બાંગ્લાદેશમાં રાજકીય ઉથલપાથલ: NCP નું જમાત-એ-ઈસ્લામી સાથે ગઠબંધન, અનેક નેતાઓએ આપ્યું રાજીનામું

બાંગ્લાદેશ: નવી બનેલી નેશનલ સિટિજન્સ પાર્ટી (NCP) આગામી સામાન્ય ચૂંટણી માટે જમાત-એ-ઈસ્લામીના નેતૃત્વમાં ગઠબંધનમાં શામેલ થઈ રહી છે. આ ગઠબંધનનું ઔપચારીક એલાન જમાત-એ-ઈસ્લામના અમીર શફીકુર રહેમાએ કર્યું છે, જેની માહિતી બાંગ્લાદેશી મીડિયામાં પ્રગટાવવામાં આવી છે.

NCPની શરૂઆત આ વર્ષે કરવામાં આવી હતી અને આ પાર્ટી વિદ્યાર્થીઓના નેતૃત્વે શરૂ કરવામાં આવી હતી, જેમણે પહેલા શેખ હસીના સરકાર વિરુદ્ધ આંદોલનો ચલાવ્યો હતો. તેમ છતાં, ઈસ્લામિક પાર્ટી સાથે ગઠબંધનનો નિર્ણય કેટલાક મોટા નેતાઓને નારાજ કરી રહ્યો છે. ખાસ કરીને મહિલા નેતાઓએ આ નિર્ણયનો વિરોધ કરતાં રાજીનામા આપવાનું શરૂ કર્યું છે.

પાર્ટી પ્રમુખ ડો. તસનીમ જારા હવે NCP છોડીને અપક્ષ ઉમેદવાર તરીકે ચૂંટણી લડવાનો નિર્ણય લીધો છે. નવા ગઠબંધનના નિર્ણય બાદ કેન્દ્રિય સમિતિના ઘણા નેતાઓએ પણ પક્ષ છોડવાનો નિર્ણય કર્યો છે. રિપોર્ટ મુજબ, NCPના 30 નેતાઓએ નાહિદ ઈસ્લામને પત્ર લખીને ગઠબંધનનો વિરોધ કર્યો છે, જ્યારે 170 થી વધુ નેતાઓએ સમર્થન આપ્યું છે.

તાજેતરમાં સંયુક્ત સંયોજક તાજનુવા જબીએ પણ રાજીનામું આપી દીધું છે અને ફેસબુક પોસ્ટમાં પાર્ટીની નીતિગત પ્રક્રિયા અને જમાત સાથે ગઠબંધન બાદ નારાજગી વ્યક્ત કરી છે. 25 ડિસેમ્બરે જ NCPના વરિષ્ઠ નેતા મીર અર્શાદુલ હકે પણ પક્ષ છોડ્યો હતો. છેલ્લાં એક અઠવાડિયામાં અનેક નેતાઓએ NCP છોડ્યા છે, જેના કારણે પાર્ટીમાં રાજકીય અસ્થિરતા વધેલી છે.

Follow us On Social Media
YouTube : https://www.youtube.com/@BIndiaDigital
Website : https://bindia.co/
TWITTER : https://x.com/bindia276
FOLLOW ON WHATSAPP  https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I
Instagram:  bindia.in

Related Posts

PM નરેન્દ્ર મોદીએ 1 કરોડ યુવાનો માટે મફત ઓનલાઈન કોચિંગ, AI તાલીમની જાહેરાત કરી

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સ્વતંત્રતા દિવસના સંબોધનમાં 1 કરોડ યુવાનોને આગામી એક વર્ષમાં AI તાલીમ આપવાની અને સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે મફત ઓનલાઈન કોચિંગની જાહેરાત કરી. ભારતના 80મા સ્વતંત્રતા દિવસ નિમિત્તે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દેશના યુવાનોને કેન્દ્રમાં રાખીને અનેક મહત્વપૂર્ણ જાહેરાતો કરી છે. લાલ કિલ્લાની પ્રાચીર પરથી રાષ્ટ્રને સંબોધિત કરતી વખતે પ્રધાનમંત્રીએ આગામી એક વર્ષ દરમિયાન 1 કરોડ યુવાનોને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એટલે કે AIની તાલીમ આપવાની જાહેરાત કરી હતી. સાથે જ વિવિધ સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરતા વિદ્યાર્થીઓ અને યુવાનો માટે મફત ઓનલાઈન કોચિંગની વ્યવસ્થા ઊભી કરવાની વાત પણ કરી હતી. આ જાહેરાતને ભારતના યુવાનોને ભવિષ્યની ટેક્નોલોજી અને રોજગારની બદલાતી જરૂરિયાતો માટે તૈયાર કરવાના મોટા પ્રયાસ તરીકે જોવામાં આવી રહી છે. AIના વધતા ઉપયોગ વચ્ચે નવી ટેક્નિકલ કુશળતા ધરાવતા…

ગુજરાતમાં આગામી 6 દિવસ વરસાદી માહોલ, 15 ઓગસ્ટે 15 જિલ્લામાં એલર્ટ

ગુજરાતમાં ચોમાસું હાલ સક્રિય સ્થિતિમાં છે. રાજ્યના અનેક વિસ્તારોમાં છેલ્લા કેટલાક દિવસોથી હળવાથી ભારે વરસાદ નોંધાઈ રહ્યો છે. હવામાન વિભાગે આગામી દિવસોમાં પણ વરસાદી માહોલ યથાવત્ રહેવાની આગાહી કરી છે. 15 ઓગસ્ટે ખાસ કરીને ઉત્તર અને દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ગાજવીજ સાથે ભારે વરસાદ પડવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. ભારતીય હવામાન વિભાગના 14 ઓગસ્ટના અપડેટ મુજબ ગુજરાત રિજન માટે 14 અને 15 ઓગસ્ટે ભારે વરસાદ તેમજ ગાજવીજની ચેતવણી છે, જ્યારે ત્યારબાદના દિવસોમાં કોઈ ભારે વરસાદની વિશેષ ચેતવણી દર્શાવવામાં આવી નથી. 15 ઓગસ્ટે ઉત્તર અને દક્ષિણ ગુજરાતમાં વરસાદની શક્યતા આગામી 15 ઓગસ્ટે રાજ્યના ઉત્તર અને દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં વરસાદની ગતિવિધિ વધવાની શક્યતા છે. ખાસ કરીને ઉત્તર ગુજરાતમાં બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા અને અરવલ્લી સહિતના વિસ્તારોમાં વરસાદ…