આદિવાસી નેતા મહેશ વસાવાએ ભાજપ સાથે છેડો ફાડ્યો, જણાવ્યું આ કારણ

ગુજરાતના પૂર્વ ધારાસભ્ય અને અગ્રણી આદિવાસી નેતા છોટુ વસાવાના પુત્ર મહેશ વસાવાએ ભાજપ સાથે છેડો ફાડ્યો છે. 1 વર્ષ પહેલા એકટલે વર્ષ 2024માં ભાજપ સાથે જોડાયા બાદ હવે તેમણે ભાજપ સાથે છેડો ફાડ્યો છે. આ સાથે તેમણે ભાજપ પર નિશાન સાધતાં કહ્યું કે, ભાજપમાં અહંકાર છે. કોઈનું સંભાળતા નથી.

ભાજપ સાથે છેડો ફાડ્યા બાદ મહેશ વસાવાએ ભાજપ પર નિશાન સાધતાં કહ્યું કે, વિચારધારાના કારણે તેમણે ભાજપ સાથે છેડો ફાડ્યો છે. તેમણે વધુમાં કહ્યું કે, ભાજપમાં અહંકાર છે કોઈનું સાંભળતા નથી. આદિવાસી વિસ્તારો હજુ પણ વિકાસથી વંચિત છે.

છોટુ વસાવા થયા હતા નારાજ
છોટુભાઈ વસાવા તેમના પુત્રના ભાજપમાં જવાના નિર્ણયથી નારાજ થયા હતા. તેમણે જારી કરેલા એક વીડિયો નિવેદનમાં ભાજપ પર આરોપ લગાવતા કહ્યું હતું કે ભાજપે તેમને ગેરમાર્ગે દોરીને તેમના પડખે લઈ લીધા છે. બીજી તરફ છોટુભાઈ વસાવાએ લોકસભાની ચૂંટણી પહેલા ભારત આદિવાસી પાર્ટીની સ્થાપન કરી હતી.

કોણ છે મહેશ વસાવા
મહેશ વસાવા આદિવાસી નેતા છોટુ વસાવાના પુત્ર છે. છોટુભાઈ વસાવાએ બે વખત લગ્ન કર્યાં છે. પહેલા પત્નીનું નિધન થયું છે. પ્રથમ પત્ની થકી જે પુત્ર છે તેનું નામ મહેશ વસાવા અને બીજી પત્ની થકી જે બે પુત્રો છે તેમનું નામ દિલીપ અને કિશોર છે. જો છોટુભાઈ વસાવાના રાજકીય વારસાની વાત કરવામાં આવે તો છોટુભાઈ સાત વખત ઝઘડિયા ખાતેના ધારસભ્ય રહી ચૂક્યા છે. મહેશ વસાવાને છોટુભાઈ વસાવાના રાજકીય વારસદાર તરીકે ગણવામાં આવે છે. બીજી તરફ મહેશ વસાવાએ બીટીપીની રચનામાં મહત્ત્વની ભૂમિકા ભજવી હતી. વર્ષ 2017માં જેડીયુના વિભાજન બાદ મહેશે બીટીપીની શરૂઆત કરી હતી. શરદ યાદવની આગેવાની હેઠળના જૂથે પક્ષના ચૂંટણી પ્રતિક પર અધિકાર ગુમાવ્યો હતો જેને કારણે તેમણે બીટીપીની રચના કરી હતી. મહેશ વસાવાએ તેમની પાર્ટીનું એક સમયે ગઠબંધન કૉંગ્રેસ સાથે પણ કર્યું હતું. પણ આ ગઠબંધન બહુ લાંબો સમય રહ્યું નહોતું.

 

Follow us On Social Media

YouTube : https://www.youtube.com/@BIndiaDigital
Website : https://bindia.co/
TWITTER : https://x.com/buletin_india
FOLLOW ON WHATSAPP  https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I

Related Posts

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ અન્વયે અમદાવાદ ગ્રામ્યની શાળાઓમાં મતદાર જાગૃતિ કાર્યક્રમનું આયોજન

આગામી 26 એપ્રિલના રોજ યોજાનાર સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની સામાન્ય/પેટા ચૂંટણીઓમાં મતદાનની ટકાવારી વધારવા અને લોકોમાં જાગૃતિ લાવવા માટે જિલ્લા શિક્ષણાધિકારી કચેરી, અમદાવાદ ગ્રામ્ય દ્વારા વિશેષ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે.…

ગુજરાત વિધાનસભા ખાતે સેવા અને સમર્પણના પ્રતિક પૂજ્ય કસ્તૂરબા ગાંધીજીની ૧૫૭મી જન્મ જયંતિ નિમિત્તે વિધાનસભાના અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરી દ્વારા પુષ્પાંજલિ અર્પણ

સેવા, ત્યાગ અને સમર્પણના મૂલ્યોનું પ્રતિક બનેલા પૂજ્ય કસ્તૂરબા ગાંધીજી ની ૧૫૭મી જન્મજયંતિ નિમિત્તે ગુજરાત વિધાનસભા ખાતે તેમના તૈલચિત્રને વિધાનસભાના અધ્યક્ષશ્રી શંકરભાઈ ચૌધરીએ પુષ્પાંજલિ અર્પણ કરી હતી. ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *