તાજેતરમાં જ UPSCનું પરિણામ જાહેર થયું હતું જેમાં ચાલુ વર્ષે ગુજરાતના ચાર ઉમેદવારોએ બાજી મારી હતી જેને લઈને આજે અમદાવાદમાં સરદારધામ ખાતે યોજાયેલા અધિકારી સન્માન સમારોહમાં UPSC પાસ કરનાર પ્રતિભાશાળી ઉમેદવારોનું સન્માન કરવામાં આવ્યું. ત્યારે સરદારધામ દ્વારા આયોજિત અધિકારી સન્માન સમારોહમાં સરદારધામના પ્રમુખ ગગજી સુતરીયાએ એક વિવાદાસ્પદ પરંતુ વિચારેલું નિવેદન આપ્યું છે. મહિલાઓની સુરક્ષા પર ચિંતા વ્યક્ત કરતાં તેમણે જણાવ્યું કે “દીકરી ખરીદી કરવા નીકળે ત્યારે તેના કમર પર રિવોલ્વર લટકતી હોવી જોઈએ”.
મુખ્ય મુદ્દા:-
ગગજી સુતરીયાએ દેશના દરેક નાગરિકને લશ્કરી તાલીમ આપવાની ભલામણ કરી
દીકરીઓ માટે સુરક્ષા અંગે કડક ટિપ્પણી: “આજે રિવોલ્વર રાખવી પડે તેવી સ્થિતિ છે”
ભાજપ પ્રવક્તા અને ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવી દ્વારા નિવેદન પર પ્રતિક્રિયા
કોંગ્રેસે રાજ્ય સરકાર પર સુરક્ષા મામલે પ્રશ્નો ઉઠાવ્યા
શું કહ્યું ગગજી સુતરીયાએ?:-
“જેમ ઈઝરાયેલમાં દરેક નાગરિકને લશ્કરી તાલીમ અપાય છે, તેમ ભારતમાં પણ એ જરૂરિયાત બની ગઈ છે,” એમ ગગજી સુતરીયાએ જણાવ્યું. તેમણે કહ્યું કે “બજારમાં ખરીદી માટે નીકળતી દીકરીની કમરે રિવોલ્વર લટકતી હોવી જોઈએ.” તેમના મતે, દેશમાં બાંગ્લાદેશ અને પાકિસ્તાન જેવી ઘૂસણખોર પ્રવૃત્તિઓ વચ્ચે નાગરિકોને આત્મસંરક્ષણ માટે તૈયાર રહેવું જરૂરી છે.
શ્રદ્ધા રાજપૂત અને હર્ષ સંઘવીની પ્રતિક્રિયા:-
ભાજપના પ્રવક્તા શ્રદ્ધા રાજપૂતે આ નિવેદનને વ્યક્તિગત ગણાવતાં કહ્યું કે, “ગુજરાત એ સુરક્ષિત રાજ્ય છે, જ્યાં મહિલા અડધી રાતે પણ સુરક્ષિત રીતે ચાલી શકે છે. કોંગ્રેસે આ મુદ્દે રાજકીય રોટલા શેકવાનું બંધ કરવું જોઈએ.”
ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ કહ્યું, “ગગજી સુતરીયા સામાજિક આગેવાન છે અને મહિલાઓના સશક્તિકરણ માટે સતત કાર્યરત છે. તેમના નિવેદનનો ભાવ એ છે કે દીકરીઓ તમામ ક્ષેત્રે આગળ વધે.”તેમણે વધુમાં ઉમેર્યું કે, “100 દિવસમાં ગુજરાતમાં 11 ગુનેગારોને ફાંસીની સજા મળેલી છે, પોલીસ ત્વરિત કાર્યવાહી કરી રહી છે અને તારીખ પે તારીખની પ્રથા હવે ભૂતકાળ બની ગઈ છે.”
Follow us On Social Media
YouTube : https://www.youtube.com/@BIndiaDigital
Website : https://bindia.co/
TWITTER : https://x.com/buletin_india
FOLLOW ON WHATSAPP https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I






