ટ્રમ્પે PM મોદીનાં કર્યા વખાણ, ભારતને ગણાવ્યું ‘મહાન મિત્ર’

અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ભારતમાં ટેરિફ વધાર્યા બાદ હવે તેમના વલણમાં નરમાશ દાખવી છે. ટ્રમ્પે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વખાણ કરીને તેમને પોતાના “મહાન મિત્ર” ગણાવ્યું છે. ભારતમાં સ્થિત અમેરિકન દૂતાવાસે એક્સ (સોશિયલ મીડિયા) પર જણાવ્યા અનુસાર, ટ્રમ્પે ભારતને ઈન્ડો-પેસિફિક ક્ષેત્રમાં અમેરિકાનો અત્યંત મહત્વપૂર્ણ વ્યૂહાત્મક ભાગીદાર ગણાવ્યો છે.

PM મોદીને ‘મહાન મિત્ર’ ગણાવ્યો
અમેરિકન દૂતાવાસે લખ્યું છે કે, “ભારત વિશ્વનું સૌથી જૂનું પૌરાણિક સભ્યતાઓમાંથી એક દેશ છે. આ એક અદ્ભુત દેશ છે અને ઈન્ડો-પેસિફિક વિસ્તારમાં અમેરિકા માટે ખૂબ જ મહત્વપૂર્ણ વ્યૂહાત્મક ભાગીદાર છે. અમને વડાપ્રધાન મોદીના રૂપમાં એક મહાન મિત્ર મળ્યો છે.”

ટેલિફોનિક વાતચીત બાદ તેજી
ટ્રમ્પ અને PM મોદી વચ્ચે તાજેતરમાં ટેલિફોનિક વાતચીત થઇ હતી, જેમાં દ્વિપક્ષીય આર્થિક ભાગીદારી વધારવા અને તેને વેગ આપવા અંગે ચર્ચા કરવામાં આવી. બંને દેશોના અધિકારીઓ વચ્ચે પણ વેપાર સમજૂતી અંગે સફળ બેઠક યોજાઈ, જે ટેરિફમાં રાહત લાવવા માટે પગલું ગણાઈ રહ્યું છે.

વેપાર-ટેરિફ પર રાહતની આશા
અમેરિકાએ ભારતીય ઉત્પાદનો પર પહેલા 25% ટેરિફ લાદ્યો અને પછી રશિયા પાસેથી ક્રૂડ ઓઈલ ખરીદવાના કારણસર વધુ 25% ટેરિફ ઉમેર્યો, આ રીતે કુલ ટેરિફ 50% પહોંચી ગયો. હવે બંને દેશોના અધિકારીઓ વચ્ચેની બેઠક પછી ટેરિફમાં રાહતની આશા વધી છે.

PM મોદીએ બેઠક સફળ ગણાવી
PM મોદીએ જણાવ્યું છે કે, “અમે દ્વિપક્ષીય સંબંધોમાં થયેલા સુધારા અંગે સમીક્ષા કરી છે. પ્રાદેશિક અને આંતરરાષ્ટ્રીય મુદ્દાઓ પર પણ ચર્ચા થઈ. ભારત અને અમેરિકા વૈશ્વિક શાંતિ, સ્થિરતા અને સમૃદ્ધિ જાળવવા માટે સાથે મળીને કામ કરશે.” તેમ છતાં વેપાર સંબંધોનો સીધો ઉલ્લેખ PM મોદીએ કર્યો નથી.

ગ્લોબલ પરિદૃશ્યમાં બદલાવ
ટેરિફ બોમ્બ અને ટેરિફમાં વધારો પછી અમેરિકાનું વૈશ્વિક પરિદૃશ્યમાં એકલપણું જણાયું છે. તિયાનજિનમાં શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઇઝેશન (SCO) સમિટ દરમિયાન ચીનના રાષ્ટ્રપ્રમુખ શી જિનપિંગ, રશિયાના રાષ્ટ્રપ્રમુખ વ્લાદિમીર પુતિન અને PM મોદી વચ્ચે ગાઢ મિત્રતા જોવા મળી હતી. આ સાથે ભારત-રશિયા-ચીન સંબંધોમાં મજબૂતાઈ આવી અને અમેરિકાનું એકલું પડવું જણાયું.

Follow us On Social Media
YouTube : https://www.youtube.com/@BIndiaDigital
Website : https://bindia.co/
TWITTER : https://x.com/bindia276
FOLLOW ON WHATSAPP  https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I
Instagram:  bindia.in

Related Posts

રાજકોટ સહિત ગુજરાતમાં મહિલાઓના નામે પ્રોપર્ટી ખરીદીનો ટ્રેન્ડ વધ્યો, છતાં હિસ્સો હજુ ઓછો

ગુજરાતમાં મિલકત માલિકીના ક્ષેત્રમાં મહિલાઓનો હિસ્સો ધીમે ધીમે વધતો જોવા મળી રહ્યો છે. વિધાનસભામાં રજૂ થયેલા સત્તાવાર આંકડા મુજબ છેલ્લા બે વર્ષમાં રાજ્યમાં કુલ 16.52 લાખથી વધુ વેચાણ દસ્તાવેજો નોંધાયા…

ટ્રમ્પનું ઈરાન મુદ્દે મોટું નિવેદન, કહ્યું-‘વિશ્વાસ નથી છતાં વાતચીત ચાલુ’

મધ્ય પૂર્વમાં વધતા તણાવ વચ્ચે અમેરિકાના રાષ્ટ્રપતિ Donald Trumpએ ઈરાન મુદ્દે મહત્વપૂર્ણ નિવેદન આપ્યું છે. તેમણે સ્પષ્ટ કહ્યું કે તેમને ઈરાન પર વિશ્વાસ નથી, છતાં બંને દેશો વચ્ચે ચર્ચાઓ ચાલુ…