમાળ નીચે વધુ લોકો હોવાની શક્યતા વ્યક્ત કરી રહી છે. ઘટનાની જાણ થતાં તરત જ ફાયર બ્રિગેડના લાશ્કરો ઘટના સ્થળે પહોંચી ગયા હતા અને બચાવ કામગીરી શરૂ કરી દીધી છે.

જિલ્લા કલેક્ટર, પોલીસ અધિકારીઓ તેમજ મ્યુનિસિપલ અધિકારીઓ ઘટના સ્થળે હાજર રહીને રાહત કાર્યનું નિરીક્ષણ કરી રહ્યા છે. સ્થાનિક કાઉન્સિલરો અને સમાજસેવી સંસ્થાઓ પણ બચાવ કાર્યમાં સહકાર આપી રહી છે.

પ્રથમ દ્રષ્ટિએ એવું માનવામાં આવી રહ્યું છે કે ઇમારત લાંબા સમયથી જર્જરિત હાલતમાં હતી. આ ઘટના બાદ રહીશો અને આસપાસના લોકોમાં ભયનો માહોલ ફેલાયો છે.

તપાસ ચાલુ છે, વધુ અપડેટ્સ માટે જોડાયેલા રહો.

Related Posts

દીવ-મુંબઈ વચ્ચે ઈન્ડિગો ફ્લાઇટનો ભવ્ય પ્રારંભ, પ્રથમ ઉડાનમાં 59 મુસાફરો રવાના

કેન્દ્રશાસિત પ્રદેશ દીવ અને મુંબઈ વચ્ચે નવા હવાઈ કનેક્શનથી મુસાફરો માટે રાહત વધારાઈ છે. દીવના નાગવા એરપોર્ટ પરથી આજે ઈન્ડિગો એરલાઈન્સની દીવ-મુંબઈ ફ્લાઇટનું વિધિવત ઉદ્ઘાટન કરવામાં આવ્યું. આ નવી હવાઈ…

KDCC ખેડામાં AI ક્રાંતિનો આરંભ: નડિયાદમાં “AI ટેકનોલોજી મંડળી”નું ભવ્ય ઉદ્ઘાટન

ખેડા : ખેડા જિલ્લાના નડિયાદ ખાતે આવેલી KDCC બેંક માં વિશ્વની પ્રથમ “ખેડા જિલ્લા AI ટેકનોલોજી મંડળી લી.” નું ભવ્ય ઉદ્ધાટન કરવામાં આવ્યું. આ સાથે Intel India ના સહકારથી આયોજિત…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *