વડોદરામાં 11 માર્ચના રહસ્યમય રીતે ગુમ થયેલી વિદ્યાર્થિનીનો મૃતદેહ મળ્યો છે. M.S. યુનિવર્સિટીની વિદ્યાર્થિની 3 દિવસથી ગુમ હતી. વિદ્યાર્થિનીનો મૃતદેહ કેનાલમાંથી મળ્યો છે. જાસપુર-લકડકુઈ ગામ પાસેથી પસાર થતી કેનાલ પાસેથી યુવતીનું એક્ટિવા, બુટ અને મોબાઈલ મળી આવ્યા હતા.જેને લઈને પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
આ પણ વાંચો :- Ahmedabad : અમદાવાદમાં બ્રાહ્મણ સમાજની મેગા બિઝનેસ સમિટનો પ્રારંભ, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ રહ્યાં હાજર
મળતી માહિતી અનુસાર, યુવતી ભાયલીમાં ભાઈ સાથે રહીને અભ્યાસ કરતી હતી. માતા-પિતા ન હોવાથી યુવતી તેના ભાઈ સાથે રહેતી હતી. 11 માર્ચે રહસ્યમય સંજોગોમાં યુવતી ગુમ થઈ હતી. યુવતીની મેન્ટલ હોસ્પિટલમાં સારવાર ચાલતી હતી. પરિવારે યુવતી સાથે કંઈક અજુગતું થયું હોવાની શંકા વ્યક્ત કરી છે. પાદરા પોલીસે ડોગ સ્કવોડની મદદ લઈ ઝીણવટભરી તપાસ હાથ ધરી છે.
આ પણ વાંચો :- gandhinagar : વિધાનસભા ખાતે હેલ્થ ચેકઅપનું આયોજન, આગામી 18-21 માર્ચે ધારાસભ્યો, કર્મચારીઓ અને પત્રકારોનું કરાશે ચેકઅપ
મહત્વનું છે કે, બીજી તરફ બનાસકાંઠામાં ગુમ થયેલા શિક્ષકનો મૃતદેહ મળ્યો છે. નર્મદા કેનાલમાંથી શિક્ષકનો મૃતદેહ મળ્યો છે. તેઓ ગઈકાલે કહ્યા વિના ઘરેથી નીકળી ગયા હતા. જતાં પહેલા ભરત પરમારે સ્ટેટ્સ મૂક્યું હતું કે, હું નિર્દોષ છું. મારા વિરુદ્ધ ગણેશભાઈ લાલજીભાઇ અને ગણપતભાઈએ ષડયંત્ર રચ્યું છે. જ્યારે ગુમ થયેલા શિક્ષકનો મૃતદેહ મળી આવ્યો છે.
Follow us On Social Media
🔔 YouTube : https://www.youtube.com/@BIndiaDigital
📸 Instagram : https://www.instagram.com/bindiadigital/
🌐 Website : https://bindia.co/
TWITTER : https://x.com/buletin_india
FOLLOW ON WHATSAPP : https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I








