આણંદ જિલ્લાના ઉમરેઠ વિધાનસભા બેઠકની પેટાચૂંટણી બાદ હવે આવતીકાલે (4 મે) મતગણતરી હાથ ધરાશે. મતગણતરી BVM College ખાતે સવારે 8 વાગ્યાથી શરૂ થશે. જિલ્લા વહીવટી તંત્ર દ્વારા તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે.
59.04% મતદાન નોંધાયું
ચૂંટણી અધિકારીઓના જણાવ્યા મુજબ, 23 એપ્રિલે યોજાયેલી આ પેટાચૂંટણીમાં કુલ 59.04 ટકા મતદાન નોંધાયું હતું. વિધાનસભાના 306 મતદાન મથકો પર મતદારો ઉત્સાહભેર મતદાન કરવા પહોંચ્યા હતા.
મતગણતરીની પ્રક્રિયા કેવી રહેશે?
સૌપ્રથમ પોસ્ટલ બેલેટની ગણતરી હાથ ધરાશે, જેમાં 206 પોસ્ટલ બેલેટ અને 35 સર્વિસ વોટર્સ મળી કુલ 241 મતપત્રોનો સમાવેશ થાય છે. ત્યારબાદ ઈવીએમમાં નોંધાયેલા મતની ગણતરી 14 ટેબલો પર કરવામાં આવશે. અંતમાં 5 મતદાન મથકોની VVPAT સ્લીપની ચકાસણી થશે.
700 જેટલા કર્મચારીઓ તૈનાત
મતગણતરી પ્રક્રિયામાં 14 કાઉન્ટિંગ સુપરવાઈઝર, 14 સહાયક અને 14 માઈક્રો સુપરવાઈઝર સહિત અંદાજે 700 જેટલા અધિકારી-કર્મચારીઓ તૈનાત રહેશે, જેથી પ્રક્રિયા પારદર્શક અને સુચારૂ રીતે પૂર્ણ થાય.
સુરક્ષા અને પ્રતિબંધો
મતગણતરી કેન્દ્રની આસપાસ 100 મીટરના વિસ્તારમાં વાહનો પર પ્રતિબંધ મુકાયો છે. સાથે જ, કેન્દ્રની અંદર મોબાઈલ ફોન લાવવાની મંજૂરી નહીં હોય. મોબાઈલ જમા કરાવવા માટે ખાસ સુવિધા પણ ઉભી કરવામાં આવી છે.
ગોવિંદ પરમારના નિધન બાદ ચૂંટણી
આ બેઠક ગોવિંદ પરમારના નિધન બાદ ખાલી પડી હતી. ભાજપે તેમના પુત્ર હર્ષદ પરમારને ઉમેદવાર બનાવ્યા છે, જ્યારે કોંગ્રેસ તરફથી ભૃગુરાજસિંહ ચૌહાણ મેદાનમાં છે.
પ્રતિષ્ઠાની જંગ
લગભગ 2.4 લાખ મતદારો ધરાવતી આ બેઠક પર ભાજપ અને કોંગ્રેસ વચ્ચે સીધી ટક્કર છે. ભાજપ સ્થાનિક પ્રભાવ અને વારસાગત રાજકારણ પર વિશ્વાસ રાખી રહી છે, જ્યારે કોંગ્રેસ સંગઠન શક્તિ અને અનુભવો પર નિર્ભર છે. રાજકીય વિશ્લેષકોના મતે આ પેટાચૂંટણી બંને પક્ષો માટે પ્રતિષ્ઠાની લડાઈ બની ગઈ છે.
- Follow us on WHATSAPP :- https://whatsapp.com/channel/0029Va4r…
- WEBSITE : https://bindia.co/
- INSTAGRAM : https:// bindia.in
- FACEBOOK : https://www.facebook.com/buletinindialive
- X : https://x.com/bindia276





