ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ ઓપનિંગ બેટ્સમેન શિખર ધવન ફરી એકવાર પોતાના અંગત જીવનને કારણે ચર્ચામાં આવ્યા છે. ધવને પોતાની ગર્લફ્રેન્ડ સોફી શાઈન સાથે સગાઈ કરવાની જાહેરાત સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઇન્સ્ટાગ્રામ પર કરી છે. તેમની પોસ્ટ થતાની સાથે જ ચાહકો અને સેલિબ્રિટીઓ તરફથી શુભેચ્છાઓનો વરસાદ થયો છે.
શિખર ધવને ઇન્સ્ટાગ્રામ પર એક સુંદર તસવીર શેર કરતાં લખ્યું,
“સ્મિતથી લઈને સપના સુધી, અમે બધું જ સાથે શેર કર્યું છે. અમારી સગાઈ માટે મળેલા પ્રેમ, આશીર્વાદ અને શુભેચ્છાઓ બદલ અમે દિલથી આભારી છીએ. અમે હંમેશા માટે સાથે રહેવાનું પસંદ કર્યું છે.”— શિખર અને સોફી
2025માં જાહેર થયો હતો સંબંધ
શિખર ધવન અને સોફી શાઈને 2025માં પોતાના સંબંધોને જાહેર કર્યા હતા. ત્યારબાદ બંનેને ઘણી વખત સાથે જોવામાં આવ્યા હતા. હવે સગાઈની જાહેરાત સાથે તેમના સંબંધને નવી ઓળખ મળી છે.
કોણ છે સોફી શાઈન?
સોફી શાઈન આયર્લેન્ડની રહેવાસી છે. તે માર્કેટિંગ અને મેનેજમેન્ટ ક્ષેત્રની પ્રોફેશનલ છે. સોફીએ Limerick Institute of Technology અને Castletroy Collegeમાંથી અભ્યાસ કર્યો છે. હાલ તે અબુ ધાબીમાં એક કોર્પોરેટ કંપનીમાં પ્રોડક્ટ કન્સલ્ટન્ટ તરીકે કામ કરે છે. સોફી સોશિયલ મીડિયા પર પણ ખૂબ સક્રિય છે.
ફેબ્રુઆરી 2026માં લગ્નની શક્યતા
મીડિયા અહેવાલો મુજબ, શિખર ધવન અને સોફી શાઈન ફેબ્રુઆરી 2026માં દિલ્હી-એનસીઆર વિસ્તારમાં લગ્ન કરી શકે છે, જોકે હજુ સુધી લગ્ન તારીખ અંગે કોઈ અધિકૃત જાહેરાત કરવામાં આવી નથી. શિખર ધવનના પહેલા લગ્ન 2012માં આયેશા મુખર્જી સાથે થયા હતા. બંનેનો એક પુત્ર ઝોરાવર છે. જોકે 2023માં બંને વચ્ચે છૂટાછેડા થયા હતા.
Follow us On Social Media
YouTube : https://www.youtube.com/@BIndiaDigital
Website : https://bindia.co/
TWITTER : https://x.com/bindia276
FOLLOW ON WHATSAPP https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I
Instagram: bindia.in






