સુનેત્રા પવાર બની શકે છે મહારાષ્ટ્રના ડેપ્યુટી સીએમ ! પ્રફુલ પટેલ અને છગન ભુજબળે કરી મુલાકાત

મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી અજિત પવારના વિમાન દુર્ઘટનામાં મૃત્યુ બાદ, તેમના પત્ની સુનેત્રા પવાર રાજ્યના નાયબ મુખ્યમંત્રી બની શકે છે. પ્રફુલ્લ પટેલ, છગન ભુજબળ, ધનંજય મુંડે અને સુનીલ તટકરેએ સુનેત્રા સાથે મુલાકાત કરી.

સૂત્રોના જણાવ્યા અનુસાર, સુનેત્રાને નાયબ મુખ્યમંત્રી પદની ઓફર કરવામાં આવશે. સુનેત્રા પવાર તેમના સ્વર્ગસ્થ પતિ અજિત પવારની બેઠક પરથી ચૂંટણી લડી શકે છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે પ્રફુલ્લ પટેલ NCPના પ્રમુખ બની શકે છે. તેઓ આ પ્રસ્તાવ પર ચર્ચા કરવા માટે મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ સાથે મુલાકાત કરશે. આ બેઠક દરમિયાન એનસીપી (સપા) ના વિલીનીકરણ પર પણ ચર્ચા થઈ શકે છે.

લેન્ડિંગ દરમિયાન પ્લેન થયું ક્રેશ
નોંધનીય છે કે મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી અજિત પવારનું વિમાન બુધવારે બારામતીમાં ક્રેશ થયું હતું. આ ઘટનામાં અજિત પવાર સહિત પાંચ લોકોના મોત થયા હતા. અજિત પવાર સાથે વિમાનમાં એક સુરક્ષા ગાર્ડ, બે પાઇલટ અને એક મહિલા ક્રૂ મેમ્બર પણ હતી. અજિત પવાર 5 ફેબ્રુઆરીએ પુણેમાં જિલ્લા પરિષદની ચૂંટણી માટે રેલીઓને સંબોધિત કરવાના હતા. તે સવારે મુંબઈથી બારામતી જવા રવાના થયા હતા, પરંતુ લેન્ડિંગ દરમિયાન અકસ્માત થયો હતો.

બુધવારે, અજિત પવારનું વિમાન લેન્ડિંગ સ્ટ્રીપ પાસે ક્રેશ થયું. લેન્ડિંગનો પ્રયાસ કરતી વખતે વિમાને કાબુ ગુમાવ્યો. પ્રત્યક્ષદર્શીઓએ જણાવ્યું કે વિમાન લેન્ડિંગનો પ્રયાસ કરતી વખતે લથડી ગયું અને થોડીવારમાં જ ક્રેશ થઈ ગયું. ક્રેશ પછી પાંચ વિસ્ફોટ થયા, જેમાં વિમાન આગની લપેટમાં આવી ગયું. વિમાન સંપૂર્ણપણે નાશ પામ્યું, જેમાં સવાર તમામ લોકોના મોત થયા.

 Follow us On Social Media
YouTube : https://www.youtube.com/@BIndiaDigital
Website : https://bindia.co/
TWITTER : https://x.com/bindia276
FOLLOW ON WHATSAPP  https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I
Instagram:  bindia.in

Related Posts

નેશનલ હાઇવે નં. 48 પર બસનો ભીષણ અકસ્માત : ડ્રાઇવરનું મોત; ચાર ગંભીર

અમરેલીથી સુરત જઈ રહેલી એક લક્ઝરી બસ નેશનલ હાઇવે નં. 48 પર નડિયાદ નજીક ભીષણ અકસ્માતનો ભોગ બની હતી. અકસ્માતના પગલે હાઇવે પર ભારે ટ્રાફિક જામ સર્જાયો હતો. આ અકસ્માતમાં…

અનિલ અંબાણીને ફરી લાગ્યો મોટો ઝટકો, ED દ્વારા 1,800 કરોડ રૂપિયાની મિલકત કરાઈ જપ્ત

રિલાયન્સ ગ્રુપના અનિલ અંબાણી સાથે સંકળાયેલી કંપનીઓ સામે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)એ મોટી કાર્યવાહી કરી છે. બેન્ક છેતરપિંડી અને અન્ય આરોપોને પગલે EDએ આશરે ₹1,885 કરોડની મિલકત કામચલાઉ રીતે જપ્ત કરી…