મહીસાગર ખાતે ઉલ્લાસ નવભારત સાક્ષરતા કાર્યક્રમ–2025નું આયોજન, અનેક અગ્રણીઓ રહ્યા ઉપસ્થિત

સલમાન મોરાવાલા, સંતરામપુર / મહીસાગર જિલ્લાના વહીવટી તંત્ર દ્વારા આયોજિત ઉલ્લાસ નવભારત સાક્ષરતા કાર્યક્રમ–2025 નો ભવ્ય શુભારંભ તા. 03 નવેમ્બર, 2025 (સોમવાર) ના રોજ સાંજે 5:00 થી 6:00 કલાકે મોટી સરસણની યુ. આર. પટેલ વિદ્યાલય ખાતે યોજાયો.

કાર્યક્રમની અધ્યક્ષતા સંતરામપુર APMC ચેરમેન શાંતિલાલ એચ. પટેલ એ કરી. વિશિષ્ટ મહેમાનોમાં મોટી સરસણ ગામના સરપંચ સુખાભાઈ બામણીયા, જિલ્લા ભાજપ પ્રમુખ ભરતભાઈ પટેલ, ડેપ્યુટી સરપંચ મતી હીરાબેન પટેલ, તથા જિલ્લા નોડલ અધિકારી ધર્મેન્દ્રકુમાર ભમાત સહિત અનેક અગ્રણી વ્યક્તિઓ ઉપસ્થિત રહ્યા.

કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટ્યથી કરવામાં આવી હતી. વિદ્યાલયની વિદ્યાર્થીનીઓએ પ્રાર્થના ગીત તથા સ્વાગત નૃત્ય રજૂ કરી સૌનું મન મોહી લીધું. બાદમાં મહેમાનોનું સાલ-પુસ્તકથી સ્વાગત કરવામાં આવ્યું.

રાકેશભાઈ આર. પટેલ (શારદા વિદ્યાલય, કાળીબેલ) એ પ્રાસંગિક ઉદબોધન આપ્યું, જ્યારે નિરક્ષર નાગરિકોને પેન્સિલ સેટ અને ચોપડાનું કીટ વિતરણ કરવામાં આવ્યું.અંતમાં અધ્યક્ષ શાંતિભાઈ પટેલ એ પ્રેરણાદાયક સંબોધન આપ્યું. મતી મીનાક્ષીબેન કે. પટેલ એ આભાર વ્યક્ત કર્યો, અને મંચસ્થ મહાનુભાવોના હસ્તે નવભારત સાક્ષરતા વર્ગખંડનું રિબન કાપી કાર્યક્રમનો શુભારંભ કરવામાં આવ્યો.

કાર્યક્રમનું સંચાલન મહેશભાઈ સેવક એ સંભાળ્યું, જ્યારે અંતે સૌએ રાષ્ટ્રગીતનું ગાન કરી, ચા-નાસ્તા સાથે કાર્યક્રમ પૂર્ણ કર્યો. આ પ્રસંગે “સાક્ષર ભારત – સશક્ત ભારત”ના સંકલ્પ સાથે નવી સાક્ષરતા દિશામાં મહત્વપૂર્ણ પગલું ભરાયું.

Follow us On Social Media
YouTube : https://www.youtube.com/@BIndiaDigital
Website : https://bindia.co/
TWITTER : https://x.com/buletin_india
FOLLOW ON WHATSAPP  https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I
Instagram:  bindia.in

Related Posts

શું હવે પાણીથી ચાલશે તમારી કાર? ભારતમાં ગ્રીન હાઈડ્રોજન ક્રાંતિનો થયો આરંભ!

ભારતમાં ગ્રીન હાઈડ્રોજન ક્રાંતિ: ૨૧મી સદીના ભારતનું પર્યાવરણને અનુકૂળ ‘સુપર-ફ્યુઅલ’ નવી દિલ્હી: વર્તમાન સમયમાં જ્યારે સમગ્ર વિશ્વ જળવાયુ પરિવર્તન (Climate Change) અને ગ્લોબલ વોર્મિંગ જેવી ગંભીર સમસ્યાઓ સામે ઝઝૂમી રહ્યું…

ગુજરાતમાં ‘૧૨ વર્ષ વિશ્વાસના, વિકાસના અને જનકલ્યાણના’ અભિયાન હેઠળ ઠેર-ઠેર જનકલ્યાણ શિબિરોનું ભવ્ય આયોજન

ગુજરાતમાં ‘૧૨ વર્ષ વિશ્વાસના, વિકાસના અને જનકલ્યાણના’ અભિયાન હેઠળ ઠેર-ઠેર જનકલ્યાણ શિબિરોનું સફળ આયોજન વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના સફળ નેતૃત્વના ૧૨ વર્ષ પૂર્ણ થવા નિમિત્તે સમગ્ર ગુજરાતમાં ‘૧૨ વર્ષ વિશ્વાસના, વિકાસના…