ટ્રમ્પનો દાવો: ઈરાન સાથેનું યુદ્ધ ટૂંક સમયમાં સમાપ્ત થઈ શકે

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પએ જણાવ્યું છે કે ઈરાન સામે ચાલી રહેલું યુદ્ધ ટૂંક સમયમાં સમાપ્ત થઈ શકે છે. ટ્રમ્પના જણાવ્યા મુજબ, ઈરાનમાં લશ્કરી થાણાઓ અને મહત્વપૂર્ણ લક્ષ્યો પર મોટા પાયે હુમલા થઈ ચૂક્યા છે અને હવે ઈરાનને નિશાન બનાવવા માટે બહુ કંઈ બાકી રહ્યું નથી. તેમણે એ પણ કહ્યું કે જ્યારે તેઓ ઈચ્છશે ત્યારે આ યુદ્ધ સમાપ્ત થઈ શકે છે. જોકે, યુદ્ધને અંતે લાવવા માટે અમેરિકા કઈ વ્યૂહરચના અપનાવશે અથવા કોઈ ઔપચારિક યુદ્ધવિરામ પ્રક્રિયા શરૂ થશે કે નહીં તે અંગે ટ્રમ્પે સ્પષ્ટતા કરી નથી.

ઇઝરાયલના સંરક્ષણ મંત્રીની પ્રતિક્રિયા
ટ્રમ્પના નિવેદન પહેલા અમેરિકન અને Israelના અધિકારીઓએ જણાવ્યું હતું કે હાલ યુદ્ધ સમાપ્ત કરવાની કોઈ યોજના નથી. અધિકારીઓના જણાવ્યા મુજબ, ઓછામાં ઓછા બે અઠવાડિયા સુધી Iran સામે લશ્કરી કાર્યવાહી ચાલુ રાખવાની તૈયારી ચાલી રહી છે. ઇઝરાયલના સંરક્ષણ મંત્રીએ પણ જણાવ્યું કે તમામ લશ્કરી ઉદ્દેશ્યો હાંસલ થાય અને નિર્ણાયક વિજય મળે ત્યાં સુધી આ અભિયાન સમય મર્યાદા વિના ચાલુ રહેશે.

હોર્મુઝ સ્ટ્રેટ બન્યો મુખ્ય ચિંતાનો વિષય
ઈરાન અને United States તેમજ ઇઝરાયલ વચ્ચે 28 ફેબ્રુઆરીથી યુદ્ધ જેવી પરિસ્થિતિ ઊભી થઈ છે. અત્યાર સુધીમાં આ અથડામણોમાં અનેક લોકોના મોત થયા છે. છેલ્લા દિવસોમાં અમેરિકા અને ઇઝરાયલે ઈરાનના અનેક લશ્કરી તેમજ ઉર્જા સ્થાપનોને નિશાન બનાવ્યા છે.

તેના જવાબમાં ઈરાને પણ અમેરિકી લશ્કરી ઠેકાણાઓ પર હુમલા કર્યા છે. ઉપરાંત ગલ્ફ ક્ષેત્રમાં પણ તણાવ વધી ગયો છે. ડ્રોન હુમલાઓને કારણે Dubai International Airport નજીક વિસ્ફોટ થયાની માહિતી મળી છે. જ્યારે Persian Gulf અને Strait of Hormuz વિસ્તારમાં અનેક વ્યાપારી જહાજોને નિશાન બનાવવામાં આવ્યા હોવાની માહિતી સામે આવી છે.

Follow us On Social Media
YouTube : https://www.youtube.com/@BIndiaDigital
Website : https://bindia.co/
TWITTER : https://x.com/bindia276
FOLLOW ON WHATSAPP  https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I
Instagram:  bindia.in 

  • Related Posts

    Surat Jain Diamond Trader Jay Mehta Passes Away: માત્ર 36 વર્ષની વયે જિંદગી સામે હારી ગયા યુવાન વેપારી

    Suratમાં 36 વર્ષીય જૈન હીરા વેપારી જય મહેતાનું નિધન, સગરામપુરા વિસ્તારમાં શોકની લાગણી તાપી નદી નજીકની ઘટનાને પગલે પોલીસ તપાસ શરૂ, પત્ની સાથેની અંતિમ વાતચીત અંગે વિગતો સામે આવી; આર્થિક મુશ્કેલીની આશંકાની પણ તપાસ રિપોર્ટર: રશ્મિ રાણા Surat શહેરમાંથી એક દુઃખદ ઘટના સામે આવી છે. શહેરના સગરામપુરા વિસ્તારમાં રહેતા 36 વર્ષીય જૈન હીરા વેપારી જય મહેતાનું નિધન થતાં પરિવારજનો, સંબંધીઓ અને પરિચિતોમાં શોકની લાગણી ફેલાઈ છે. પ્રાથમિક માહિતી અનુસાર, આ ઘટના તાપી નદી નજીક બની હતી. બનાવની જાણ થતાં પોલીસ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે. મૃતકના પરિવારજનો પાસેથી વિગતો મેળવવા સહિત ઘટનાની પાછળનાં સંજોગો જાણવા પોલીસ દ્વારા આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. -> સગરામપુરા વિસ્તારમાં રહેતા હીરા વેપારીના નિધનથી શોક :- મળતી માહિતી અનુસાર,…

    Khedbrahma Navratri Aatham Celebrations 2026: ખેડબ્રહ્મા અંબિકા માતાજી મંદિરે આઠમનો ભવ્ય હવન.. Spiritual

    ખેડબ્રહ્મામાં Aatham નિમિત્તે શ્રી અંબિકા માતાજી મંદિરે ભવ્ય હવનનું આયોજન, દર્શન માટે ઉમટ્યા ભક્તો ખેડબ્રહ્મામાં Aatham પર્વની ભક્તિભાવપૂર્વક ઉજવણી, અંબિકા માતાજીના દર્શન અને હવનમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ જોડાયા સાબરકાંઠા: સાબરકાંઠા જિલ્લાના ખેડબ્રહ્મામાં આઠમના પવિત્ર અવસરે ધાર્મિક માહોલ જોવા મળ્યો હતો. આ નિમિત્તે શ્રી અંબિકા માતાજીના મંદિરે હવનનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં માતાજીના દર્શન કરવા અને હવનના દર્શનનો લાભ લેવા મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડ્યા હતા. સમગ્ર મંદિર પરિસર ભક્તિભાવ, શ્રદ્ધા અને માતાજીના જયઘોષથી ગુંજી ઊઠ્યું હતું. શ્રદ્ધાળુઓએ માતાજીના ચરણોમાં શીશ નમાવી પરિવારની સુખ-શાંતિ, સમૃદ્ધિ અને સુખાકારી માટે પ્રાર્થના કરી હતી. આઠમના પવિત્ર દિવસે મંદિરમાં દર્શન કરવા આવતા ભક્તોમાં વિશેષ ઉત્સાહ જોવા મળ્યો હતો. વહેલી સવારથી જ માતાજીના દર્શન અને ધાર્મિક વિધિમાં જોડાવા માટે શ્રદ્ધાળુઓની અવરજવર…