પાકિસ્તાનના ભક્કાર જિલ્લામાં મંગળવારે સાંજે આત્મઘાતી હુમલાની ઘટનાએ ચકચાર મચાવી દીધી છે. ડેરા ઈસ્માઈલ ખાનને પંજાબ પ્રાંત સાથે જોડતા પુલ નજીક આવેલી પોલીસ ચેકપોસ્ટને નિશાન બનાવી આ વિસ્ફોટ કરવામાં આવ્યો હતો. ઘટનામાં બે પોલીસ કર્મીઓના મોત થયા છે જ્યારે ચાર અન્ય જવાનો ઘાયલ થયા છે.
CCTVમાં કેદ થયા દ્રશ્યો
જિલ્લા પોલીસ અધિકારી શહેઝાદ રફીકના જણાવ્યા મુજબ, પોલીસ ટીમ સર્ચ ઓપરેશન ચલાવી રહી હતી ત્યારે હુમલાખોર ચેકપોસ્ટ તરફ આગળ વધ્યો. સુરક્ષાકર્મીઓની નજીક પહોંચતા જ તેણે પોતાના શરીર પર બાંધેલા વિસ્ફોટકો સક્રિય કરી દીધા. સમગ્ર ઘટના CCTV કેમેરામાં કેદ થઈ છે.
વિસ્તારમાં અફરાતફરી
વિસ્ફોટ બાદ વિસ્તારમાં ભારે અફરાતફરી મચી ગઈ હતી. સુરક્ષા કારણોસર ખૈબર પખ્તુનખ્વા અને પંજાબને જોડતો મુખ્ય હાઈવે અસ્થાયી રીતે બંધ રાખવામાં આવ્યો છે. ડેરા દરિયા ખાન પુલ નજીક વાહનવ્યવહાર રોકી દેવામાં આવ્યો છે અને આસપાસના વિસ્તારોમાં સઘન સર્ચ ઓપરેશન હાથ ધરાયું છે.
ઉગ્રવાદી સંગઠને લીધી જવાબદારી
આ હુમલાની જવાબદારી ‘અંસાર-અલ-ઇસ્લામ પાકિસ્તાન’ નામના ઉગ્રવાદી સંગઠને લીધી છે, જે ‘ઇત્તેહાદ ઉલ મુજાહિદ્દીન પાકિસ્તાન’ સાથે સંકળાયેલ હોવાનું જણાવાયું છે. સંગઠને દાવો કર્યો છે કે તેમનો આત્મઘાતી હુમલાખોર અબુ દરદા આ વિસ્ફોટમાં સામેલ હતો.
Follow us On Social Media
YouTube : https://www.youtube.com/@BIndiaDigital
Website : https://bindia.co/
TWITTER : https://x.com/bindia276
FOLLOW ON WHATSAPP https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I
Instagram: bindia.in





