કફ સિરપથી બાળકોના મોતનો મામલો સુપ્રીમ કોર્ટ પહોંચ્યો, કરવામાં આવી આ માંગ

મધ્યપ્રદેશ અને રાજસ્થાનમાં કફ સિરપથી મૃત્યુ પામેલા માસૂમ બાળકોનો મામલો હવે સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો છે. સુપ્રીમ કોર્ટમાં આ મામલાની સીબીઆઈ તપાસની માંગ કરતી જાહેર હિતની અરજી દાખલ કરવામાં આવી છે.

વકીલ વિશાલ તિવારી દ્વારા દાખલ કરાયેલી PILમાં રાષ્ટ્રીય ન્યાયિક આયોગ/નિષ્ણાત સમિતિ દ્વારા તપાસ કરાવવા અને પ્રતિબંધિત કોલ્ડ્રિફ કફ સિરપના તમામ હાલના સ્ટોકને જપ્ત કરવાની માંગ કરવામાં આવી છે.

તપાસ મામલે કરી આ માંગ
અરજીમાં એવી પણ માંગ કરવામાં આવી હતી કે તમામ FIR ની તપાસ CBI દ્વારા કરવામાં આવે. કફ સિરપના ઉત્પાદન, નિયમન, પરીક્ષણ અને વિતરણની તપાસ સુપ્રીમ કોર્ટના નિવૃત્ત ન્યાયાધીશની દેખરેખ હેઠળ કરવામાં આવે.

બાળકોએ ગુમાવ્યા જીવ
મધ્યપ્રદેશ અને રાજસ્થાનમાં ‘કોલ્ડ્રિફ’ કફ સિરપના સેવનથી બાળકોના મૃત્યુનો સિલસિલો સતત ચાલુ છે. સત્તાવાર આંકડા અનુસાર, બંને રાજ્યોમાં અત્યાર સુધીમાં કુલ 18 બાળકોના મૃત્યુ થયા છે, જેમાં મધ્યપ્રદેશના છિંદવાડા જિલ્લામાં 16 અને રાજસ્થાનના ભરતપુર અને સીકરમાં બે બાળકોના મૃત્યુ નોંધાયા છે. તપાસમાં જાણવા મળ્યું છે કે 48.6% સીરપમાં ડાયથિલિન ગ્લાયકોલ (DEG) નામનું ઝેરી રસાયણ હતું, જે કિડની ફેલ્યોરનું કારણ બની શકે છે.

શું થઈ અત્યાર સુધીમાં કાર્યવાહી?
કેન્દ્ર સરકારે છ રાજ્યોમાં 19 દવા ઉત્પાદન એકમો પર જોખમ-આધારિત નિરીક્ષણ શરૂ કર્યું છે, જ્યારે રાષ્ટ્રીય માનવ અધિકાર પંચ (NHRC) એ મધ્યપ્રદેશ, રાજસ્થાન અને ઉત્તર પ્રદેશ સરકારોને નોટિસ ફટકારી છે, જેમાં તેમને તાત્કાલિક તપાસ કરવા અને નકલી દવાઓ પર પ્રતિબંધ મૂકવાનો નિર્દેશ આપ્યો છે.

Follow us On Social Media
YouTube : https://www.youtube.com/@BIndiaDigital
Website : https://bindia.co/
TWITTER : https://x.com/buletin_india
FOLLOW ON WHATSAPP  https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I
Instagram:  bindia.in

Related Posts

બનાસકાંઠાનાં ઉણ ગામમાં સામુહિક અથડામણ: ગાડીઓ તૂટી, પોલીસને ટીયર ગેસ છોડવો પડ્યો

બનાસકાંઠાના ઉણ ગામે આજે રણમેદાન જેવી સ્થિતિ સર્જાઈ છે. રાધનપુરના સિનાડ ગામની સિંગર કિંજલ રબારીના પ્રેમ લગ્નના વિવાદે આજે ચૌધરી અને રબારી સમાજ વચ્ચે ભયાનક અથડામણ ફાટી નીકળી. ઇસમસામે લાકડીઓ…

અમદાવાદ સહિત રાજ્યની 16 મહાનગરપાલિકાઓમાં ‘મિલેટ મહોત્સવ અને ફાર્મર માર્કેટ-2026’નું ભવ્ય આયોજન

મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ ગુજરાતના કૃષિ વિભાગ હસ્તકના ગુજરાત એગ્રી ઇન્ડસ્ટ્રીઝ કોર્પોરેશન દ્વારા આગામી તા. 21 અને 22 માર્ચના રોજ રાજ્યવ્યાપી “મિલેટ મહોત્સવ અને પ્રાકૃતિક ફાર્મર માર્કેટ-૨૦૨૬”નું ભવ્ય આયોજન…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *