Godhra: રાજકીય મેદાન નહીં પણ ક્રિકેટ મેદાનમાં જોવા મળ્યા બે ધારાસભ્યો, આપ્યો આ સંદેશ

ગોધરામાં ખૂબ જ રોચક અને અનોખું દ્રશ્ય જોવા મળ્યું હતું. સામાન્ય રીતે ધારાસભ્યોને રાજકારણના મેદાનમાં જોવા મળતા હોય છે, પણ અહીં ગોધરા અને મોરવા હડફના ધારાસભ્યોને ક્રિકેટના મેદાનમાં રમતાં જોવા મળ્યા.

આ ટૂર્નામેન્ટ ગોધરાના આયુર્વેદિક અને હોમિયોપેથીક ડોક્ટરો માટે રાખવામાં આવી હતી, જે સ્વાસ્થ્ય અને રમતગમત બંનેને ઉજાગર કરતી પહેલ છે. દેવ તલાવડી ખાતે આવેલી વિજય સ્પોર્ટ્સ એકેડેમી દ્વારા આયોજિત આ કાર્યક્રમમાં, ધારાસભ્ય સીકે રાઉલજી અને નિમીષાબેન સુથારે પોતાની હાજરીથી ખેલાડીઓની હિંમત વધારી. આ સાથે બંનેએ ક્રિકેટ પર પોતાનો હાથ અજમાવ્યો હતો.

ક્રિકેટના મેદાનમાં હાથ અજમાવ્યા બાદ ધારાસભ્ય નિમીષા સુથારે ડોક્ટર મિત્રોને અંગદાનની ઝુંબેશને વેગ આપવા આગળ આવવા જણાવ્યું હતું

અહેવાલ:કેતન શાહ ગોધરા

  • Related Posts

    નવવર્ષ 2083: ઘર-પરિવારમાં ખુશહાલી લાવવાના સરળ ઉપાય, જાણો શું કરવું શુભ

    આજે ચૈત્ર માસના શુક્લ પક્ષની પ્રતિપદા તિથિ છે. આજથી હિંદુ નવવર્ષની શરૂઆત થઈ ગઈ છે. આ વિક్రమ સંવત 2083 છે, જે 07 એપ્રિલ 2027 સુધી ચાલશે. આજ મહારાષ્ટ્રમાં ગુડી પડવા…

    ચૈત્ર નવરાત્રી 2026 : પ્રથમ દિવસ: માં શૈલપુત્રી પૂજા વિધિ, ઘટસ્થાપના અને મહત્વ 

    19 માર્ચ, ગુરુવારથી ચૈત્ર નવરાત્રીની શરૂઆત થઈ રહી છે. નવરાત્રીના પ્રથમ દિવસે ઘરો અને મંદિરોમાં વિશેષ પૂજા-અર્ચના કરવામાં આવે છે. આ જ દિવસે ઘટસ્થાપના એટલે કે કલશ સ્થાપનાનું શુભ કાર્ય…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *