PM મોદી–ટ્રમ્પ વચ્ચે 2025માં 8 વખત વાતચીત, અમેરિકી દાવાને ભારતે નકારી કાઢ્યો

ભારત સરકારે અમેરિકા સાથેના વેપાર કરારને લઈને અમેરિકાના વાણિજ્ય સચિવ હોવર્ડ લુટનિકના નિવેદનને ખોટું અને ભ્રામક ગણાવ્યું છે. વિદેશ મંત્રાલયે સ્પષ્ટ કર્યું છે કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ વચ્ચે 2025 દરમિયાન કુલ આઠ વખત વાતચીત થઈ હતી, જ્યારે લુટનિકે દાવો કર્યો હતો કે વેપાર કરાર ન થવાનું કારણ મોદી દ્વારા ટ્રમ્પને ફોન ન કરવો હતું.

ભારત સરકારે દાવાને નકારી કાઢ્યો
વિદેશ મંત્રાલયના સૂત્રોના જણાવ્યા અનુસાર, ભારત અને અમેરિકા વચ્ચે વેપાર કરારને લઈને બંને દેશો ઘણી વખત સમજૂતીની નજીક પહોંચ્યા હતા. આ સોદો પરસ્પર લાભદાયક હોવાનું ભારતે પુનઃવાર સ્પષ્ટ કર્યું છે. ભારતે અમેરિકાના આ દાવાને સાવ ખોટો ગણાવીને કહ્યું કે મોદી અને ટ્રમ્પ વચ્ચે નિયમિત સંવાદ રહ્યો છે.

લુટનિકે શું કહ્યું હતું?
યુએસ વાણિજ્ય સચિવ હોવર્ડ લુટનિકે એક પોડકાસ્ટમાં દાવો કર્યો હતો કે તેમણે ભારતને વેપાર કરાર અંતિમ કરવા માટે ટ્રમ્પને ફોન કરવા વિનંતી કરી હતી. પરંતુ ભારતે તેમાં અસહજતા અનુભવી અને મોદીએ ફોન કર્યો નહોતો. લુટનિકે કહ્યું કે અમેરિકા ઇન્ડોનેશિયા, ફિલિપાઇન્સ અને વિયેતનામ સાથે વેપાર કરારો કરી ચૂકી છે. લુટનિકે વધુમાં જણાવ્યું કે “આ દેશો સાથે કરાયેલા કરારો ઊંચા દરે થયા કારણ કે માનવામાં આવતું હતું કે ભારત પહેલા કરાર પૂર્ણ કરશે. પરંતુ એવું ન થતાં, પછી ભારતે સંપર્ક કર્યો ત્યારે સ્થિતિ બદલાઈ ગઈ હતી.”

વેપાર વાટાઘાટોની હાલની સ્થિતિ
– ભારત અને અમેરિકા વચ્ચે અત્યાર સુધી વેપાર વાટાઘાટોના 6 રાઉન્ડ થઈ ચૂક્યા છે
– કરારમાં યુએસમાં ભારતીય માલ પર લગાવાયેલા 50 ટકા ટેરિફ અંગે ઉકેલ લાવવાનો સમાવેશ થાય છે
– એક ફ્રેમવર્ક કરાર પર ચર્ચા ચાલી રહી છે

કોંગ્રેસનો સરકાર પર હુમલો
આ મુદ્દે કોંગ્રેસે કેન્દ્ર સરકારની વિદેશ નીતિ પર ગંભીર સવાલો ઉઠાવ્યા છે. જયરામ રમેશે લુટનિકનો વીડિયો શેર કરીને કટાક્ષ કરતા લખ્યું “હગ હગ ન રહા, પોસ્ટ પોસ્ટ ન રહા, ક્યાં સે ક્યાં હો ગયા બેવફા તેરી દોસ્તી મેં” પવન ખેરાએ કહ્યું “આ સરકારની મૂર્ખતાપૂર્ણ વિદેશ નીતિની કિંમત દેશ ચૂકવી રહ્યો છે. ટ્રમ્પ દરરોજ ભારતનું અપમાન કરે છે, પરંતુ મોદી અને ભાજપ ચૂપ છે.”

ભારત સરકારે સ્પષ્ટ સંદેશ આપ્યો છે કે અમેરિકા સાથે સંવાદ સતત ચાલ્યો છે અને કોઈપણ પ્રકારના ભ્રામક દાવા સ્વીકાર્ય નથી. વેપાર કરાર મુદ્દે ભારત પોતાના રાષ્ટ્રીય હિતને સર્વોચ્ચ રાખીને આગળ વધશે.

Follow us On Social Media
YouTube : https://www.youtube.com/@BIndiaDigital
Website : https://bindia.co/
TWITTER : https://x.com/bindia276
FOLLOW ON WHATSAPP  https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I
Instagram:  bindia.in

Related Posts

Stock Market Highlights: શેરબજાર ઉછાળા સાથે બંધ થયું, જાણો સેન્સેક્સ અને નિફ્ટીની સ્થીતી

વિશ્વમાં ભારે તણાવ વચ્ચે, બુધવારે સ્થાનિક શેરબજાર વધારા સાથે બંધ થયું. ટ્રેડિંગના અંતે, BSE સેન્સેક્સ 633.29 પોઈન્ટના તીવ્ર ઉછાળા સાથે 76,704.13 પર બંધ થયો. તે જ સમયે, NSE નિફ્ટી પણ…

કોમર્શિયલ ગેસ સિલિન્ડર અંગે સરકારનો મોટો નિર્ણય, રાજ્યોને મળશે 10 ટકા વધારાનો LPG ક્વોટા

કેન્દ્ર સરકારે કોમર્શિયલ ગેસ સિલિન્ડર અંગે એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે, જેની સીધી અસર વ્યવસાયો અને ગ્રાહકો બંને પર પડી શકે છે. સરકારે રાજ્યોને વધારાનો 10% LPG ક્વોટા આપવાનો નિર્ણય…