ગુજરાતમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સનો અસર, 18થી 20 માર્ચ દરમિયાન કમોસમી વરસાદની આગાહી

ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસોથી તાપમાનમાં વધારો નોંધાયો છે. હવામાન વિભાગે આગાહી કરી છે કે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના પ્રભાવથી 18થી 20 માર્ચ દરમિયાન રાજ્યના અનેક વિસ્તારોમાં હળવો થી મધ્યમ વરસાદ પડવાની શક્યતા છે. કેટલીક જગ્યાઓ પર પવનની ઝડપ 30થી 40 કિ.મી. પ્રતિ કલાક સુધી રહેવાની શક્યતા છે.

હવામાન વિભાગની વિગતો:

– 18 માર્ચ: ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લાઓમાં હળવો વરસાદ જોવા મળશે, જેમાં બનાસકાંઠા, પાટણ, સાબરકાંઠા, જામનગર, મોરબી, દેવભૂમિ દ્વારકા અને કચ્છનો સમાવેશ થાય છે.

– 19 માર્ચ: ઉત્તર ગુજરાત (બનાસકાંઠા, પાટણ, સાબરકાંઠા, દાહોદ, પંચમહાલ, વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ભરુચ, સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડ) અને દમણ-દાદરા નગર હવેલીમાં મધ્યમ વરસાદની શક્યતા છે. સૌરાષ્ટ્રના રાજકોટ, જામનગર, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, મોરબી, દેવભૂમિ દ્વારકા, ગીર સોમનાથ, બોટાદ, કચ્છ અને દીવમાં પણ વરસાદની આગાહી છે.

– 20 માર્ચ: ઉત્તર ગુજરાત (બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ, અરવલ્લી, મહેસાણા) સહિત કેટલાક વિસ્તારોમાં હળવો વરસાદ પડવાની શક્યતા છે.

તાપમાન અને પવન:
હવામાન વિભાગના ડાયરેક્ટર એ.કે. દાસે જણાવ્યું કે, આ વરસાદ અને પવનના કારણે આગામી ચાર દિવસમાં મહત્તમ તાપમાનમાં 2થી 3 ડિગ્રીનો ઘટાડો થશે. હાલમાં રાજકોટમાં સૌથી વધુ તાપમાન 39.2°C અને અમદાવાદમાં 39°C નોંધાયું છે. હવામાન વિભાગે 40-50 કિ.મી. પ્રતિ કલાક ઝડપે પવન ફૂંકાવાની અને ગાજવીજ થવાની શક્યતા પણ જણાવી છે.

Follow us On Social Media
YouTube : https://www.youtube.com/@BIndiaDigital
Website : https://bindia.co/
TWITTER : https://x.com/bindia276
FOLLOW ON WHATSAPP  https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I
Instagram:  bindia.in 

  • Related Posts

    સંસદમાં રાઘવ ચઢ્ઢાનો ‘કટ મની’ મુદ્દે મોટો ખુલાસો, ડોક્ટર-ડાયગ્નોસ્ટિક સેન્ટર વચ્ચેની કમિશન પ્રથાનો ઉઠાવ્યો સવાલ

    રાજ્યસભાના સાંસદ રાઘવ ચઢ્ઢાએ સંસદમાં આરોગ્ય ક્ષેત્ર સાથે જોડાયેલા એક ગંભીર મુદ્દાને લઈને સરકાર અને દેશનું ધ્યાન દોર્યું છે. તેમણે ડોક્ટરો અને ડાયગ્નોસ્ટિક સેન્ટરો વચ્ચે ચાલતી કથિત ‘રેફરલ કમિશન’ અથવા ‘કટ મની’ પ્રથાનો મુદ્દો ઉઠાવી દર્દીઓના હિતમાં કડક કાર્યવાહી કરવાની માંગ કરી. તેમના જણાવ્યા અનુસાર, કેટલાક ડોક્ટરો દર્દીઓને સારવારની જરૂરિયાતને બદલે કમિશન મેળવવાના હેતુથી ચોક્કસ ડાયગ્નોસ્ટિક સેન્ટર પર ટેસ્ટ કરાવવા મોકલે છે, જેના કારણે દર્દીઓ પર વધારાનો આર્થિક બોજ પડે છે. શું છે ‘રેફરલ કમિશન’નો ખેલ? સંસદમાં પોતાના સંબોધન દરમિયાન રાઘવ ચઢ્ઢાએ જણાવ્યું કે કેટલાક ડોક્ટરો અને ડાયગ્નોસ્ટિક સેન્ટરો વચ્ચે અનૌપચારિક રીતે કમિશનની વ્યવસ્થા કાર્યરત છે. જ્યારે કોઈ ડોક્ટર દર્દીને ચોક્કસ લેબ અથવા ડાયગ્નોસ્ટિક સેન્ટર પર ટેસ્ટ કરાવવા મોકલે છે ત્યારે તેના બદલામાં તેમને કમિશન આપવામાં…

    મોરબી 2026 : મોરબીના ગામમાં કૂવાનું પાણી સતત હલતું રહેતાં ચકચાર, કલેક્ટરે આપ્યા તપાસના આદેશ

    મોરબી જિલ્લાના એક ગામમાં કૂવાનું પાણી સતત હલતું રહેવાની ઘટના સામે આવતા ગ્રામજનોમાં આશ્ચર્ય ફેલાયું છે. જિલ્લા કલેક્ટરે સમગ્ર મામલે વૈજ્ઞાનિક તપાસના આદેશ આપ્યા છે. મોરબીના ગામમાં કૂવાનું પાણી સતત હલતું રહેતાં ચકચાર, કલેક્ટરે તપાસના આદેશ આપ્યા B india મોરબી : ગુજરાતના મોરબી જિલ્લામાં એક અનોખી અને ચર્ચાસ્પદ ઘટના સામે આવી છે. જિલ્લાના એક ગામમાં આવેલા કૂવામાં પાણી સતત હલતું રહેતું હોવાનું જોવા મળતાં ગ્રામજનોમાં આશ્ચર્ય અને ઉત્સુકતા ફેલાઈ છે. સામાન્ય રીતે કૂવાનું પાણી સ્થિર રહે છે, પરંતુ અહીં પાણીમાં સતત હલચલ જોવા મળતાં લોકોમાં અનેક પ્રકારની ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે. ઘટનાની જાણ થતાં જિલ્લા વહીવટી તંત્ર પણ હરકતમાં આવ્યું છે અને મોરબીના જિલ્લા કલેક્ટરે સમગ્ર મામલે વૈજ્ઞાનિક રીતે તપાસ કરવાના આદેશ આપ્યા છે. આ…