Surat: કાપોદ્રા પંથકમાં ભારેલા અગ્નિ જેવી સ્થિતિ, 17 વર્ષીય રત્નકલાકારની હત્યા બાદ મહિલાઓ બની રણચંડી

રાજ્યમાં ગુનાખોરીનું પ્રમાણ સતત વધી રહ્યું છે. આ દરમિયાન ગૃહ રાજ્યમંત્રીના હોમ ટાઉનમાં વધૂ એક હત્યાનો બનાવ સામે આવ્યો છે. સુરતના કાપોદ્રામાં 17 વર્ષીય રત્ન કલાકારની હત્યા કરવામાં આવી છે. જેને લઈ મહિલાઓ રસ્તા પર ઉતરી છે અને પોલીસ સ્ટેશનનો ઘેરાવ કર્યો છે.

સુરતના કાપોદ્રા વિસ્તારમાં  17 વર્ષીય રત્નકલાકાર પાસે એક વ્યક્તિએ નશા માટે પૈસાની માગણી કરી હતી પરંતુ પૈસા આપવાનો ઈનકાર કરતા આરોપીએ ચપ્પુના ઘા મારી તરુણની હત્યા કરવામાં આવી છે. જેને લઈને સમગ્ર વિસ્તારમાં રોષની લાગણી જોવા મળી છે. જોકે પોલીસે ગણતરીનની મિનિટોમાંજ આરોપીની ધરપકડ કરી છે.

 મહિલાઓ બની રણચંડી
હત્યાને લઈને મહિલાઓ રસ્તા પર ઉતરી છે. સુરતના કાપોદ્રામાં ભારેલા અગ્નિ જેવી સ્થિતિનું સર્જન થયું છે. ચાર બહેનોના એકના એક ભાઈની હત્યાને લઈને લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. આ સાથે જ મહિલાઓએ પોલીસ સ્ટેશનનો ઘેરાવાઓ કર્યો છે અને દારૂના અડ્ડાઓ બંધ કરાવવાની માંગ કરી છે.

Follow us On Social Media
YouTube : https://www.youtube.com/@BIndiaDigital
Website : https://bindia.co/
TWITTER : https://x.com/buletin_india
FOLLOW ON WHATSAPP  https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I

Related Posts

બનાસકાંઠાનાં ઉણ ગામમાં સામુહિક અથડામણ: ગાડીઓ તૂટી, પોલીસને ટીયર ગેસ છોડવો પડ્યો

બનાસકાંઠાના ઉણ ગામે આજે રણમેદાન જેવી સ્થિતિ સર્જાઈ છે. રાધનપુરના સિનાડ ગામની સિંગર કિંજલ રબારીના પ્રેમ લગ્નના વિવાદે આજે ચૌધરી અને રબારી સમાજ વચ્ચે ભયાનક અથડામણ ફાટી નીકળી. ઇસમસામે લાકડીઓ…

અમદાવાદ સહિત રાજ્યની 16 મહાનગરપાલિકાઓમાં ‘મિલેટ મહોત્સવ અને ફાર્મર માર્કેટ-2026’નું ભવ્ય આયોજન

મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ ગુજરાતના કૃષિ વિભાગ હસ્તકના ગુજરાત એગ્રી ઇન્ડસ્ટ્રીઝ કોર્પોરેશન દ્વારા આગામી તા. 21 અને 22 માર્ચના રોજ રાજ્યવ્યાપી “મિલેટ મહોત્સવ અને પ્રાકૃતિક ફાર્મર માર્કેટ-૨૦૨૬”નું ભવ્ય આયોજન…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *