અમેરિકા અને ઈરાન વચ્ચે ફરી એકવાર તણાવ ગભરાઈ રહ્યો છે. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાનને ચેતવણી આપતા જણાવ્યું કે, તેઓએ હવે નિર્ણય લેવો પડશે અથવા તો વાટાઘાટોના માર્ગે આગળ વધવું, અથવા તો ગંભીર સૈન્ય પરિણામો માટે તૈયાર રહેવું.
ઈરાનની પ્રતિક્રિયા
ઈરાનની તરફથી સ્પષ્ટ અને કડક પ્રતિક્રિયા મળી છે. ઇરાન સરકારે જણાવ્યું છે કે, તેઓ પરસ્પર આદર અને બંને દેશોના હિતોને ધ્યાનમાં રાખીને વાતચીત કરવા તૈયાર છે, પણ જો ધમકાવવામાં આવે અથવા દબાણ કરવામાં આવે તો પોતાનો બચાવ કરવા સક્ષમ છે. ઈરાનના નેતાઓએ ચેતવણી આપી છે કે, જો હુમલો કરવામાં આવે, તો એવો જવાબ આપવામાં આવશે જે વિશ્વે અગાઉ ક્યારેય જોયો ન હોય. આ નિવેદનથી સ્પષ્ટ થાય છે કે, ઈરાન હવે કોઈ પણ પ્રકારની ધમકી સહન કરવા તૈયાર નથી.
અમેરિકાની તૈયારી
અમેરીકા પણ પોતાની સૈન્ય તૈયારી દર્શાવી રહી છે. ટ્રમ્પે જણાવ્યું કે, એક વિશાળ નૌકાદળ ઈરાન તરફ આગળ વધી રહ્યું છે, જેના નેતૃત્વ યુદ્ધજહાજ અબ્રાહમ લિંકન કરી રહ્યું છે. ટ્રમ્પના જણાવ્યા મુજબ, આ નૌકાદળ વેનેઝુએલાની દિશામાં મોકલાયેલા દળ કરતા પણ વધારે શક્તિશાળી છે. ટ્રમ્પે વધુમાં જણાવ્યું કે, અમેરિકા શાંતિ ઇચ્છે છે, પણ પરિસ્થિતિ બગડે તો તે ઝડપથી અને અસરકારક રીતે કાર્યવાહી કરશે. તેમણે અગાઉના સૈન્ય અભિયાનનો ઉલ્લેખ કર્યો અને જણાવ્યું કે, ઈરાનને ભૂતકાળમાં થયેલા નુકસાન કરતાં આગળનું નુકસાન વધારે ગંભીર હોઈ શકે છે.
Follow us On Social Media
YouTube : https://www.youtube.com/@BIndiaDigital
Website : https://bindia.co/
TWITTER : https://x.com/bindia276
FOLLOW ON WHATSAPP https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I
Instagram: bindia.in






