Surendranagar: ઝેઝરી ગામ નજીક કાર અને ડમ્પર વચ્ચે ભયંકર અકસ્માત, 4 મહિલાના મોત એકની હાલત ગંભીર

ગુજરાતમાં અકસ્માતની ઘટનામાં સતત વધારો થઈ રહ્યો છે. આ દરમિયાન સુરેન્દ્રનગર જિલ્લાના પાટડી તાલુકાના ઝેઝરી ગામ નજીક ભયાનક માર્ગ અકસ્માતની ઘટના સામે આવી છે. જેમાં કારમાં સવાર 4 મહિલાઓન ઘટના સ્થળે જ મોત થયા છે. જ્યારે એક પુરુષની હાલત ગંભીર છે.

સુરેન્દ્રનગર જિલ્લાના ધામા શક્તિ માતાના દર્શન કરી પરત ફરી રહેલી કાર ભયંકર રીતે ડમ્પર સાથે અથડાઈ હતી. જેમાં અકસ્માતમાં ચાર4 મહિલાઓનું ઘટના સ્થળે જ મોત થયા છે. જ્યારે અકસ્માતમાં એક પુરૂષને ગંભીર હાલતમાં સુરેન્દ્રનગર હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે.

અકસ્માતની જાણ થતાં જ સ્થાનિકોએ પોલીસ તેમજ 108ને જાણ કરી હતી. જેને લઈને પોલીસ અને 108નો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો. આ દરમિયાન કારમાં સવાર લખતર તાલુકાના ડેરવાળા ગામની ચાર ક્ષત્રિય મહિલાઓના સારવાર મળે એ પહેલા જ ઘટનાસ્થળે જ મોત થયા છે. અકસ્માતનો ભોગ બનનારા ચાર મહીલિઓમાથી બે મહીલા મુળ ડેરવાળાના વતની હોવાનું અને હાલ અમદાવાદ રહેતા હોવાની વિગતો સામે આવી છે. બીજી તરફ અન્ય બે મૃતક મહીલાઓ અમદાવાદના તેમના પાડોશી હોવાનું સામે આવ્યુ છે. ત્યારે પોલીસે સમગ્ર મામલે તપાસ શરૂ કરી છે.

Follow us On Social Media
YouTube : https://www.youtube.com/@BIndiaDigital
Website : https://bindia.co/
TWITTER : https://x.com/buletin_india
FOLLOW ON WHATSAPP  https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I
Instagram:  bindia.in

Related Posts

બનાસકાંઠાનાં ઉણ ગામમાં સામુહિક અથડામણ: ગાડીઓ તૂટી, પોલીસને ટીયર ગેસ છોડવો પડ્યો

બનાસકાંઠાના ઉણ ગામે આજે રણમેદાન જેવી સ્થિતિ સર્જાઈ છે. રાધનપુરના સિનાડ ગામની સિંગર કિંજલ રબારીના પ્રેમ લગ્નના વિવાદે આજે ચૌધરી અને રબારી સમાજ વચ્ચે ભયાનક અથડામણ ફાટી નીકળી. ઇસમસામે લાકડીઓ…

અમદાવાદ સહિત રાજ્યની 16 મહાનગરપાલિકાઓમાં ‘મિલેટ મહોત્સવ અને ફાર્મર માર્કેટ-2026’નું ભવ્ય આયોજન

મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ ગુજરાતના કૃષિ વિભાગ હસ્તકના ગુજરાત એગ્રી ઇન્ડસ્ટ્રીઝ કોર્પોરેશન દ્વારા આગામી તા. 21 અને 22 માર્ચના રોજ રાજ્યવ્યાપી “મિલેટ મહોત્સવ અને પ્રાકૃતિક ફાર્મર માર્કેટ-૨૦૨૬”નું ભવ્ય આયોજન…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *