ભારતીય બેટ્સમેન શ્રેયસ ઐયરને શનિવારે સિડનીની હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) એ આ સમાચારની પુષ્ટિ કરી અને તેના હાલના સ્વાસ્થ્ય વિશે વિગતો આપી. ઓસ્ટ્રેલિયા સામેની ત્રીજી ODI દરમિયાન કેચ પકડવા માટે પાછળની તરફ દોડતી વખતે શ્રેયસને પાંસળીમાં ઈજા થઈ હતી. શ્રેયસ ઐયરને ICU માં એડમિટ કરવામાં આવ્યો હતો. ત્યારે બીજી તરફ BCCI એ પુષ્ટિ કરી છે કે, શ્રેયસ ઐયર હવે સ્વસ્થ છે અને તેને રજા આપવામાં આવી છે.
શ્રેયસ ઈજાને કારણે આંતરિક રક્તસ્ત્રાવથી પીડાઈ રહ્યો હતો જેના કારણે તેને ICUમાં રાખવામાં આવ્યો હતો. જોકે, તેને ટૂંક સમયમાં ICUમાંથી રજા આપવામાં આવી હતી પરંતુ તેની સારવાર ચાલુ હતી. સિડનીમાં રમાયેલી ત્રીજી વનડે મેચમાં ઓસ્ટ્રેલિયન બેટ્સમેન એલેક્સ કેરીનો કેચ લેતી વખતે ઐયર ઇજાગ્રસર થયો હતો. આ ઘટના ત્યારે બની જ્યારે ઓસ્ટ્રેલિયન ઇનિંગ્સ દરમિયાન કેરીએ હર્ષિત રાણાના બોલ પર ઊંચો શોટ રમ્યો. બેકવર્ડ પોઈન્ટ પર ઉભેલા ઐયર ઝડપથી દોડ્યા અને સફળતાપૂર્વક કેચ પકડ્યો, પરંતુ જમીન પર પડતાં તેને ડાબી પાંસળીમાં જોરદાર ફટકો પડ્યો. આ પછી, તેને મેદાનની બહાર જવું પડ્યું.
શ્રેયસના મેડિકલ રિપોર્ટ અંગે અપડેટ આપતા BCCI એ જણાવ્યું હતું કે, “25 ઓક્ટોબરના રોજ ઓસ્ટ્રેલિયા સામેની ત્રીજી ODIમાં કેચ લેતી વખતે શ્રેયસ ઐયરને ગંભીર ઈજા થઈ હતી, જેના કારણે તેના બરોળમાં ઉઝરડો થયો હતો અને આંતરિક રક્તસ્ત્રાવ થયો હતો. નાના ઓપરેશન પછી રક્તસ્ત્રાવ બંધ થઈ ગયો હતો. તેને યોગ્ય તબીબી સારવાર મળી છે.”
શ્રેયસ હાલ સિડનીમાં જ રહેશે
BCCIએ વધુમાં જણાવ્યું હતું કે, “શ્રેયસની હાલત હવે સ્થિર છે અને તે સ્વસ્થ થઈ રહ્યો છે. BCCIની મેડિકલ ટીમ, સિડની અને ભારતના નિષ્ણાતો સાથે, તેની રિકવરીથી સંતુષ્ટ છે અને તેને આજે હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. BCCI સિડનીમાં ડૉ. કૌરુશ હઘિઘી અને તેમની ટીમ તેમજ ભારતમાં ડૉ. દિનશા પારડીવાલાનો હૃદયપૂર્વક આભાર માને છે, જેમણે શ્રેયસને તેની ઈજા માટે શ્રેષ્ઠ શક્ય સારવાર મળે તે સુનિશ્ચિત કર્યું. શ્રેયસ વધુ સારવાર માટે સિડનીમાં જ રહેશે અને જ્યારે તે ઉડાન ભરવા માટે યોગ્ય થઈ જશે ત્યારે ભારત પાછો ફરશે.”
Follow us On Social Media
YouTube : https://www.youtube.com/@BIndiaDigital
Website : https://bindia.co/
TWITTER : https://x.com/buletin_india
FOLLOW ON WHATSAPP https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I
Instagram: bindia.in






