ગુજરાત વિધાનસભામાં UCC બિલ પસાર, 7.30 કલાકની ચર્ચા બાદ બહુમતિથી મંજૂરી

ગુજરાતના રાજકીય ઇતિહાસમાં આજે મહત્વપૂર્ણ દિવસ છે. રાજ્ય વિધાનસભામાં સમાન નાગરિક સંહિતા (UCC) બિલ 7.30 કલાકની સઘન ચર્ચા બાદ બહુમતિથી પસાર કરવામાં આવ્યું. ઉત્તરાખંડ પછી ગુજરાત દેશમાં આ કાયદો પસાર કરનાર બીજું રાજ્ય બની ગયું છે.

CM ભૂપેન્દ્ર પટેલે કહ્યું – “ગુજરાત માટે સુવર્ણ અક્ષર”
બિલ પરના અંતિમ પ્રતિસાદમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલએ ગૃહને સંબોધતાં કહ્યું, “આ કાયદા દ્વારા રાજ્યના તમામ નાગરિકોને સમાન અધિકાર અને સમાન ન્યાય મળશે. આ બિલ કોઈ ધર્મ કે સંપ્રદાયના વિરોધમાં નથી, પરંતુ બંધારણીય સમાનતા સ્થાપિત કરવા માટેનું ક્રાંતિકારી પગલું છે.”

7.30 કલાકની ચર્ચામાં મુખ્ય મુદ્દાઓ પર વ્યાપક ચર્ચા
બપોરે ૩ વાગ્યે શરૂ થયેલી ચર્ચા રાત્રે મોડે સુધી ચાલી, જેમાં સત્તાધારી પક્ષ અને વિપક્ષના ધારાસભ્યોએ ભાગ લીધો. આ દરમિયાન લગ્ન, છૂટાછેડા, વારસા હક અને લિવ-ઈન રિલેશનશિપ જેવા મુદ્દાઓ પર વ્યાપક ચર્ચા થઈ. મુખ્યમંત્રીના પ્રત્યુત્તર બાદ બિલને ગૃહમાં મંજૂરી આપવામાં આવી અને હવે રાજ્યપાલ પાસે મોકલવામાં આવશે.

આ ઐતિહાસિક પગલાથી ગુજરાતમાં સામાજિક સમાનતાના નવા યુગનો પ્રારંભ થશે, અને રાજ્યના નાગરિકોને કાયદાકીય રીતે સમાન અધિકારની સુરક્ષા મળશે.

Follow us On Social Media
YouTube : https://www.youtube.com/@BIndiaDigital
Website : https://bindia.co/
TWITTER : https://x.com/bindia276
FOLLOW ON WHATSAPP  https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I
Instagram:  bindia.in 

Related Posts

યુદ્ધ વચ્ચે ઇન્ડોનેશિયાનો અમેરિકાને ઝટકો, ‘1 અબજ ડોલર નહીં આપીએ’

ગાઝા યુદ્ધને લઈને આંતરરાષ્ટ્રીય રાજકારણ વધુ ગરમાયું છે. આ દરમિયાન વિશ્વના સૌથી વધુ મુસ્લિમ વસ્તી ધરાવતા દેશ ઇન્ડોનેશિયાએ અમેરિકાને મોટો રાજકીય સંદેશ આપ્યો છે. અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા…

‘ભારતની વિદેશ નીતિ હવે વ્યક્તિગત બની ગઈ’, રાહુલ ગાંધીનો કેન્દ્ર સરકાર પર પ્રહાર

અમેરિકા, ઈઝરાયલ અને ઈરાન વચ્ચે વધતા તણાવ અને યુદ્ધ જેવી પરિસ્થિતિ વચ્ચે ભારતમાં રાજકીય માહોલ ગરમાયો છે. આ મુદ્દે કોંગ્રેસ નેતા અને લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ કેન્દ્ર સરકારની વિદેશ…