રાજ્યમાં ગરમીનો પારો વધી રહ્યો છે. ઉનાળાની આકરી ગરમી માટે તૈયાર થઈ જાઓ. હવામાન વિભાગે કાળઝાળ ગરમી પડવાની આગાહી કરી છે. સૌરાષ્ટ્ર, કચ્છ અને ઉત્તર ગુજરાતમાં ગરમીને લઇને અલર્ટ આપ્યું છે. કચ્છ, બનાસકાંઠા, મોરબી, સુરેન્દ્રનગર, રાજકોટ, સુરત જિલ્લામાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે.
આ પણ વાંચો :- gandhinagar : ગુજરાતવાસીઓ કાળઝાળ ગરમીમાં શેકાવા તૈયાર થઈ જાઓ તૈયાર ! હવામાન વિભાગે જાહેર કર્યું યલો એલર્ટ
હવામાન વિભાગે આ ત્રણ જિલ્લાઓમાં જાહેર કર્યું એલર્ટ :- પોરબંદર, ભાવનગર, સાબરકાંઠામાં યેલો એલર્ટ આપવામાં આવ્યું છે. જ્યારે પાટણ, મહેસાણા,ગાંધીનગર, અમદાવાદ, બોટાદ,દેવભૂમિ દ્વારકા, જામનગર,જૂનાગઢ, ગીર, સોમનાથ,અમરેલી,આણંદ, ખેડા, મહીસાગર, દાહોદ સહિતના જિલ્લાઓમાં ગ્રીન એલર્ટ આપવામાં આવ્યું છે.
આ પણ વાંચો :- Rajkot : ગુજરાતમાં કાળઝાળ ગરમીની શરુઆત! આ 9 જિલ્લામાં રેડ એલર્ટ જાહેર
24 કલાક બાદ ગરમીથી આંશિક રાહત મળશે :- વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે 2 થી 3 ડિગ્રી તાપમાન ઘટશે, આ સાથે 43 ડિગ્રી ઉપર તાપમાન જઇ શકે છે. આ તરફ રાજકોટમાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આ તરફ ગરમીના એલર્ટને લઈ આરોગ્ય વિભાગ દ્વારા લોકોને અપીલ કરાઇ છે કે, બપોરના સમયે કામ વગર બહાર નિકળવાનું ટાળો. આરોગ્ય વિભાગે કહ્યું, બપોરના પીક અવર્સમાં લૂ લાગવાના કિસ્સા વધુ બને છે. આ સાથે અપીલ કરી છે કે, બપોરના સમયે બહાર નિકળવાનું થાય તો સુતરાઉ કપડા પહેરીને નિકળવું. આ સાથે દર કલાકે 1 થી દોઢ ગ્લાસ પાણી પીવા અપીલ કરાઇ છે.
Follow us On Social Media
🔔 YouTube : https://www.youtube.com/@BIndiaDigital
📸 Instagram : https://www.instagram.com/bindiadigital/
🌐 Website : https://bindia.co/
TWITTER : https://x.com/buletin_india
FOLLOW ON WHATSAPP : https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I






