ગુજરાતમાં LPG અને કેરોસીન વિતરણની નવી ગાઇડલાઇન: કોમર્શિયલ અને ઘરેલુ વપરાશ માટે ફાળવણી જાણો

ગુજરાત સરકાર ઘરેલું અને કોમર્શિયલ હેતુ માટે ગેસનો પુરવઠો સુચારૂ રીતે જળવાઈ રહે તે માટે નવી ગાઇડલાઇન જાહેર કરી છે. રાજ્યમાં ઘરેલું LPG સિલિન્ડર પૂરતો સ્ટોક ઉપલબ્ધ છે, પરંતુ કોમર્શિયલ વપરાશ માટે ચોક્કસ મર્યાદા અને પ્રાથમિકતાઓ નક્કી કરવામાં આવી છે.

LPG વિતરણ માટે નવી ફાળવણી પ્રણાલી:

  • હૉસ્પિટલો અને શૈક્ષણિક સંસ્થાઓ: 100% જથ્થો.
  • ફાર્માસ્યુટિકલ ઉદ્યોગ, ડેરી ઉદ્યોગ, સીડ પ્રોસેસિંગ, એરલાઇન/રેલવે કેન્ટીન: 70% જથ્થો.
  • હોટલ, રેસ્ટોરન્ટ, ધાબા, કોર્પોરેટ કેન્ટીન, ફૂડ પ્રોસેસિંગ એકમો: 10% જથ્થો.
  • છેલ્લા 1 વર્ષથી કાર્યરત અને ભોજન આપતી સંસ્થાઓ: છેલ્લા 6 મહિનાના વપરાશના આધારે 10% જથ્થો.

LPGને PNGમાં કન્વર્ટ કરવાની પ્રાથમિકતા:

  • જેઓ LPG સાથે PNG કનેક્શન ધરાવે છે, તેઓ બુધવાર સુધીમાં LPG કનેક્શન સરેન્ડર કરશે. PNG માટે પ્રાથમિકતા આપવામાં આવી રહી છે.

કેરોસિન વિતરણ:

  • રાજ્યના ગ્રામ્ય વિસ્તારોમાં દરેક જિલ્લામાં 36,000 લિટર કેરોસીન ફાળવવામાં આવ્યું છે. પરિવાર દીઠ 5 લિટર અને સંસ્થા દીઠ 25 લિટર કેરોસીન આપવામાં આવશે.

અર્ધ આવશ્યક સેવાઓ માટે ફાળવણી:

  • રેસ્ટોરન્ટ/ઢાબા, હોટલ્સ, કોર્પોરેટ કેન્ટીન, ઔદ્યોગિક કેન્ટીન, કોર્પોરેટ ગેસ્ટ હાઉસ, ફૂડ પ્રોસેસિંગ એકમો: 10% જથ્થો.

ચકાસણી અને દેખરેખ:

  • રાજ્યની ગેસ એન્જસીઓમાં કડક દેખરેખ માટે રેવન્યૂ અને પોલીસ કર્મચારીઓની નિમણૂક કરવામાં આવી છે. છેલ્લા 12 દિવસમાં 912 જિલ્લા કિસ્સાઓ અને 17 રાજ્યકક્ષાના કિસ્સાઓની તપાસ કરવામાં આવી છે.

હેલ્પલાઇન:

  • LPG સંબંધિત પ્રશ્નો માટે નાગરિકો રાજ્ય હેલ્પલાઇન 1800-232-0222 પર સંપર્ક કરી શકે છે.

Follow us On Social Media
YouTube : https://www.youtube.com/@BIndiaDigital
Website : https://bindia.co/
TWITTER : https://x.com/bindia276
FOLLOW ON WHATSAPP  https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I
Instagram:  bindia.in 

  • Related Posts

    ઢાઢર નદીના બ્રિજ પરથી ઓવરલોડ વાહનો પસાર થવાના આક્ષેપ, ₹500ની કથિત લેવડદેવડનો video સામે આવતા ખળભળાટ

    ગુજરાતમાં બ્રિજ અને જાહેર માર્ગોની સલામતીને લઈને ફરી એકવાર ગંભીર સવાલો ઉભા થયા છે. ઢાઢર નદીના એક બ્રિજ પરથી ઓવરલોડ વાહનો પસાર થઈ રહ્યા હોવાના આક્ષેપો સાથેનો video સોશિયલ મીડિયા પર સામે આવ્યો હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. એટલું જ નહીં, વીડિયોને લઈને ₹500ની કથિત લેવડદેવડના આક્ષેપો પણ ચર્ચામાં આવ્યા છે. આ video સામે આવ્યા બાદ સ્થાનિક સ્તરે ભારે ચર્ચા અને ખળભળાટ મચ્યો છે. જોકે, સામે આવેલા આક્ષેપો અને videoમાં દર્શાવવામાં આવેલી બાબતોની સત્તાવાર તપાસ અથવા સ્વતંત્ર પુષ્ટિ અંગે હાલ સ્પષ્ટ માહિતી ઉપલબ્ધ નથી. તેથી સમગ્ર મામલે તપાસ બાદ જ હકીકત સામે આવશે કે ઓવરલોડ વાહનોને નિયમવિરુદ્ધ રીતે પસાર થવા દેવામાં આવ્યા હતા કે નહીં અને ₹500ની કથિત લેવડદેવડ ખરેખર થઈ હતી કે કેમ. ઢાઢર…

    Dholka : ખેડૂતો મેદાને: ધોળકામાં પ્રદૂષિત પાણીના વિરોધમાં વિશાળ રેલી, ધારાસભ્ય જિગ્નેશ મેવાણીએ આપ્યું સમર્થન 2026

    Dholkaમાં પ્રદૂષિત પાણી સામે ખેડૂતોની મહારેલી: 5 ગામના ખેડૂતોનો વિરોધ, જિગ્નેશ મેવાણીનું સમર્થન; ફેક્ટરીઓ સામે કડક કાર્યવાહીની માગ અમદાવાદ જિલ્લાના Dholka તાલુકામાં દૂષિત અને કેમિકલયુક્ત પાણીના મુદ્દે ખેડૂતો અને સ્થાનિકોનું આંદોલન વધુ ઉગ્ર બન્યું છે. 24 સપ્ટેમ્બરે પાંચ ગામોના ખેડૂતો અને ગ્રામજનોએ મોટી રેલી કાઢીને વિરોધ નોંધાવ્યો હતો. આ રેલીમાં વડગામના ધારાસભ્ય જિગ્નેશ મેવાણી સહિતના આગેવાનો પણ જોડાયા હતા. ખેડૂતોનો આક્ષેપ છે કે વર્ષોથી નગરપાલિકાનું ગંદુ પાણી અને આસપાસના ઔદ્યોગિક એકમોમાંથી નીકળતું કેમિકલયુક્ત પાણી વિસ્તારની ખેતીની જમીન અને ભૂગર્ભજળને અસર કરી રહ્યું છે. સ્થાનિકોના જણાવ્યા મુજબ, દૂષિત પાણીની સમસ્યા લાંબા સમયથી ચાલી રહી છે અને તેના કારણે ખેતી પર ગંભીર અસર પડી રહી છે. ખેડૂતો દ્વારા સરકાર અને તંત્ર સમક્ષ પ્રદૂષિત પાણીનો કાયમી નિકાલ, અસરગ્રસ્ત જમીનનું…