સુરત: કોબ્રા સાપના ઝેરનું મોટા પાયે સ્મગલિંગ નેટવર્ક પકડાયું, 7 આરોપીઓ ઝડપાયા

સુરત પોલીસ દ્વારા ગુજરાતના ઇતિહાસમાં પહેલી વખત પ્રતિબંધિત કોબ્રા સાપના ઝેરનો મોટા પાયે સ્મગલિંગ નેટવર્ક પકડાયું છે. આ કાર્યવાહી દરમ્યાન કુલ 6.5 મિલીલીટર કોબ્રા ઝેર જપ્ત કરવામાં આવ્યું છે, જેના આંતરરાષ્ટ્રીય બજાર મૂલ્યનો અંદાજ 5.85 કરોડ રૂપિયા છે.

પોલીસે 7 આરોપીઓને ધરપકડ કરી છે, જેમાં મનસુખ ધીનૈયા અને ચીમન ભૂવા સુરતના રહેવાસી છે અને અન્ય 5 વડોદરાના રહેવાસી છે. આરોપીઓએ આ ઝેરને 9 કરોડ રૂપિયામાં વેચવાની ડીલ ફાઈનલ કરી હતી. જપ્ત કરાયેલ ઝેર વન્યજીવ સંરક્ષણ અધિનિયમ હેઠળ સંપૂર્ણ પ્રતિબંધિત છે.

ઝેરનો ગેરકાયદેસર ઉપયોગ વિવિધ હેતુઓ માટે થાય છે, જેમ કે:
– બ્લડ પ્રેશર અને હાર્ટ એટેક માટેની દવા
– લોહી ગંઠાવાની દવા
– એન્ટી વેનોમ
– કેન્સર ઉપચાર માટેની દવા
– કેટલીક વખત રેવ પાર્ટીમાં નશાના હેતુ માટે

સુરત એસઓજી ડીસીપી રાજદીપસિંહ નકુમે જણાવ્યું કે, આ ઝેર બરોડાના ચાર લોકો અને સુરતના ત્રણ લોકોને વેચવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. તપાસ આગળ વધી રહી છે અને જપ્ત કરાયેલ ઝેર ફોરેન્સિક તપાસ માટે મોકલાયું છે.

 Follow us On Social Media
YouTube : https://www.youtube.com/@BIndiaDigital
Website : https://bindia.co/
TWITTER : https://x.com/bindia276
FOLLOW ON WHATSAPP  https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I
Instagram:  bindia.in

Related Posts

બરેલીના મૌલાનાએ ધીરેન્દ્ર શાસ્ત્રીને ચેતવણી આપી, કહ્યું: “અન્ય ધર્મોનું અપમાન નહીં”

બાગેશ્વર ધામના પીઠાધીશ્વર પંડિત ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રી અને મુસ્લિમ ધર્મગુરુઓ વચ્ચે શાબ્દિક યુદ્ધ ચાલી રહ્યું છે. તાજેતરમાં, બરેલીના પ્રખ્યાત મૌલાના શહબુદ્દીન રઝવીએ ધીરેન્દ્ર શાસ્ત્રીના નિવેદનો પર આકરી પ્રતિક્રિયા આપી છે.…

ગ્વાલિયરમાં નિવૃત્ત સૈનિકને કારના બોનેટ પર 500 મીટર સુધી ઢસડ્યા, જાણો સમગ્ર મામલો

મધ્યપ્રદેશના ગ્વાલિયર શહેરમાં કાયદો અને વ્યવસ્થાને પડકાર ફેંકતી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. અહીં એક કાર ચાલકે નિવૃત્ત સૈનિકની બાઈકને ટક્કર મારી હતી. અકસ્માત બાદ જ્યારે નિવૃત્ત સૈનિકે વિરોધ…