અમેરિકા અને ઈરાન વચ્ચે વધતા તણાવ વચ્ચે, રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે હોર્મુઝ સ્ટ્રેટના સુરક્ષણ માટે મિત્ર દેશોને યુદ્ધ જહાજો મોકલવાની અપીલ કરી હતી. ટ્રમ્પનું માનવું છે કે તેલના માર્ગ માટે આ સમુદ્રધુનિ મહત્વપૂર્ણ છે અને તેનો રક્ષણ તમામ લાભાર્થી દેશોની જવાબદારી છે.
ટ્રમ્પે મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું કે તેઓ સાત દેશો સાથે સંપર્કમાં છે, પરંતુ કેટલાક દેશોએ મદદ ન કરવા નિર્ણય લીધો છે. તેમણે કહ્યું કે, “જો કોઈ મદદ ન કરે, તો પણ અમેરિકા તેનો સામનો પોતે કરી શકે છે.”
મિત્ર દેશોની સ્થિતિ:
- જાપાન: હોર્મુઝમાં યુદ્ધ જહાજો મોકલવાની હાલ કોઈ યોજના નથી.
- ઓસ્ટ્રેલિયા: પોતાના નેવી શિપ મોકલવા તૈયાર નથી.
- ફ્રાન્સ: સંરક્ષણ મંત્રીએ કહ્યું કે યુદ્ધ ચાલી રહ્યા સમય દરમિયાન સંવેદનશીલ વિસ્તારોમાં વ્યાપારી જહાજો પણ નહીં મોકલાશે.
- તુર્કી અને જર્મની: યુદ્ધમાં જોડાવાનો વિચાર પણ હાલમાં નથી.
આથી ટ્રમ્પને આંચકો લાગ્યો છે. તેમ છતાં, તેમણે હિંમત બતાવી અને કહ્યું કે, “અમેરિકા એકલા પણ આ યુદ્ધને નિયંત્રિત કરવા તૈયાર છે.” હૉર્મુઝ સ્ટ્રેટ માટે વૈશ્વિક સ્તરે ચિંતાઓ વધી રહી છે, કારણ કે આ માર્ગ વિશ્વના મોટા ભાગના કાચા તેલ અને ગેસની અવરજવારમાં મહત્વપૂર્ણ છે.
Follow us On Social Media
YouTube : https://www.youtube.com/@BIndiaDigital
Website : https://bindia.co/
TWITTER : https://x.com/bindia276
FOLLOW ON WHATSAPP https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I
Instagram: bindia.in





