ચાંદીના ભાવમાં અચાનક 8,000 રૂપિયાનો મોટો ઘટાડો, સોનામાં તેજી યથાવત

તાજેતરના દિવસોમાં સોના અને ચાંદીના ભાવમાં સતત વધારો જોવા મળતો હતો, પરંતુ આજે ચાંદીના ભાવમાં અચાનક મોટો ઘટાડો થયો છે. IBJA વેબસાઈટ મુજબ, 16 ઓક્ટોબર સાંજે 5 વાગ્યે ચાંદીનો ભાવ ₹1,68,083 પ્રતિ કિલોગ્રામ નોંધાયો, જે સવારે ₹1,70,850 હતો. 15 ઓક્ટોબર ના દિવસે ચાંદીનો ભાવ ₹1,76,467 હતો.

આનો અર્થ એ થયો કે, આજના દિવસે સવારની સરખામણીમાં ચાંદીના ભાવમાં આશરે ₹2,800 પ્રતિ કિલો અને ગયા દિવસની સરખામણીમાં ₹8,400નો ઘટાડો થયો છે.

સોના અને ચાંદીની હાલત:

સોનાના ભાવ:
24 કેરેટ સોનું 10 ગ્રામ ₹1,27,471 પર ટ્રેડ થઇ રહ્યું છે.
22 કેરેટ સોનું 10 ગ્રામ ₹1,26,961 પર ટ્રેડ થઇ રહ્યું છે.
18 કેરેટ સોનું 10 ગ્રામ ₹95,603 પર ટ્રેડ થઇ રહ્યું છે.

ચાંદીના ભાવ (MCX પર):
સાંજે 6 વાગ્યે ચાંદીના ભાવમાં વધારો થઈ રહ્યો છે અને ₹1,700 વધીને ₹1,63,900 પ્રતિ કિલોગ્રામ સુધી પહોંચી છે.
5 ડિસેમ્બર ના વાયદા માટે સોનાનું 10 ગ્રામનું ભાવ ₹1,28,184 છે.

શેરબજારમાં ચાંદીના ETF માં ઘટાડો:
– ચાંદીના ETF માં 6 થી 10 ટકા સુધીની ઘટાડાની પ્રવૃતિ નોંધાઈ છે.
– સિલ્વરબીઝ ETF: 6.73% ની ઘટા.
– HDFC સિલ્વર ETF: 7% થી વધુ ઘટાડો.
-ગ્રોવ સિલ્વર ETF: લગભગ 10% નો ઘટાડો.

ચાંદીના ભાવમાં અચાનક આવતો આ ઘટાડો બજાર માટે એક મોટું સિગ્નલ માનવામાં આવે છે. જ્યારે સોના માટે માંગ યથાવત રહેતી જોવા મળે છે, ત્યારે ચાંદીના ભાવમાં આવતો આ ગાબડું રોકાણકારો માટે મહત્વપૂર્ણ છે. આગામી દિવસોમાં આ બુલિયન બજારમાં કેવી સ્થિતિ થાય તે બજાર નજર રાખવાની રહેશે.

 

Follow us On Social Media
YouTube : https://www.youtube.com/@BIndiaDigital
Website : https://bindia.co/
TWITTER : https://x.com/buletin_india
FOLLOW ON WHATSAPP  https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I
Instagram:  bindia.in

Related Posts

T20 વર્લ્ડ કપ જીત્યા પછી શા માટે ટ્રેનમાં મુંબઈ પહોંચ્યા શિવમ દુબે? જાણો સંપૂર્ણ કારણ

T20 વર્લ્ડ કપ 2026 જીત્યા પછી જ્યાં ટીમ ઈન્ડિયાના ખેલાડીઓ ઉજવણીમાં વ્યસ્ત હતા, ત્યાં ઓલરાઉન્ડર Shivam Dube એ એક એવો નિર્ણય લીધો જે સૌને આશ્ચર્યમાં મૂકી દેતો હતો. અમદાવાદથી મુંબઈ…

નવરાત્રી ઘટસ્થાપન વિધિ: પહેલા દિવસે કળશ કેવી રીતે સ્થાપિત કરવો, સ્ટેપ-બાય-સ્ટેપ માર્ગદર્શન

ચૈત્ર નવરાત્રી 19 માર્ચથી શરૂ થાય છે, અને પ્રથમ દિવસે ઘટસ્થાપન કરવામાં આવે છે. ઘટસ્થાપન કે કળશ સ્થાપના નવરાત્રીની શરૂઆતનું પ્રતીક છે. ધાર્મિક માન્યતાઓ અનુસાર, પ્રથમ દિવસે યોગ્ય રીતે કળશ…