દિલ્હી-NCR સહિત ઉત્તર ભારતના અનેક વિસ્તારોમાં આજે (3 એપ્રિલ) ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા હતા. જમ્મુ-કાશ્મીર, ચંદીગઢ અને પંજાબ સહિતના વિસ્તારોમાં પણ ધરતી ધ્રૂજી ઉઠતા લોકોમાં ગભરાટ ફેલાયો હતો. ભૂકંપનું કેન્દ્ર અફઘાનિસ્તાન-તાજિકિસ્તાન સરહદી વિસ્તારમાં હોવાનું જાણવા મળ્યું છે અને તેની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 5.9 નોંધાઈ હતી.
દિલ્હી-NCRમાં ખાસ કરીને નોઈડા, ગાઝિયાબાદ અને ગુરુગ્રામમાં લાંબા સમય સુધી ધ્રુજારી અનુભવાતા લોકો તાત્કાલિક ઈમારતોની બહાર દોડી આવ્યા હતા. ઓફિસોમાં કામ કરતા કર્મચારીઓ તેમજ રહેણાંક વિસ્તારોના લોકો સાવચેતીના ભાગરૂપે ખુલ્લી જગ્યાએ એકઠા થયા હતા.
જમ્મુ-કાશ્મીરના સરહદી વિસ્તારો અને શ્રીનગરમાં આંચકાની તીવ્રતા વધુ અનુભવાઈ હતી. સાથે જ પંજાબના ચંદીગઢ, અમૃતસર અને લુધિયાણા જેવા શહેરોમાં પણ લોકો ભૂકંપના આંચકા અનુભવતા ઘરોની બહાર નીકળી ગયા હતા. પાકિસ્તાન અને અફઘાનિસ્તાનમાં પણ આ ભૂકંપની અસર જોવા મળી છે.
રાહતની વાત એ છે કે અત્યાર સુધી કોઈ જાનહાનિ અથવા મોટા નુકસાનના સમાચાર મળ્યા નથી. તેમ છતાં, વહીવટી તંત્ર દ્વારા લોકોને સતર્ક રહેવા અને સલામતીના નિયમોનું પાલન કરવાની અપીલ કરવામાં આવી છે.
ભૂકંપ સમયે શું કરવું?
ભૂકંપ આવે ત્યારે ગભરાવાની જગ્યાએ શાંત રહેવું જરૂરી છે. ઈમારતની અંદર હોવ તો મજબૂત ટેબલ કે ફર્નિચર નીચે આશરો લેવો. લિફ્ટનો ઉપયોગ ટાળવો અને સીડીઓથી નીચે ઉતરવું. કાચની બારીઓ અને ભારે સામાનથી દૂર રહેવું.
ભૂકંપ શા માટે થાય છે?
પૃથ્વીની અંદર સાત મુખ્ય ટેક્ટોનિક પ્લેટો સતત હલનચલન કરતી રહે છે. જ્યારે આ પ્લેટો એકબીજા સાથે અથડાય છે, ત્યારે ઊર્જા બહાર નીકળે છે અને તે જ ભૂકંપનું સ્વરૂપ ધારણ કરે છે. ભૂકંપનું કેન્દ્ર સપાટીથી જેટલું નજીક હોય તેટલી તેની અસર વધુ જોવા મળે છે.
રિક્ટર સ્કેલ મુજબ ભૂકંપની અસર
0 થી 1.9 સુધીનો ભૂકંપ અનુભવાતો નથી. 2 થી 2.9 સુધી હળવી ધ્રુજારી થાય છે, જ્યારે 3 થી 3.9 સુધી થોડા વધુ આંચકા અનુભવાય છે. 4 થી 4.9 પર બારીઓ તૂટી શકે છે. 5 થી 5.9 પર સામાન હલવા લાગે છે, જ્યારે 6 થી 6.9 પર ઈમારતોમાં તિરાડો પડી શકે છે. 7થી વધુ તીવ્રતા પર ભારે વિનાશ સર્જાઈ શકે છે.
Follow us On Social Media
YouTube : https://www.youtube.com/@BIndiaDigital
Website : https://bindia.co/
TWITTER : https://x.com/bindia276
FOLLOW ON WHATSAPP https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I
Instagram: bindia.in





