આજના સમયમાં આધાર કાર્ડ દરેક ભારતીય નાગરિક માટે સૌથી મહત્વપૂર્ણ ઓળખ દસ્તાવેજ બની ગયું છે. બેંકિંગ કામકાજ, સરકારી યોજનાઓનો લાભ, સરનામાનો પુરાવો કે રેલવે ટિકિટ બુકિંગ—લગભગ દરેક જગ્યાએ આધાર ફરજિયાત બની ગયો છે. આધાર કાર્ડમાં નામ, જન્મ તારીખ, લિંગ (જેન્ડર) અને સરનામા જેવી મહત્વપૂર્ણ માહિતી નોંધાયેલી હોય છે.
ઘણા લોકો સમયાંતરે આ વિગતો અપડેટ કરાવતા હોય છે, પરંતુ UIDAIના નિયમો અનુસાર આધાર કાર્ડમાં કેટલીક વિગતો એવી છે, જે વારંવાર બદલી શકાતી નથી. જો આ નિયમો અંગે જાણ ન હોય, તો આગળ જઈને મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે.
આધાર કાર્ડમાં નામ બદલવાની મર્યાદા
UIDAI મુજબ આધાર કાર્ડ પર નામ માત્ર બે વાર જ બદલી શકાય છે. ખાસ કરીને લગ્ન પછી ઘણી મહિલાઓ પોતાની અટક બદલાવતી હોય છે, તેવા કિસ્સાઓમાં નામ અપડેટ કરવાની મંજૂરી મળે છે. પરંતુ નક્કી કરેલી મર્યાદા પૂરી થયા બાદ ફરીથી નામ બદલવાની મંજૂરી મળતી નથી.
જન્મ તારીખ અને જેન્ડર ફક્ત એક જ વાર બદલાય
આધાર કાર્ડમાં જો જન્મ તારીખ પહેલી વખત ખોટી દાખલ થઈ હોય, તો તેને માત્ર એક જ વાર સુધારી શકાય છે. એકવાર અપડેટ થયા બાદ ફરીથી જન્મ તારીખ બદલવાની તક મળતી નથી. જો આ એક તક દરમિયાન પણ ભૂલ થઈ જાય, તો ભવિષ્યમાં મોટી સમસ્યા ઊભી થઈ શકે છે. એવી જ રીતે, જેન્ડર (પુરુષ/મહિલા/અન્ય) સંબંધિત માહિતી પણ જીવનમાં ફક્ત એક જ વાર અપડેટ કરવાની મંજૂરી આપવામાં આવે છે. UIDAIએ આ નિયમો ખૂબ જ કડક રાખ્યા છે.
સરનામું અને મોબાઇલ નંબર માટે છૂટ
સરનામા બાબતે નિયમો થોડા સરળ છે. આધાર કાર્ડ પરનું સરનામું જરૂર મુજબ કેટલીય વાર બદલી શકાય છે. ઘર કે શહેર બદલાયું હોય તો સરનામું સરળતાથી અપડેટ કરી શકાય છે.
આજના સમયમાં આધાર સાથે લિંક મોબાઇલ નંબર પણ અત્યંત જરૂરી બની ગયો છે, કારણ કે બેંકો અને સરકારી સેવાઓ માટે OTP આ નંબર પર આવે છે. UIDAI મુજબ, આધાર સાથે લિંક મોબાઇલ નંબર જરૂર પ્રમાણે ઘણી વાર અપડેટ કરી શકાય છે.
Follow us On Social Media
YouTube : https://www.youtube.com/@BIndiaDigital
Website : https://bindia.co/
TWITTER : https://x.com/bindia276
FOLLOW ON WHATSAPP https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I
Instagram: bindia.in






